________________
૮૨૨ ]
[ શાસનનાં શ્રમણીરત્નો રાજપરિવાર તેમને ગુરુસ્થાને માને છે. ત્યાંનાં મહારાણી શ્રી દિલહરકુંવરબાં તેમ જ તેમનાં સાસુ અને અન્ય રાજ પરિવારને વન્ય પ્રાણીઓના શિકાર ન કરવાના નિયમે આપી પરમ ઉપકારી બનાવ્યા છે. યદ્યપિ સૌ ગુરુમહારાજને ઉપદેશ યાદ કરીને નિયમ પાળવામાં પ્રતિજ્ઞાબદ્ધ છે. આમ, એક એક ચાતુર્માસની વિગતો આપવામાં આવે તે મોટા મોટા ગ્રંથ લખાય તેમ છે! એવી આ ગુરુશિષ્યાની અજોડ શાસનપ્રભાવના છે!
પૂજ્યશ્રીનો પરિવાર પણ તેમનાં પગલે ચાલી, તેમના સંસ્કારોથી સંસ્કારી બની, વિચરી રહ્યો છે; આત્મકલ્યાણ સાધીને પોપકારી બની, સંયમી જીવનને શોભાવી રહ્યો છે. પ્રથમ શિષ્યા પૂ. શ્રી ધનાશ્રીજી, બીજા અદ્વિતીય શિષ્યા પરમ વિદુષી શ્રી સુનરશ્રીજી, તેમનાં ૧૩ શિષ્યા, ૧૨ પ્રશિષ્યા અને ૨ પ્રશિષ્યાઓનાં શિષ્યાઓ તેમ જ તેમનાં સંસારી ભત્રીજી-શિષ્યા શ્રી કારશ્રીજી, પિતાના ૭ શિષ્યાઓ અને ૧૨ પ્રશિષ્યાઓ-આદિ દીઘ શિખ્યા પરિવાર ધરાવતાં હતાં.
પૂજ્યશ્રીને આત્મા વિ. સં. ૨૦૩૪નું ચાતુર્માસ મુલુન્ડ સ્થિર હતાં, ત્યારે શ્રાવણ સુદ ૭ ને શુક્રવારે સ્વાતિ નક્ષત્રે ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી, ૬૦ વર્ષને ભવ્ય દીક્ષા પર્યાય પાળી, મુલુન્ડના શ્રી પાર્ધચંદ્ર જ્ઞાનમંદિરમાં, આ ભવની સમુજqલ કાર્યવાહી સમાપન કરી, સાત સકાર યુગમાં સ્વર્ગવાસી બન્યા.
પૂ. પ્રવતિની શ્રી કાંતિશ્રીજી મહારાજને વિશાળ સાલ્વી પરિવાર આજે શાસનનો જય-જયકાર પ્રવર્તાવી રહ્યો છે.
એવા એ ધમ ધુરંધર શાસનપ્રભાવક સારત્નાને કેટિ કેટિ વંદના !
શ્રી પાચંદ્રગચ્છના રતન સમા પ્રખર પ્રવક્તા પરમ વિદૂષી પૂ સા. શ્રી સુનંદાશ્રીજી મહારાજ
વિ. સં. ૧૯૭૪માં પૂ. પ્રવતિની શ્રી અંતિશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ જ વરસે યોગાનુયોગે મહેસાણા તાલુકાના ઉનાવા (મીરાંદાતાર) ગામમાં ધમનિષ્ઠ શ્રાવક બબલદાસ ન્યાલચંદનાં ધર્મપત્ની હીરાબહેનની કુક્ષિએ એક પુત્રીરત્નને જન્મ થયે. શકના (ઇદ્રના) આવાસમાંથી જ અવતરી હોય તેમ માતાપિતાએ નામ પાડ્યું શકરીબહેન. શાળામાં હંમેશાં અવ્વલ દરજજો પાસ થતાં શકરીબહેન ૮ વર્ષના થયા ત્યારે સં. ૧૯૮૧ માં પૂ. શ્રી પતિશ્રીજી મહારાજ ઠાણું ૨ ચમાસું પધાર્યા. શકરીબહેન નિયમિત દર્શન-શ્રવણ અથે જતાં. એમાંથી તે ગુરુ પ્રત્યે એવા આકષિત બન્યા કે, એમણે દઢ નિશ્ચય કરી લીધું કે, આ જ મારા ગુરુ. હું એમની શિષ્યા બનીશ. એ સંકલ્પ ઉચ્ચારતી બાળાનું ભાવિ સાચું નીવડ્યું. પ્રાથમિક શાળામાં ૭ ધોરણને અભ્યાસ પૂરો કરી, સોળ વર્ષની સમજણ પ્રાપ્ત કરીને પણ આ બાળા એ જ વાક્ય રટતી રહી ત્યારે તેની સમવયસ્ક સખી ચંદ્રાને પણ સાથે સાંપડ્યો. એણે પણ કહ્યું કે આપણે બંને સાથે દીક્ષા લઈશું. તારા ગુરુ એ જ મારા ગુરુ. એમ ગુરુ પણ નક્કી કરી, બંને બહેનપણીઓએ ધમને અભ્યાસ વ્યવસ્થિતપણે શરૂ કર્યો. બંને બુદ્ધિશાળી બાલિકા આગેવાન શ્રાવિકા સમરતબહેન પાસે ભણવા લાગી. શકરીબહેન સાથે તેમનાં સગાં કાકા-કાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org