________________
૮૧૮
[ શાસનનાં શ્રમણીરને પરમ તપસ્વિની પૂ. સા. શ્રી લબ્ધિશ્રીજી મહારાજ ચર્યાશી લાખ યોનિમાં આવાગમન પછી મનુષ્ય-અવતાર પ્રાપ્ત થ દુર્લભ છે, અને મનુષ્યજીવનમાંય ધમમય જીવન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. કેઈ ભાગ્યશાળી આત્માને જ આ યેગાનુયોગ પ્રાપ્ત થાય છે. પૂ. શ્રી લબ્ધિશ્રીજી મહારાજનું જીવન એનું જવલંત દષ્ટાંત છે. કારણ કે, વિ. સં. ૧૯૨૪માં પૂજ્યશ્રીને જન્મ કચ્છના ડેણ ગામમાં થયો હતો. પિતાનું નામ દેશરભાઈ અને માતાનું નામ ખીમઈબાઈ હતું. માતાપિતાએ લાડલી પુત્રીનું નામ લાધીબાઈ પાડયું હતું. માતાપિતાના લાડકોડ વચ્ચે ઊછરતી લાધીબાઈને બાલ્યકાળમાં જ છોડીને માતા સ્વર્ગે સિધાવ્યા. તેથી લાધીબાઈને પિતાના મોસાળ નવાવાસ ગામે રહેવા મેકલ્યા. ત્યાં સુધમી શ્રાવિકાઓના સંપર્કમાં રહેવાથી તેમની ધર્મભાવના ખૂબ વિકાસ પામી.
લાધીબાઈ વયમાં આવતાં નવાવાસના જ નિવાસી વેલજીભાઈ ભીમાભાઈ સાથે તેમને લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં પરંતુ અહીં પણ વિધિસંકેત કંઈક જુદો જ નિર્માણ થયો હતો. સંસારી જીવનના થોડા જ સમયમાં અચાનક વેલજીભાઈનું અવસાન થયું. આ આઘાતથી લાધીબહેનના પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. ધર્મરોગી શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા જીવન વિશેની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંસારને સફળ બનાવવા માટે ધર્મનું આરાધન જ શક્તિ આપે છે એની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંયમભાવના સુદઢ થતાં દીક્ષા લેવાની ભાવના જાગી. મેગાનુ યોગે સં. ૨૦૪૭માં જામનગર મુકામે કેડાયની ત્રણ બહેનો દીક્ષા મહોત્સવ નિશ્ચિત થયે હતો. એની જાણ થતાં લાધીબહેન પોતાની બહેનપણી લાડુબહેન સાથે જામનગર પહોંચ્યા. આ દીક્ષા-મહોત્સવ નજરે જોતાં જ દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. જામનગરથી ક૭ સુધી ગુરુદેવ સાથે વિહાર કર્યો. અને બીજી પણ બહેન સાથે, આ બંને બહેનોને દીક્ષા-મહેસવ કોડાય ગામે ઊજવાય. પૂ. શ્રી કુશલચંદ્ર ગણિવર્યની નિશ્રામાં, પૂ. શ્રી શિવશ્રીજી મહારાજનાં પ્રથમ શિખ્યા પૂ. શ્રી લબ્ધિશ્રીજી અને પૂ. શ્રી લાભશ્રીજી નામે ઉઘેષિત થયા. ત્યાર બાદ વેગવહનપૂર્વક વડી દીક્ષા આપવામાં આવી.
પૂજ્યશ્રી ગુરુસેવામાં અને જ્ઞાનાભ્યાસમાં રત રહી કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતમાં વિચરતાં રહ્યાં. તેમની જ્ઞાનની એજસ્વિતા, તપની તેજસ્વિતા અને વ્યક્તિત્વની વત્સલતાને વશવર્તીને તેઓશ્રીનો શિષ્યા-પરિવાર વધતો જ રહ્યો. પૂજ્યશ્રી સ યમયાત્રાને અનપાલન ક સંસારની અસારતા સમજાવી સંયમમાગે સંચરવા પ્રેરતાં, ઘણાં વર્ષો વિચર્યા. વિ. સં. ૧૯૯૪ માં મેટી ખાખર સંઘની વિનંતીથી સપરિવાર ત્યાં પધાર્યા. “લાછુમા” તરીકે પ્રસિદ્ધ આગેવાન શ્રાવિકા લાબાઈ એ આખા ગામમાં અને આજુબાજુનાં ગામમાં સારી એવી અનુમોદના જગાવી. પૂજ્યશ્રીની સારી એવી સેવાભક્તિ બજાવી. આનંદથી ચાતુર્માસ પૂર્ણ થયું.
પરંતુ દિવાળી પછી પૂજ્યશ્રી બીમારીમાં સપડાયાં. ન્યૂમેનિયા થઈ ગયે. એમાં તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. “તૂટી તેની બુટ્ટી નહીં' એ ન્યાયે, આ ટૂંકી બિમારીમાં, ૪૬ વર્ષ સુદીઘ સંયમપર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યાં. શિષ્ય-પરિવારમાં પૂ. શ્રી પૂનમશ્રીજી તથા પૂ. શ્રી કનકશ્રીજી મહારાજે ખૂબ સેવાભક્તિ બજાવી લાભ લીધો. સકલ સંધ અને લાછુમાએ પણ સારી સેવા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org