________________
૮૦૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો તેમણે મારવાડ, મેવાડ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત આદિ સર્વ પ્રાંતમાં વિહાર કરીને ધમપ્રભાવના કરી. અસંખ્ય મુમુક્ષઓને દીક્ષા પ્રદાન કરી. અનેક જિનાલયના નિર્માણ અને પુનનિર્માણ માટે પ્રેરણા આપી. અભ્યાસ અને વિધિ-વિધાનમાં તેમને અત્યંત રસ હોવાથી હંમેશાં પિતાના સમુદાયની સાધ્વીઓને અપ્રમાદ પ્રવૃત્તિમય રાખતાં. તેઓશ્રીની આવી બહુઆયામી પ્રતિભાને પ્રમાણને સં. ૨૦૩૯ માં પ્રવતિ નીપદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીની ૮૧ વર્ષની ઉંમરે સં. ૨૦૪૬ ની વૈશાખી પૂર્ણિમાએ તેમને ભવ્ય અભિનંદન સમારોહ ઊજવાયે.
કવિ, શાસ્ત્ર, વ્યાખ્યાતાપ્રવતિની, ધર્મકાર્યરત પૂજ્યશ્રીનું સમગ્ર જીવન જૈન ધર્મની વિવિધ પ્રભાવનાઓનું પર્યાય બની રહ્યું છે. અક... માંદગી અને વયેવૃદ્ધ અશક્તિમાં પણ પૂજ્યશ્રી પ્રેરણાદાયી બની રહ્યાં છે.
પ્રવર્તિની સિંહથીજી મહારાજના સાધ્વી-સમુદાયનો પરિચય
લક્ષ્મી સ્વરૂપ ૫. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પૂ. લક્ષમીશ્રીજી ગરછ માટે ખરે જ લમીસ્વરૂપા સિદ્ધ થયાં છે. તેમનાથી સાધ્વીસમુદાય સમૃદ્ધ છે. તેથી ફલેદીનિવાસી જીતમલજી ગુલે છાનાં સુપુત્રી હતાં. તે સમયના રીતરિવાજ મુજબ નાની વયે જ લગ્ન કરવામાં આવ્યાં પણ બાળપણથી જ ધર્મસંસ્કારો જાગૃત થયા હોવાથી તેઓ સંસારના બંધનમાં રહી શકે તેમ ન હતાં. એમાં દૈવયોગે તેમના પતિનું અવસાન થયું. નાની ઉંમરમાં આ દુઃખ પડવાથી, પ્રથમથી જ ધમરુચિ હોવાથી તથા પરિવાર તરફથી સુવિધા હોવાથી દીક્ષા લેવાની ભાવના જાગી. એમાં પ. પૂ. ખરતર ગણાધીશ શ્રી સુખસાગરજી મહારાજની વૈરાગ્યનીતરતી વાણીથી પ્રભાવિત થઈપૂ. ગુરુવર્યા ઉતશ્રીજી મહારાજ પાસેથી પ્રેરણા પામી વિ. સં. ૧૯૨૪ના માગશર વદ ૧૦ ને દિવસે દીક્ષા ગ્રહણ કરી. પૂ. ગુરુવર્ય અને પૂ. ગુરુવર્યાની નિશ્રામાં શાસ્ત્રાધ્યયન કરીને વિદ્વત્તા પ્રાપ્ત કરી. પૂજ્યશ્રી આમ વિદુષી હોવા ઉપરાંત પ્રખર પ્રવચનકાર અને સમર્થ તપસ્વિની પણ હતાં. પૂ. મગનશ્રીજી અને શિવશ્રીજી તેમની શિષ્યાઓ હતી. ખરતરગચ્છમાં “શિવમંડલ” નામે સાધ્વી-સમુદાય તેઓશ્રીની પરંપરામાં છે.
-~
ત્યાગ–પ્રતિમા પૂ. સા. શ્રી સિંહ શ્રીજી મહારાજ પૂજશ્રીનાં બે નામ મળે છે : શિવશ્રીજી અને સિંહથીજી. પરંતુ તેમણે બને નામ સાર્થક કર્યા છે. જીવનમાં મોક્ષ (શિવ)ની પ્રાપ્તિ માટે આવશ્યક જ્ઞાન અને ક્રિયા–બંનેમાં તેઓશ્રી નિપુણ હતાં અને ધાર્મિક ક્રિયાવિધિઓને સાહસમાં સિંહ સમાન હતાં. તેમને જન્મ વિ. સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org