________________
શાસનનાં શ્રમણીરત્ને! ]
[ ૮૦૭
સુસ’સ્કારી જડાવબાઈનાં લગ્ન લેાહાવટમાં જ લક્ષ્મીચંદજી ચાપડા સાથે થયાં. પરંતુ ૧૨ વર્ષની અંદર જ પતિનું અવસાન થતાં જડાવબાઈ વિધવા થયાં. આ દુઃખથી વ્યથિત થવાને બદલે તેમણે ધર્મ-ધ્યાનમાં ખૂબ રસ લેવા માંડયો. એવામાં પૂ. સિહશ્રીજી મહારાજના સપ` થયેા. પાંચ વના પ્રયત્નાને અંતે સફળતા મળી અને સ`. ૧૯૬૧ની માગશર સુદ પાંચમે દીક્ષા અંગીકાર કરી. જ્ઞાનશ્રીજી નામે ઘેાષિત થયાં.
મેટી ઉઉંમરે દીક્ષા લીધી હેાવા છતાં તેઓશ્રી પૂરા લગાવ સાથે શાસ્ત્રાભ્યાસ અને જપતપમાં હંમેશાં તત્પર રહેતાં. તેમની આ જ્ઞાનપિપાસાએ જ લેાહાવડ, લેાદી આદિ શહેરમાં કન્યા પાઠશાળા ખેાલાવી. તેમના ઉપદેશથી ખીચન અને જેસલમેરથી સ ધેા નીકળ્યા. ધમ શાળાએ આંધવાની પ્રેરણા આપી. સ. ૧૯૯૬ના વૈશાશ સુદ્ર ૧૩ ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં, ત્યારે પેાતાની ૧૩ શિષ્યાઓમાં મહાન સાઘ્વીરત્ન વલ્લભશ્રીજી મહારાજ જેવી તેજસ્વી શિષ્યાઓના સમુદાય મૂકતાં ગયાં.
જનમન-વલ્લભા
પૂ. સા. શ્રી વલ્લભશ્રીજી મહારાજ
વિદ્વત્તા સાથે સરળતા અને વિનમ્રતાને લીધે વલ્લભશ્રીજી મહારાજ ખરેખર જનમનવલ્લભા હતાં. તેમના જન્મ લેાહાવટમાં સૂરજમલજી અને શ્રીમતી ગાગાદેવીને ત્યાં સ. ૧૯૫૧ના પોષ વદિ ૭ ને દિવસે થયા હતા. ૧૦ વર્ષની ઉમરે જ ફઈબા (જ્ઞાનશ્રીજી મ.) દ્વારા સિંચાયેલા સંસ્કારેને લીધે અને પૂ. ગુરુવર્યાં શ્રી સિંહશ્રીજીની વૈરાગ્યપૂણ વાણીના પ્રભાવે સંયમ સ્વીકારવાનેા દૃઢ નિર્ધાર કર્યાં. આ નિર્ણય સાથે સઘર્ષ શરૂ થયેા, પણ વિજય સંકલ્પના થયા. સ. ૧૯૬૧ના માગશર સુદ પાંચમે પૂ. છગનસાગરજી મહારાજ હસ્તે ફઈ-ભત્રીજીની દીક્ષા થઈ. નાની ઉ ંમર, તીક્ષ્ણ બુદ્ધિ, દૃઢ લગની અને અભ્યાસમાં વિશેષ રુચિને લીધે થોડાં વર્ષોમાં જ તેઓ મહાન વિદુષી બની ગયા.
પૂ. ગુરુવર્યાં શ્રી સિ’હશ્રીજીનું સાન્નિધ્ય તે તેમને ચાર વર્ષે જ મળ્યુ'; પણ ગુરુબહેન પૂ. પ્રતિ ની પ્રેમશ્રીજીનાં તેઓશ્રી કૃપાપાત્ર રહ્યાં. પૂ. જ્ઞાનશ્રીજી મ॰ સાથે સુદૂર પ્રદેશે માં વિહાર કર્યાં. તેઓશ્રીની જ્ઞાનગભીર પ્રભાવકારી વાણીએ અનેક રાજા-મહારાજાએ અને જાગીરદારોને અહિંસ!, બ્યસનમુક્તિ આદિના માળે ચડાવ્યા હતા. પૂ. પ્રેમશ્રીજીના દ્વિવ‘ગત થવા સાથે સ. ૨૦૧૦ ની શરદ પૂર્ણિમાએ પૂ. વલ્લભશ્રીજીને પ્રવૃતિનીપદેથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. અનેક પ્રાંતામાં વિહાક કરતાં કરતાં અ ંતિમ ૬ વર્ષી મહારાષ્ટ્રમાં સ્થિરતા કરી. સ`. ૨૦૧૮ ના ફાગણ સુદ ૧૪ ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં.
પૂજયશ્રીએ અનેક વિદુષી, તપસ્વી, વ્યાખ્યાત્રી શિષ્યાએ શાસનને ભેટ ધરી. ૨૦ જેટલા ધમગ્રથા આપ્યા અને ‘ શિવમ`ડળ ’ સાધ્વી-સમુદાયનું ગૌરવ વધાર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org