________________
[ શાસનનાં શ્રમણીરત્ન આમ તે તેમની બધી જ શિષ્યાઓ તેજસ્વી હતી, પરંતુ પૂ. ચૈતન્યશ્રીજી પરમ વિદુષી અને મહાન શાસનપ્રભાવિકા હતાં.
--
પ્રેમપ્રતિમા પૂ. સા. શ્રી પ્રેમશ્રીજી મહારાજ પ્રેમમતિ પ્રેમશ્રીજીને જન્મ ફલેદીનિવાસી છાજેડ કુળદીપક કિશનમલજી તથા સૌ. લાભુદેવીને ઘેર વિ. સં. ૧૯૩૯ની શરદપૂર્ણિમાને દિવસે થયે હતા. સંસારી નામ ધૂલિ પાડવામાં આવ્યું હતું. યોગ્ય શિક્ષણ અને ધર્મ સંસ્કાર પામેલી ધૂલિને ૧૩ વર્ષની ઉંમરે અઈદાનજી ગુલેછા સાથે પરણાવવામાં આવ્યાં. પરંતુ દેવવશાત્ વરસ પૂરું ન થયું ત્યાં પતિનું અવસાન થયું. ધૂલિબાઈ પર દુઃખનાં વાદળો ઘેરાયાં પરંતુ વિશુદ્ધ સંયમી સિંહ શ્રીજી મહારાજના સંપર્કથી સમ્યકજ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત થઈ વૈરાગ્યભાવ દઢ બનતાં ૧૬ વર્ષની વયે સં. ૧૯૫૪ના માગશર વદિ ૧૦ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પ્રેમશ્રીજી બન્યાં.
સંયમ સ્વીકારી પૂજ્યશ્રીએ શાસ્ત્રાભ્યાસમાં ખૂબ જ ઊંડો રસ લીધો. પ્રાકૃત-સંસ્કૃત ભાષા સહજસાધ્ય કરીને ન્યાય-દર્શનમાં પારંગત બન્યાં. તેમની અદ્દભુત પ્રવચનશક્તિ હિમાલયમાંથી કલકલ નિનાદે વહેતાં ઝરણાં સમાન લાગતી–જેનાથી અનેક જીવો પ્રેરણા પામી આસ્થાવાન બનતા.
તેઓશ્રી મૌન-ધ્યાન-પ્રિય હતાં. સાયં પ્રતિકમણ પછી મૌન ગ્રહણ કરીને બીજે દિવસે ૧૦ વાગે ખેલતાં. સવારના ૮ થી ૧૦ વાગ્યા સુધી ધ્યાનમાં બેસતાં. તેમનું આ તપ વચનસિદ્ધિનું પરિચાયક બન્યું. આહારશુદ્ધિ અને એમાંયે નિયમિતા તેમને ખાસ ગુણ હતો.
પૂજ્યશ્રી વાસ્તવજીવનમાં વીરાંગના હતાં. એકવાર મધ્યપ્રદેશમાં વિહાર કરી રહ્યાં હતાં ત્યારે ડાકુઓની ટોળી પાછળ આવતી દેખાઈ. પૂજ્યશ્રીએ સર્વ સાદવીજીઓને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી જવા આજ્ઞા કરી. ડાકુઓ નજીક આવ્યા ત્યારે એમની દષ્ટિ હરાઈ ગઈ ભાનભૂલા થઈ બીજી દિશામાં દોડી ગયા.
ધ્યાનના ફળ સ્વરૂપે તેમને પૂર્વજ્ઞાન થઈ જતું. જંઘાબળ ક્ષીણ થતાં ૧૫ વર્ષ ફલોદીમાં જ સ્થિરતા કરી. સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૫ ને દિવસે પૂજ્યશ્રીને પ્રવતિનીપદથી વિભૂષિત કરવામાં આવ્યાં. અષાઢ વદ ૧૩ને દિવસે હસતાં હસતાં સમાધિપૂર્વક સ્વગપંથે પ્રયાણ કર્યું. તેઓશ્રીનાં ૧૭ શિષ્યાઓ અને ૨૫ પ્રશિષ્યાઓએ શાસન પ્રભાવના દ્વારા ગચ્છનું ગૌરવ વધાર્યું છે.
—
—
સૌજન્યમૂર્તિ પૂ. સા. શ્રી જ્ઞાનમીજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ લેહાવટ નિવાસી મુકનચંદજી અને કસ્તુરદેવીને ત્યાં સં. ૧૯૨૮ ના શ્રાવણ સુદ ૩ ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ જડાવબાઈ હતું. સગુણી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org