________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૮૦૫
૧૯૧૨ માં ફલેદીમાં થયે હતેા. પિતાનું નામ લાલચંદ્રજી અને માતાનું નામ અમલકદેવી હતું. અમલદેવીની કુક્ષિએ અમોલક રત્ન અવતયું. સંસારી નામ શરૂ રાખ્યું. બાળલગ્નના યુગમાં નાની ઉંમરે લગ્ન થયાં અને તરત જ વિધવા થયાં. પણ શેરૂ નામ પ્રમાણે શેર સમાન હિંમત દાખવી સંસારી દુ:ખનો સામનો કર્યો. વીસ વર્ષની ઉંમરે સં. ૧૯૩૨ ની અક્ષયતૃતીયાને દિવસે પૂ. લક્ષ્મીશ્રીજી મહારાજના ચરણે સંયમ સ્વીકારી સિંહબ્રીજ બન્યાં. સાહસ અને સંયમ,
યામાં તેઓશ્રી અગ્રેસર હતાં. પૂજ્યશ્રી પ્રવચનમાં કુશળ હતા. તેમને વાણીપ્રભાવ સૌને પરિપ્લાવિત કરી દેતો. પરિણામે તેઓશ્રીના હસ્તે અનેક પુણ્યાત્માઓ દિક્ષા પામી ધન્ય બન્યા. બીજાની ભાવનાને પોતાના વિચારોથી પ્રભાવિત કરી, સામેની વ્યક્તિને વેગ્ય માર્ગે વાળવી એ મહાન અને દુષ્કર કાર્ય છે. એ પરિણામને લીધે જ તેમનું સાધ્વીમડળ “શિવમંડળ” નામે વિશિષ્ટ સિદ્ધિ-સમૃદ્ધિ ધરાવે છે. પૂજ્યશ્રીની સાત શિષ્યાઓ સુપ્રસિદ્ધ છે અને તેમની પ્રશિષ્યાએથી “શિવમંડળ” અનેક રીતે સમૃદ્ધ થયું છે.
પૂજ્યશ્રી સં. ૧૯૬૫ ના પોષ સુદ ૧૫ ને દિવસે અજમેરમાં સ્વર્ગવાસી થયા.
પરમ પ્રતાપી ૫. સા. શ્રી પ્રતાપશ્રીજી મહારાજ પૂ. પ્રતાપશ્રીનું વતન મણ ફલેદી હતું. પિતા મુકનચંદજી અને માતા સુનદેવીની સુપુત્રી આસીબાઈનો જન્મ સં. ૧૯૨૫ પિષ સુદ ૧૦ ને દિવસે થયે હતો. બાર વર્ષની વયે સૂરમલજી ઝાબક સાથે લગ્ન થયાં, પણ ટૂંક સમયમાં જ આસીબાઈનું સૌભાગ્ય છીનવાઈ ગયું. પરંતુ જે આત્માઓ સાધક જીવન જીવવા જ જન્મ લે છે તેને આવી ઘટનાઓ પીડા કરવાને બદલે પ્રસન્નતા જન્માવે છે, કર્મોને પ્રસાદ માનીને સહન કરી લે છે અને તેના દ્વારા જીવનની સાર્થક્તા તરફ વળી જાય છે.
આસીબાઈ પણ “બીતી તાહિ બિસાર દે, આગે કી સુધ લેઈ અનુસાર જે બની ગયું તેને ભૂલીને હવે શું કરવું તે વિચારવા લાગ્યાં. સર્વપ્રથમ ધર્મારાધનામાં મન પરોવ્યું, એનાથી તેમને શાંતિ અને સાંત્વના મળ્યાં. કર્મબંધનથી ઊર્ધ્વ મનમુક્તિની સાધનાને રસ્તો શોધવા લાગ્યાં. આ સમયે આદર્શ ત્યાગ-પ્રતિમા, વિશુદ્ધ સંયમી શિવશ્રીજી મ. સા. ને સુગ પ્રાપ્ત થયે. એમની પ્રેરણાથી આસીબાઈમાં સંયમજીવન સ્વીકારવાની ભાવના દઢ બની. વિ. સં. ૧૯૪૭ ના માગશર વદિ ૧૦ ને દિવસે દિક્ષા ગ્રહણ કરી પૂ. શિવશ્રીજી મહારાજનાં પ્રધાન શિષ્યાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી પ્રતાપશ્રીજી નામે ઘોષિત થયાં.
તેઓશ્રીનું જીવન શાંત, સરળ અને સેરુસેવાને સમર્પિત હતું. જ્ઞાનાભ્યાસ સાથે તપને પણ પ્રાધાન્ય આપતા. તેમણે ૧૨ શિષ્યાઓનું ગુરુપદ સ્વીકારી ‘શિવમંડળ”ના પ્રવતિનીપદને પણ વર્ષો સુધી શોભાવ્યું. પોતાની જીવનચર્યા દ્વારા તપ-ત્યાગને આદર્શ રજૂ કર્યો.
દ્વાદશ પર્વવ્યાખ્યાન, સંસ્કૃતના ચૈત્યવંદન સ્તુતિ, આનન્દઘન ચેવશી, દેવચંદ્ર વીશી આદિ તેમનાં ઉપયોગી પ્રકાશને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org