________________
૭૯૯ ]
[ શાસનનાં શ્રમણરત્નો પૂ. સાધુ-સાધ્વીઓના સતત સમાગમે તેમની આ ભાવના ફળવતી બની; અને માત્ર ૧૭ વર્ષની ઊગતી યુવાનીમાં જ, વિ. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ પાંચમના મોટા આસંબિયામાં અલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે ભાગ્યવતી પ્રવજ્યા અંગીકાર કરી. તેમને પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વી શ્રી રત્નરેખાશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં.
પૂ. સાધ્વીશ્રી રત્નરેખાશ્રીજી મહારાજ ત્યાગમાગના સ્વીકાર સાથે પૂ. ગુરુદેવની સેવાશુશ્રષા, વૈયાવચ્ચ, વિનયાદિ વડે જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની ગયાં. ૬ કર્મ ગ્રંથ, ૪ પ્રકરણ, તત્ત્વાર્થ (અથ સહિત), વ્યાકરણ, ન્યાય, કાવ્ય, સંસ્કૃત બે બુક સાથે તેઓશ્રીએ ધર્મશાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની આ જ્ઞાનગરિમા એટલી તે આગળ વધી કે તેઓશ્રીએ: ૧. અંતરનાં અમી (ગહેલીઓ), ૨. અમીવર્ષા (વરસીતપનાં ગીત), ૩. પરમેષ્ઠી ગુણ સરિતા (પૂજા, સ્વરચિત દુહાઓ), ૪. હૃદયવીણાના તારે તારે (પ્રાચીન દુહાઓ) વગેરે પુસ્તકોનું સંપાદન કરવામાં સક્ષમ બન્યાં. પૂજ્યશ્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ આદિ સ્થળોએ વિહાર તેમજ ચાતુર્માસે કરી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો પ્રવર્તાવ્યાં. અનેકને ધમમાગે આકૃષ્ટ કર્યા, અને ત્યાગમાર્ગમાં પણ જેડ્યાં. તેઓને ખુદને જ સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજી, શ્રી આત્મગુણાશ્રીજી, શ્રી હિર્ષાવલીશ્રીજી આદિ શિષ્યા-પ્રશિષ્યાનો વિશાળ પરિવાર છે. અયન અને અધ્યાપન એ પૂજ્યશ્રીના જીવનનું એક મહત્ત્વનું અંગ રહ્યું છે. આવાં ઉત્કૃષ્ટ જ્ઞાનોપાસક પૂ. સાદવજી શ્રી રત્નરેખાશ્રીજી મહારાજને શતઃ વંદના !
-
-
“ ફિલોસોફી ઓફ સાધના દન જેનિઝમ” ઉપર પી.એચ.ડી. થયેલાં પૂ. સાધ્વીરત્ન શ્રી જયદશિતાશ્રીજી મહારાજ
વતન કચ્છ પણ વર્ષોથી વ્યવસાય અથે મહારાષ્ટ્રમાં આવેલા અને ચાલીસ ગામમાં વસેલા શ્રી વીરચંદ વાલજી મોમાયાનાં ધર્મપત્ની નવલબાઈની કુક્ષીએ ઈ. સ. ૧૫૪ ના મે મહિનાની પહેલી તારીખે એક પુત્રીરત્નનો જન્મ થયે. સૌને આકર્ષિત કરે તેવું તેમનું મુખારવિંદ હતું અને નામ પણ એને અનુરૂપ એવું ‘ચિત્રા” પાડવામાં આવ્યું. તેમનો જન્મ મોસાળમાં મધ્યપ્રદેશના ખરમોન નગરે થયા હતા. વતન ગુજરાતમાં, જન્મ મધ્યપ્રદેશમાં અને ઉછેર મહારાષ્ટ્રમાં. આમ વૈવિધ્યના ત્રિવેણી સંગમમાં ચિત્રાબહેન પણ વૈવિધ્ય ક્ષેત્રે પારંગત બનવા સાથે ધર્મસંસ્કારથી પણ નવપલિત બનતાં ગયાં. અભ્યાસમાં પણ આગળ વધીને બી. એસસી. (વનસ્પતિશાસ્ત્રરસાયણશાસ્ત્ર) ૧૯૭૩ માં તથા એમ. એસસી. (વનસ્પતિશાસ્ત્ર) ૧૯૭૫ માં પ્રથમ વર્ગમાં પાસ કરી બે વર્ષ પાર્ટ ટાઈમ ડેમોસ્ટ્રેટર તરીકે અને ચાર વર્ષ લેકચરર તરીકે સામૈયા કૉલેજવિદ્યાવિહાર–મુંબઈમાં સેવા આપેલ. આ દરમ્યાન તેમની વૈરાગ્યભાવનાના પ્રબળ ઉદયથી સં. ૨૦૩૬ ના વૈશા સુદી ૧૩ ના રોજ પાલીતાણુ મુકામે પૂ. આ. શ્રી યશોભદ્રસૂરિજી મ. સાહેબે તેમને દીક્ષા આપી. પૂ સા. શ્રી જયલક્ષમીશ્રીજી મહારાજશ્રીને ગુરુપદે સ્વીકાર્યા. પાંચ ભાષા જાણનારાં આ પૂ. સા. શ્રી જયશિતાશ્રીજી મહારાજે ધમ ઉપાસના કરતાં કરતાં “ફિલોસોફી ઓફ સાધન ઈન જેનિઝમ” વિષય ઉપર મહાનિબંધ લખીને ભાવનગર વિશ્વવિદ્યાલય તરફથી પી.એચ.ડી. ની ડિગ્રી મેળવી. આમજનતાની જ્ઞાનપિપાસા સંતોષવા કથિત મહાનિબંધને પુસ્તકાકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org