________________
૯૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો - વડીલ માતા-પિતા અને સાસુસસરાની સેવામાં તેઓ રત હતાં જ, સાસુ-સસરાની સેવા તેઓ જીવતાં હતાં ત્યાં સુધી અખંડ કરી. વયેવૃદ્ધ એમની સેવા કરનારુ કેઈન હતું. પરમાત્માને માર્ગ પણ નિઃસ્વાર્થને છે. જે સ્વાથી છે તે આત્મા ભલે બીજાનું કાર્ય તે સાધી શકતો નથી— પણ પિતાનું પણ ઈ બેસે છે.
ઘેર રહીને પણ ધમથી વાસિત જીવન જીવતાં માતાપિતાના અનહદ ઉપકારોને શે ભુલાય? મીડાબાઈ એ તત્કાલ સેવાધમને એ જ માગ સ્વીકાર્યો. સંસારમાં રહીને માતાપિતાની ભક્તિ કરતાં પણ સંસારથી અલિપ્ત રહીને જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સ્વાધ્યાયાદિની ધર્મપ્રવૃતિ જ કરતાં
જ્યારે માતાપિતા સ્વર્ગે ગયાં ત્યારે થોડા સમયમાં જ સંસારને ત્યાગ કરવા તત્પર બની ગયાં. કુટુંબીઓના કથનને માન આપી સમેતશિખર આદિ તીર્થની યાત્રા કરી અને ત્યાર બાદ વર્ષોથી ઝંખી રહેલાં ખેતબાઈ ૨૦૦૬ના વૈશાખ વદ-૩ના વૈરાગ્યને માગે નીકળી પડ્યાં. એમનું જીવન મૈત્રી પ્રેમભાવથી વાસિત અને ઉજજવલ હતું. એટલે દાદા ગુરુએ એમનું નામ સાધ્વી શ્રી ખીરભદ્રાશ્રીજી રાખી પૂ. પ્રવતિની મહત્તરા સાધ્વીજીશ્રી ગુલાબશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્ય તરીકે જાહેર કર્યા.
એમના ગુરુ દેવ જેવા હતાં. ગુરુનું સાંનિધ્ય થોડા સમયનું રહ્યું. એ સમયમાં રહીને પોતાના બધા વડીલોની સેવાભક્તિ કરવા લાગ્યાં. બે વર્ષમાં તે એમના ગુરુ કાળધર્મ પામ્યા. દાદા ગુરુશ્રી ગુલાબશ્રીજી મ. તથા શ્રી લાભશ્રીજી મહારાજ બધાં મેટાં વૃદ્ધ હતાં. એ બધાંને વિનય અને સેવા ભક્તિપૂર્વક ખૂબ જ સાચવતાં હતાં. દીક્ષા લઈને ગુરુપાતંત્ર્યપણામાં રહીને વડીલોની લાગલગાટ ૨૨ વર્ષ સુધી માંડવીમાં જ રહીને બધાની વૈયાવચ્ચ ભક્તિ કરી. ૨૨ વર્ષ સુધી એક જ સ્થાનમાં રહ્યાં. યાત્રા કે બીજા મહોત્સવાદિ પ્રસંગોમાં જવાની વાત જ નહિ. વડીલેના મનને લેશ માત્ર દુઃખ ન થાય એ જ એમનું લક્ષ અને મોક્ષને પક્ષ એ રીતે જીવન જીવતા હતા. એમનું ખીર જેવું ઉજ્જવલ નામ સાર્થક કરતાં ને નાનામોટાને આદર્શરૂપ બનતાં હતાં.
જેમ સંસારમાં એમનું હુલામણું નામ હતું તેમ સંયમ જીવનમાં પણ એમના કુટુંબીઓ બાઈ મહારાજ”ના નામથી બોલાવતાં ૨૨ વર્ષ સુધી માંડવીમાં રહીને નાનાં મોટાં બધાંનાં મનને જીતી લીધાં હતાં. સાચું કહેવામાં જરા પણ સંકેચ નહિ. કડક શબ્દો પણ બધાને યોગ્ય લાગે એવી વાણીથી કથતાં. ૨૨ વર્ષ એક જ સાથે રહીને પિતાના વડીલેની સેવા કરતાં ને પોતાનાં શિા–પ્રશિષ્યાઓને પણ સેવામાં સહભાગી બનાવતાં. વડીલે જ્યારે સ્વર્ગ સંચર્યા ત્યારે પિતાના ઉપર જવાબદારી આવી, તે પણ ક્ષેમકુશળતાપૂર્વક સલાહ માગદશન આપતાં. ૬૭ વર્ષની ઉંમરે પ્રથમ વાર શંખેશ્વર તીર્થની યાત્રા કરી. સિદ્ધગિરિની પણ યાત્રા કરી. માંડવીના શ્રાવકેને આગ્રહ હતો કે, “આપ હવે વયેવૃદ્ધ થયાં છે, તે વિહાર ન કરો અને સ્થિરતા કરે; જેથી અમારું ક્ષેત્ર પણ ખાલી ન રહે. ત્યારે ગુરુદેવે જણાવ્યું: “મારાથી વિહાર થાય છે ત્યાં સુધી કઈ એક સ્થાનમાં ન રહેવાય.” એટલે જુદાં જુદાં સ્થાનમાં યાત્રા કરી તથા અનેક જીને ઉપદેશ દેતાં ગામેગામ વિચરવા લાગ્યાં. ૮૪ વર્ષની ઉમર સુધી વિહાર કર્યો. ધન્ય છે એમની સંયમનિષ્ઠાને!
પૂજ્યશ્રીને સ્વાધ્યાય ઉપર પણ એટલે જ પ્રેમ. પિતાની ધર્મક્રિયા થઈ જાય એટલે સ્વાધ્યાયમાં જોડાઈ જતાં. ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલે આ ઉંમરે સ્વાધ્યાય કરતાં. જ્ઞાન ઉપર એટલી જ રુચી. ૮૭ વર્ષની ઉંમર સુધી એક એક સ્તુતિ જેવી પણ ગાથા ગોખતાં. વષીતપ, અઠ્ઠાઈ વગેરે તપસ્યા પણ કરેલ. પછી સેવાભક્તિના કારણે તપ થઈ શકતું ન હતું. પણ ત્યાગની લગની ખૂબ જ હતી. દ્રવ્ય બને તેટલાં ઓછાં વાપરતાં. અસુઝતુ અને આધાકમી આહાર માટે અરુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org