________________
[ શાસનનાં શ્રમણીરત્નો પૂજ્યશ્રીના સંયમજીવનમાં તપ-જપ પણ નિરંતર ચાલતાં રહ્યાં છે. અઠ્ઠાઈ સેળભળુ, વિશસ્થાનક, નવપદ, પાંચમ, વર્ધમાનતપ વગેરે તપશ્ચર્યા કરી છે. નવકારમંત્ર ૧૮ હજાર ઉપર લખેલ છે. ધ્યાન નિરંતર ચાલું છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય-સિદ્ધગિરિની ૯-૯ તો નવાયાત્રા કરી છે. પૂજ્યશ્રીએ કચ્છ, હાલાર, જામનગર, પાલીતાણુ, માંડલ વગેરે સ્થાનમાં ચાતુર્માસ કર્યા છે અને કચ૭, હાલાર, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશમાં વિહાર કરીને સ્વ-પર કલ્યાણની સાધના સાથે વિવિધ શાસનપ્રભાવના પણ કરી છે. અનેક ઓચ્છવ-મહોત્સવ અને પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની પ્રેરણાથી સુસમ્પન્ન બન્યાં છે. પાલીતાણા કન્યા વિદ્યાલયમાં મણિબહેન મેઘજી શાહ તરફથી પૂજ્યશ્રીની પ્રેરણાથી દાન પણ પ્રાપ્ત થયેલ છે. પૂજ્યશ્રીની ઉત્કૃષ્ટ સંયમસાધના સાથે તેઓશ્રીએ અનેકને ધર્મમાગે અને ત્યાગમાગે પણ જોડ્યા છે. તેઓશ્રીને સાચવશ્રી ઉત્તમશ્રીજી, શ્રી ગુણલક્ષ્મીજી આદિ શિષ્યા-પ્રશિષ્યાનો વિશાળ પરિવાર છે.
આવાં પરમ જ્ઞાનોપાસક અને ધર્મ પ્રભાવક પૂ. સાધ્વીરત્નશ્રી મુક્તિશ્રીજી મહારાજને કેટિ કે ટિ વંદન હો !
યોગનિશ શ્રમણીરન પૂ. સાધ્વી શ્રી ગુણદયશ્રીજી મહારાજ કચ્છની ધિંગી ધરા પર આવેલું ભુજપુર ગામ એ પૂજ્યશ્રીની પાવન જન્મભૂમિ. પિતા ખેતશીભાઈના ગૃહે અને માતા ખીમઈબાઈની કુક્ષીએ સં. ૧૯૮૨ના અષાઢ સુદ બીજે આ પુણ્યાત્માનું આગમન થયું અને જીવીબહેન નામ પાડ્યું બાલ્યકાળથી જ વૈરાગ્યરસથી ભરપૂર જીવન. યુવાવસ્થાએ પહોંચતાં વૈરાગ્યભાઈ વિશેષ દઢ થયો અને ત્યાગમા જવાની તાલાવેલી જાગી. પરંતુ માતાપિતાનું વાત્સલ્યભર્યું હૈયું મહાધીન થઈને દીકરીને ખાંડાની ધારે ચાલવા આજ્ઞા આપવા સંમત ન થયું. તેમ છતાં જીવીબહેન પોતાના વિચારોમાં દઢ રહ્યાં. નાની વયમાં મુમુક્ષપણે જ પિતાના ગુણને લીધે જીવીબહેને આખા ગામનું અસીમ માન અને સ્નેહ સંપાદન કર્યા હતાં. સાથે સાથે બહુશ્રુત વિદ્વાન, સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય તથા જેન–જેનેતર ધર્મશાસ્ત્રોના પંડિત પ્રજ્ઞાચક્ષ શ્રી આણંદજીભાઈનું ધ્યાન પણ આકષ્ટ કર્યું હતું, જેના પરિણામે તેઓશ્રીના સાંનિધ્યે અભ્યાસ કરવાનું જીવીબહેનને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, છંદ, જેન તત્ત્વજ્ઞાન વગેરેનું તલસ્પર્શી જ્ઞાન મેળવવામાં તેઓ એવાં ઓતપ્રેત બની ગયાં કે આખરે તેમણે મેળવેલ જ્ઞાન એક આકર્ષક અનોખી પ્રતિભામાં પરિણમ્યું.
મરજીવાની જેમ સબુરુના સમાગમની સતત ઝંખના સેવતાં જીવીબહેનને એક પુણ્ય ઘડીએ પરમ તપસ્વી પૂજ્ય સાધ્વીશ્રી જગતશ્રીજી મ.ને યોગ પ્રાપ્ત થયું. ઝવેરી હીરાને પારખી લે તેમ પૂ. જગતશ્રીજી મહારાજે જીવીબહેનની જિનમાર્ગે જવાની ઉત્કટ જિજ્ઞાસા જાણે જિનેશ્વરના માર્ગના માર્મિક સિદ્ધાંતે સમજાવ્યા. જીવીબહેનમાં તેમને એક મહાન વિભૂતિ તરીકેની શક્તિઓ દેખાઈ રહી હતી. અગ્નિપરીક્ષામાં તેનું આખરે સોનું જ કરે તેમ જીવીબહેનની પરિશુદ્ધ શ્રદ્ધા અને અતૂટ અડગતા કુટુંબીજનોમાં પ્રતીતિકરૂપે પુરવાર થતાં બંધુ શ્રી કરમશીભાઈએ સંયમ માટે અનુમતિ મેળવી આપી. તેની ખુશહાલીરૂપે પ્રથમ સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરી આવી મુમુક્ષુ જીવીબહેન સાવરકુંડલામાં પૂ. જગતશ્રીજી મ. તથા પૂ. હરિશ્રીજી મ. પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org