________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૭૯૩ સંયમની તાલીમ મેળવી કટિબદ્ધ બન્યાં. ભુજપુરમાં પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ.ની પાવન નિશ્રામાં કુટુંબીજનેએ દીક્ષાનો મહોત્સવ માંડ્યો. વિ. સં ૨૦૦૮ના માગસર સુદી ૧૦ના મંગલ દિને દાદાસાહેબના વરદ હસ્તે જીવીબહેને સંયમરત્ન પ્રાપ્ત કર્યું. તેમને પૂ. જગતશ્રીજી મ. નાં શિષ્યા બનાવી યથાર્થ એવાં સાધ્વી શ્રી ગુણાદયશ્રીજી નામથી અલંકૃત કરવામાં આવ્યાં.
સંયમજીવનની સાથે સાથે પૂ. ગુરુદેવશ્રી જગતશ્રીજી મ.નું શિરછત્ર પ્રાપ્ત થતાં પૂ. સાધ્વીશ્રી ગુણોદયશ્રીજી મહારાજ આરાધના-સાધનાના અમીપાનમાં લયલીન બની ગયાં. ગુરુમૈયાનાં ચરણ અને અષ્ટ પ્રવચનમાતાનું શરણ પ્રાપ્ત થયા પછી શેની કમીના રહે! જિનાજ્ઞા અને ગુજ્ઞાના પ્રશસ્ત માગે તેમને ત્યાગમાગ ઉન્નત બનવા લાગ્યા.
કચ્છના બાડા ગામે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો. પૂ. ગુણોદયશ્રીજી મ. ના જોગ પણ ચાલુ હતા. પૂ. ઉપા. શ્રી ગુણસાગરજી (ત્યાર બાદ અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી) મહારાજ ત્યાં બિરાજમાન હતા. તેમનાં વયેવૃદ્ધ બામહારાજ શ્રી ધર્મશ્રીજી મ.ને ભદ્રેશ્વરથી અહીં લઈ આવવા તેઓશ્રીએ કેઈ બે સાધ્વીમહારાજેને મોકલવા સૂચન કર્યું. કેઈ જવા તૈયાર ન થતાં પૂ. ગુણોદયશ્રીજીએ ગુજ્ઞા મેળવી; અને જેગ પૂર્ણ થતાંની સાથે પારણાના દિવસે જ પોરસી બિયાસણું કરી, બીજા એક સાદવીમહારાજને લઈ વિહાર કર્યો. લાયજા થઈ ભદ્રેશ્વર પહોંચ્યાં. પૂ. સાધ્વી શ્રી ધર્મશ્રીજી મ.ને ડોળીમાં સાથે લઈ ભુજપુર થઈમેટી ખાખર જતાં ગામની નજીક જ પૂજ્યશ્રીને વીંછી કરડ્યો. મોટી ખાખર પહોંચ્યાં પણ બાડા સમયસર પહોંચવા, કેઈ ઉપચાર કરાવ્યા વગર, ફક્ત પગે પાટો બાંધી સાંજના જ ત્યાંથી વિહાર કરી નાની ખાખર બાડા પહોંચ્યાં. કેટલી બધી હિંમત અને હામ ! એક તે જગ કરીને તુરત જ વિહાર અને તેમાં વીંછીના ડંખની વેદના !!
પૂજ્યશ્રી જેવાં ગુજ્ઞાપાલક અને સમતાધારક હતાં એવાં જ મૌન અને યોગનાં સાધક હતાં. તેઓશ્રીએ મૌનપૂર્વક ચાર તો ચાતુર્માસ કર્યા હતાં. નિત્ય સવારે ૪ કલાક મૌન ધરતાં. જગત આખું જ્યારે નીંદરમાં પિતતું ત્યારે પૂજયશ્રી અપ્રમત્તપણે મહામંત્રાદિના જાપ જપતાં. ૪-૪ કલાક સુધી ધ્યાનમાં લીન બની ગસાધના સાધતાં. એ જ રીતે તેઓશ્રી કલાકેના કલાકે પ્રભુસન્મુખ એક ધ્યાને બેસી ભક્તિ ભાવતાં. આ સાવ સાધના-આરાધના કે ભક્તિ ૩-૩ ડિગ્રી જેવા તાવમાં પણ અખલિત વહેતી
પૂજ્યશ્રી આત્માથી અને તેટલાં જ પરમાથી હતાં. તેમના વિચારોમાં પરહિત ચિંતા, વચનમાં ગુણાનુવાદ અને વર્તનમાં દયા-કરુણા ઝળકતાં હતાં. તેમની વાત્સલ્યઝરતી વાણીમાં માધુર્યના મીઠા સ્ત્રોત વહેતા. સામી વ્યક્તિના ગુણોની અદ્ભુત અનુમોદના કરી એના દોષ પ્રત્યે વાત્સલ્યભરી કેર કરવાની કેઈ અનોખી શૈલી એમને હસ્તગત હતી. પરિણામે ગમે તેવી વાત પણ પ્રસન્નતાથી સામેની વ્યક્તિ સ્વીકારી લેતી. દોષિત વ્યક્તિને તેઓ નિર્દોષ, નિખાલસ અને નિરહંકારી બનાવી દેતાં.
પૂજ્યશ્રી પોતાના દરેક નિયમમાં ચોકકસ રહેતાં. તેમના જીવનમાં વ્યવહાર અને નિશ્ચયને અદ્ભુત સમન્વય પણ હતો. કઈ પણ સમસ્યાના ઉકેલ માટે તેમની હૈયાઉકલત કારગતી બનતી. એક વાર ગુરુદેવ પૂ. જગતશ્રીજી મ. ને મેરાઉ ગામમાં લક થયો. ગુરુદેવની ઔષધ લેવાની સ્પષ્ટ ના સામે શ્રીસંઘે પણ ઉપચાર કરાવવા માટે જીદ પકડી. શ્રીસંઘના આગેવાન અને ભાવિકે ઉપાશ્રયના દ્વારે જ ભૂખ હડતાલ પર ઉતર્યા. ઉપચારો અનિવાર્ય હતા અને પૂ. ગુરુદેવના બેલનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org