________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૭૮૭
પૂ. રતનશ્રીજી મ. સા. વર્તમાનમાં આપણી વચ્ચેથી ચીર વિદાય લઈને અનંતની યાત્રાએ પ્રયાણ કરી ગયાં છે, ત્યારે પૂજયશ્રીએ બતાવેલા રાહ પર ભક્તિનું ભાથું લઈને આપણે સૌ આપણા જીવનને ધન્ય બનાવીએ, દિવ્ય બનાવીએ, એ જ ખરા અંતઃકરણપૂર્વકના યાચના, પ્રભુ પાસે માંગીને વિરમું છું.
- બંકિમભાઈ ટી. કરવા
[મુંબઈથી પ્રગટ થતા “કચ્છી દશા ઓસવાળ પ્રકાશ સમીક્ષા માસિકમાંથી સાભાર ઉધૃત.]
પ્રતિભાસમ્પન્ન. શાસને પ્રભાવિકા પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ પરમ વંદનીય પૂ. સા. શ્રી હેમલતાશ્રીજી મ. સા. નો જન્મ વિ. સં. ૧૯૭૨ ના કચ્છ મેટા આસંબિયાનાં શ્રીમાન શ્રેષ્ઠીવર્ય મણશીભાઈ તથા શ્રાવિકા રતનબાઈને ત્યાં થે. સંસારી નામ હીરબાઈ રાખવામાં આવેલ. બચપણથી જ નીડર અને નિખાલસ સ્વભાવનાં હતાં. યોગ્ય ઉંમરે વ્યવહારિક અભ્યાસ પૂર્ણ થતાં છ પુનડીના શ્રીમાન શેઠશ્રી પુંજાભાઈ કેશવજીના સુપુત્ર પ્રેમજીભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
પરંતુ અલપ સમયમાં જ કુદરતની કર દૃષ્ટિ પડતાં એ સંબંધ પૂરો થયો. પિતાની લાડકવાયી દીકરી બાળવિધવા બનતાં માતા-પિતાને અસહ્ય આઘાત લાગ્યો. અને પિતાની પુત્રીને પિતાના ઘેર લઈ આવ્યાં. આજુબાજુમાં વસતી ધાર્મિકવૃત્તિની બહેનોએ અમને ધમમાં જડી દીધાં. તપ-ત્યાગ–શાસ્ત્રાભ્યાસમાં આગળ વધતાં સાધ્વીજી ભગવંતોના સંપર્કથી સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. માતાપિતાએ મેહનાં કારણે ઘણાં વરસ સુધી રજા ન આપી. છતાં તેઓ પિતાની ભાવનામાં મક્કમ રહ્યાં. આખરે ૨૭ વરસની યુવાન વયે સં. ૧૯૯ના ચૈત્ર વદ ૧૩ ના દિને ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, તેમનાં સંસારી ફેઈ પૂ. આણંદશ્રીજી મ. ન. સુશિષ્યા પૂ. પૂ. પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે જાહેર થયાં. અને તેમનું પુનિત નામ હેમલતાશ્રીજી રાખવામાં આવ્યું.
જ્ઞાનદયાન અને તપ-ત્યાગ દ્વારા પિતાના આત્માને હેમ જેવું શુદ્ધ બનાવતાં આરાધનામાં મશગૂલ બન્યાં. કચ્છ, હાલાર આદિ પ્રદેશમાં ચાતુર્માસ કરીને પોતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓ સાથે મુંબઈમાં પણ ઘણા ચાતુર્માસ કરીને સંઘોમાં ખૂબ જ જાગૃતિ આણી શાસનપ્રભાવના પ્રવર્તાવી.
છેલ્લાં પાંચ વર્ષ પરમ પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ગિરિમાં રહી, અપૂર્વ સાધના કરી. નવકાર મહામંત્રનો ખૂબ જ સ્થિરતાપૂર્વક લાખોને જાપ કર્યો. તે પોતાનાં વિદ્વાન શિષ્યાપ્રશિષ્યાના પરિવારને મૂકી સિદ્ધગિરિની છાયામાં સં. ૨૦૪૪ માં માગશર વદ ૧૧ ના અપૂર્વ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં. આવાં પ્રતિભાસમ્પન્ન સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. ના દિવ્ય આત્માને કેટ કેટ વંદન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org