________________
૭૭૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ન છે એમ તત્વથી સમજી સદૂગુરુસમાગમથી હદય વૈરાગ્યવાસિત બન્યું અને ચારિત્રમાર્ગે જવાની ભાવના બધાંની સંમતિ મળવાથી બનાવી.
દીક્ષા : પરમ ત્યાગી પૂજ્ય દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરિજી મ.ના વરદ હસ્તે કચ્છના માંડવી શહેરમાં મહોત્સવપૂર્વક સં. ૧૯૭૧ના માગસર સુદ ૧૧ના તેઓશ્રીની દીક્ષા થઈ દાદાશ્રીએ એમને પૂ. સાધ્વીજી શ્રી કસ્તૂરશ્રીજી મ.ના શિષ્યા બનાવી “રૂપશ્રીજી” નામ રાખ્યું.
જીવનઘડતર ઃ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ. પરમ ત્યાગી હતા. પિતાને સમુદાય સદૈવ રત્નત્રયીની આરાધનામાં લીન રહે તેવી અવારનવાર પોતાના સમુદાયમાં પ્રેરણું આપતા. આ ઘડતર પૂજ્યશ્રી માટે આશીર્વાદ રૂપ બનેલ. તેઓ બાહ્ય ભાવોમાં ન મૂંઝાતાં સદાય અપ્રમત્તપણે મુનિધર્મના પ્રાણુરૂપ સ્વાધ્યાયમાં મશગૂલ રહેતાં.
- જ્ઞાનની અદ્દભુત લગની અનેક સૂત્ર, ગુજરાતી પદે તેમ જ સંસ્કૃત બે બુક, કાવ્ય અને અર્થજ્ઞાન ઘણું સારું હતું. સ્વાધ્યાય પ્રેમ તે અકથ્ય હતા. એ દ્વારા તેઓશ્રી પાસેથી અનેક પ્રેરણા મેળવી જતાં. અક્ષરજ્ઞાન ન હોય એવા આત્માઓને પણ તેઓ એક એક પદ આપીને પંચપ્રતિક્રમણાદિ કંઠસ્થ કરાવતાં. તેમાં તેઓ જરાય કંટાળો ન લાવતાં. એટલું જ નહીં; સામેનાને રસથી પરિપ્લાવિત કરી દેતાં. અભ્યાસ કરાવતાં શબ્દશુદ્ધિ પર પૂજ્યશ્રીનું લક્ષ અપૂર્વ રહેતું
સંયમજીવન : નિઃસ્પૃહતા એ સંયમી જીવનની સુવાસ છે. એ સુવાસ એઓશ્રીના હદયમાં મઘમઘતી હતી. વાણી પર વિજય એ એમની પ્રત્યક્ષ સિદ્ધિ હતી. પ્રાયઃ ચાર વિગઈ એને સદંતર ત્યાગ, દીર્ઘ જીવન પર્યંત સ્વસ્થ હતાં ત્યાં સુધી એકાસણું. વિધિ સહ વીશસ્થાનક તપની આરાધના તેમ જ વર્ધમાનતપની ૩૩ ઓળીઓ, વરસીતપ, સેળ ઉપવાસ, અઠ્ઠાઈ આદિ નાની મોટી તપશ્ચર્યાએથી પોતાના જીવનને નિર્મળ બનાવેલ.
સેવાભાવની વૃત્તિ ઃ તેઓશ્રી પિતાનાં ગુણીશ્રીની નિશ્રામાં વિનયપૂર્વક રહેતાં. મોટાં-નાનાંઓ પ્રત્યે પણ એઓશ્રી ઉચિતતા જાળવતાં. ગુરુણીજીના સ્વર્ગવાસ પછી પોતાનાં ગુરુબેન પૂ. સાધ્વીશ્રી પદ્મશ્રીજી મ. ની પણ અપૂર્વ સેવા–વિનયભક્તિ આદિ કરતાં. ગુરુબહેન પ્રત્યે પણ એટલો જ પૂજયભાવ હતો.
અપૂવ પ્રભુભક્તિ : પ્રભુસ્મરણ તો એમના જીવનમાં વણાયેલું જ હતું. જાપમાં તેઓ સ્થિર રહેતાં. નવકારમંત્રનો નવ લાખ અને અરિહંતપદને કરોડ જાપ કરેલ. વિવિધ તીર્થયાત્રાઓ કરવા ઉપરાંત એમણે શત્રુંજય ગિરિરાજની નવ્વાણું યાત્રા પણ કરેલ.
શિષ્યાદિ પરિવાર ઃ તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી જગતશ્રીજી, શ્રી અમરેન્દ્રશ્રીજી મુખ્ય હતાં. હાલમાં તેમનાં પ્રશિષ્યાઓ વગેરે ઘણું જ સાત્ત્વિક પરિવાર વિચરે છે.
ચાતુર્માસ-સ્થળે? ૬૦ વર્ષના દીર્ઘ ચારિત્રપર્યાયમાં તેઓશ્રીએ વિહારનાં સ્થાનોમાં તથા ચાતુર્માસમાં અનેક સ્થળોએ સુંદર ધર્મપ્રચાર કર્યો છે. ભુજ, માંડવી, બીદડા, ભુજપુર, ગઢશીલા, લાયજા, મેરાઉ, નવાવાસ, ગોધરા, કોડાય, નાગલપુર, રાયણ, નલિયા, સુથરી, જખૌ, ફરાદી, નાના આસંબિયા, રામાણિયા, શેરડી, નરેડી, મેથારા, નાના રતડિયા, મેટા રતડિયા, સસરા, દેવપુર, કેટડા (રેહા) સાવરકુંડલા (સૌરાષ્ટ્ર) જામનગર, પાલીતાણું આદિમાં તથા વચ્ચે વચ્ચે કેટલા સંઘની વિનંતીથી કેટલામાં અલગ અલગ ૧૪ ચાતુર્માસ રહેલાં–છેલ્લાં પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org