________________
૬૭ર ]
[ શાસનનાં શ્રમણીરત્નો શાંત સ્વભાવી અને સેવાભાવી સાધ્વીશ્રી ગીત પદ્માશ્રીજીના જીવનને વિચાર કરીએ ત્યારે લાગે કે જ્ઞાનાચાર-દશનાચાર–ચારિત્રાચાર–તપાચાર–વીચાર–એ પાંચે આચારમાં તેમણે પોતાની શક્તિ અને પિતાનું વીર્ય ગોપાવ્યા વગર વિક્સાવેલ છે. પ્રકરણગ્રંથ-કમ ગ્રંથ-દશવૈકાલિકસૂત્રઉત્તરાધ્યયનસૂત્ર-સ્તવન-સન્માય આદિ અભ્યાસ દ્વારા સુંદર જ્ઞાનાચારની આરાધના કરેલ છે. દર્શનાચાર અને ચારિત્રાચારમાં તેમનું વીર્યકુરણ છે જ. છતાં તેમણે જે ઉત્કૃષ્ટ તપ આરાધ્યું છે અને એ તપ દ્વારા જે સુંદર શાસનપ્રભાવના કરી છે તે પૂર્વકાળના મડપિઓની તપશક્તિને સાક્ષીભાવ અને શ્રદ્ધા પ્રગટાવે છે એ જોઈને તેમનું નામ મરણ થતાં જ મસ્તક નતભાવે ઝૂકી પડે છે.
સંસારી અવસ્થામાં જ તેઓશ્રીએ અઈચત્તારિ-અદ્-દસ-દસ, સાળ ઉપવાસ-ઉપધાન તપ આદિ તપ કર્યો. અને સંયમધમમાં તેમની તપશક્તિ સોળે કળાએ વિકસ્તિ થઈ રહ્યા બાદ દક્ષિણમાં વિચરતાં સર્વ પ્રથમ માસક્ષમણ પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના પરમ આશીર્વાદથી સાધ્વી શ્રી ચંદ્રશયાશ્રીજી તથા સાધ્વીશ્રી ગીત પદ્મશ્રીજીએ પ્રથમ અહમદનગરમાં માસક્ષમણ કરેલ. એ સમયે આ તપસ્વી સાધ્વીયુગલની તપશ્ચયો એટલી બધી સુંદર તપ-જપપ્રસન્નતા અને શાતાપૂર્વક થયેલ કે લે કે દર્શન કરવા આવે ત્યારે અશ્વ અનુભવતા કે આટલી તપશ્ચર્યા, છતાં આટલી કૃતિ ! આટલી અપ્રમત્તભાવે આરાધના ! ત્યાર બાદ ધીમે ધીમે તેઓની શક્તિ વિકસિત બની. સાવીશ્રી ગીત પધાશ્રી - એ પોતાના જીવનનું ૩૬ ઉપવાસ, ૪૨ ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૨૮ ઉપવાસ, વીસ વાર ૨૦ ઉપવાસ, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈ ૨૬ માસક્ષમણ, સળંગ ૩૭૫ આયંબિલ, શ્રેણિતપ, ભદ્રતપ, ૩ વર્ષીતપ, ૨૦ સ્થાનકની આરાધના, ઉવસગ્ગહર. સૂત્રના ૧૮૫ અક્ષરની આરાધના કરતાં ૧૧૦ અડ્રમ પરિપૂર્ણ કરેલ છે. આવી અનેક દીધી તપશ્ચર્યા કરેલ છે. જ્યારે વીસ ઉપવાસ દ્વારા વીસ વાર વીસ સ્થાનકની આરાધના કરી ત્યારે પૂ. ગુરુદેવે આશીર્વાદ આપેલ કે, ‘૨૦ માસક્ષમણ દ્વારા અરિહંતપદની આરાધના કરો.” આશીવાદ પ્રાપ્ત થવા એક વાત છે; આશીર્વાદને પુરુષાર્થ દ્વારા સફળ કરવે! બીજી વાત છે. પૂ. ગુરુદેવના આશિષને સફળ કરવા પૂ. સા. શ્રી ગીતપદ્માશ્રીજી મહારાજે અને ૫. સા. શ્રી ૮ મદ્રાસ ચાતુર્માસ દરમિયાન માસક્ષમણને પ્રારંભ કર્યો. માત્ર પાંચ વર્ષના અપ કાળમાં ૨૦ માસક્ષમણની આરાધના પૂર્ણ કરી. એ આરાધનામાં પણ એક મહિનો મૌન, વિશેષ જાપનું આરાધન અને સ્વાધ્યાય. એટલી બધી સમતા કે પીવાનું પાણી પણ ઠંડુ હોય કે ગરમ હોય, હેલું–મોડું થાય તો પણ કઈ દિવસ ફરિયાદ નહિ. પિતાની તપશ્ચર્યા દરમિયાન બીજા સાધ્વીજી માસક્ષમણ તપશ્ચર્યામાં જોડાયાં હોય તો અવસર મળતાં તેમની વૈયાવૃત્ય કરવાનો લાભ લઈ લે.
તપલબ્ધિ કેવી હોય એ સાક્ષાત્ જોવાની ઇચ્છાવાળા અભિલાષીએ અવશ્યમેવ પૂ. સા. શ્રી ગીતપદ્માશ્રીજી મહારાજના દર્શનનો લાભ લેવો. મદ્રાસમાં પૂ. આચાર્ય દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ૨૩૭ માસક્ષમણની ભવ્ય આરાધના થઈ તેમાં સર્વ પ્રથમ માસક્ષમણ પૂ. સા. શ્રી ગીતાપાશ્રીજી મહારાજનું હતું, અને અંતિમ માસક્ષમણ પણ તેમનું જ હતું. તમનાં ૨૫ માસક્ષમણની પૂર્ણાહુતિ મદ્રાસ સંઘે પૂ. આચાર્યદેવશ્રી રાજયસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લઈ ધામધૂમથી ઊજવી. પચીસમાં માસક્ષમણે દરેક અડ્ડમનું પચ્ચક્ખાણ મદ્રાસવાસી ભાવિકોએ વાજતેગાજતે તપસ્વીને પિતાનાં ગૃહાંગણે પર્દાપણ કરાવીને, કોઈને કેઈ અભિગ્રહ ધારણ કરવાપૂર્વક કરાવેલ.
પિતાના જીવનમાં ૧૦૮ માસક્ષમણ કરવાની તેમની તીવ્ર ભાવના છે. પરંતુ આ કલિકાળ સંઘયણ અને કાળનો પ્રભાવ અને અનુભવવો પડે છે. પોતાની ભાવનાને પરિપૂર્ણ કરવા, આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org