________________
૭૦૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ન તપશ્ચર્યા અપ્રમત્તપણે કરેલી તેથી તેમનું દર્શન કરનાર તેમની તેજસ્વિતા જોઈને ધર્મ પામતાં. સ્વનું કાર્ય તે જાતે કરે જ; પરંતુ તે સિવાય પિતાને સ્વાધ્યાય-કાઉસ્સગ-રાત્રે જાપ વિ. તે હંમેશાં ચાલુ જ હોય. ઊડીને આંખે વળગે તે વૈચ્યાવચ્ચ ગુણ પણ અનુપમ હતા. શિષ્યના હૈયામાં તે સદાય ગુરુને વાસ જ હોય, પરંતુ ગુરુના હૈયામાં શિષ્યનું સ્થાન પ્રાપ્ત કરવું દુષ્કર છે. આ દુષ્કર કાર્ય પણ તેઓએ વિનય-નમ્રતા દ્વારા સુકર બનાવ્યું. સાધુ-જીવનને પ્રાણ સ્વાધ્યાય છે. સંયમજીવનમાં સર્વ નિજરાનાં કાર્ય પતાવી સિવાયના સમયમાં સ્વાધ્યાયમાં તથા વાંચનમાં રહેતાં. અપ્રમત્ત તપશ્ચર્યાની સાથે ત્યાગ પણ એ ઉત્કટ કેટીના જીવનમાં વણાયેલ હતા. હદયની વિશાળતા એવી કે નાનાં સાધ્વીજીઓની ભૂલને પણ પિતે ઓઢી લેતાં, તેમના ગુણોને આગળ કરતાં.......
નાગેશ્વરથી અમદાવાદ તરફ ઉગ્ર વિહાર કરતાં કરતાં રતલામ પહોંચ્યાં. શ્રાવકને ઘેર પગલાં કર્યાં. સાંજના ગોચરી વાપરીને બાજુમાં જ કરમંદી તીર્થ જ્યાં મિનિ પાલીતાણા છે, તેની યાત્રા કરવાની તમન્ના ને વિહારની તૈયારી. અમે ભેટ ભેટ બાંધતાં હતાં. તેઓ વડીનીતિ જઈને પા-૯ વાગે દાદર ચઢી ઉપાશ્રયમાં ઉપર આવતાની સાથે કહે: “મને કંઈક થાય છે.” ત્યાં જ નવકારની ધૂન ચાલી...પિતાની નાની પુત્રી રાજરત્નાશ્રી અને વિનીતપ્રજ્ઞાશ્રીજીના મુખે છેલ્લે નવકાર સાંભળ્યું ને ૬ ને ચાર મિનિટે નશ્વર દેહમાંથી અવિનાશી આત્માએ કલેવરનો ત્યાગ કર્યો.
એક પ્રકાશિત દીવડો બુઝાઈ ગયે....અનેકને પ્રકાશિત કરી વિ. સં. ૨૦૪૮ ના ફાગણ વદ (મારવાડી મિતિ મહા વદ ) બારસના દિવસે થઈ ગયા. દેવલોક-એવાં પૂ. તીર્થ શ્રીજી મહારાજને ચરણે આપના જ બાળશિશુની કેટ કોટિ વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org