________________
શાસનનાં શ્રમણીરત્ન !
[ ૭૫૩ પૂ. સાધ્વીજી શ્રી વસંતશ્રીજી મહારાજ તેમનો જન્મ રૂપપુરમાં સં. ૧૯૭૯માં શ્રાવણ સુદ ૧૫ના દિને થયો હતો. તેમની દીક્ષા પાલીતાણામાં સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૧૦ના રોજ થઈ હતી. તેમની વડી દીક્ષા સં. ૧૯૯૩ના પિષ વદ છઠ્ઠના દિવસે સિહોરમાં થયેલી.
તેમણે વિશસ્થાનકની ઓળી, સિદ્ધિતપ, માસક્ષમણ, અઠ્ઠાઈ, ધમચકતપ, આદિ અનેક નાનાં-મોટાં તપ કર્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ, કલકત્તા, સમેતશિખરજી આદિ ક્ષેત્રોમાં વિચરી અનેક જીને ધર્મ પમાડ્યો છે. તેમને શિષ્યા-પ્રશિષ્યાઓ મળીને ૨૦ પરિવાર છે જે નીચે પ્રમાણે છે :
સા. શ્રી વિનયપ્રભાશ્રીજી, નેહલતાશ્રીજી, કલ્પલતાશ્રીજી, સૂર્યલતાશ્રી, ધર્મરત્નાશ્રીજી, હર્ષ પૂર્ણાશ્રીજી, ચંદ્રગુણાશ્રીજી, પ્રિયધર્માશ્રીજી, નયતત્ત્વજ્ઞાશ્રીજી, નયનપ્રભાશ્રીજી, પુનિતધર્માશ્રીજી, પીયૂષપૂર્ણાશ્રીજી, શીલપૂર્ણાશ્રીજી, નિમળપ્રભાશ્રીજી, મુક્તિરત્નાશ્રીજી, રાજરત્નાશ્રીજી, પ્રશાંતપૂર્ણાશ્રીજી, હિતદર્શિતાશ્રીજી સમ્યગદશિતાશ્રીજી આદિ.
પ્રબળ જ્ઞાનોપાસક, તપસ્વિની અને શાસનપ્રભાવિકા
પૂ સાધ્વીજી શ્રી વિબોધશ્રીજી મહારાજ ભીતરની દુનિયાને અજવાળવાની હામ જ્યારે ચાંદ-સિતારાઓએ ન ભીડી, સૂરજનું તેજ પણ ગુફામાં પહોંચવા અસમર્થ બન્યું ત્યારે કેડિયાના કાળજે સમર્પણને ભાવ જાગ્યો અને થોડું રૂ, પળી જેટલા તેલથી અજવાળું પ્રજળી ઊઠયું, પ્રકાશ રેલાઈ ઊઠયો. આવા એક કેડિયા સમાં પૂ. શ્રી વિબોધશ્રીજી મ. સા.ના મનડામાં સંસારની અસારતાને જ્ઞાનપૂંજ જાગ્યો અને વીતરાગના પંથે જઈ આજે કેડિયા-સમ સમર્પણની ભાવનાથી પિતાના જ્ઞાનપૂજથી અનેક જીવોને સન્માગે દેરી રહ્યાં છે તેમ જ પરમ હિતકારી સાગર–સમ હૃદયવાળાં પૂજ્યશ્રીની છાયામાં અનેક જીવે શાતા પામી રહ્યા છે, ધમને આરાધી સ્વ–પર આત્મકલ્યાણના માર્ગે આગળ વધે છે એવાં પૂજય વિબોધશ્રી મ. સા.ને શત-કેટિ વંદન હો !
ક્યારેક પ્રબળ સંચિત કર્મબળે કેઈનો આત્મા અચાનક સંસારની અસારતા પામી જાય છે, જેમ સ્વિચ દાબતાં વિદ્યુત ઝબકી ઊઠે અને પ્રકાશ રેલાય તેમ એના હૈયામાં જ્ઞાનજયેત પ્રગટી ઉઠે અને પછી મોરનાં ઈંડાં ચીતરવા ન પડે તેમ ઉત્તમ કુળના સંસ્કાર એને વીતરાગના પંથે લઈ જાય અને એ ચાલી નીકળે છે. એવા જ એક ઉત્તમ કુળ ધરાવતા સામેત્રા (જિ. મહેસાણા) નિવાસી ડોસાભાઈ અભેચંદ પરિવારમાં શ્રી ગોકળદાસ કેવળદાસને ત્યાં વિ. સં. ૧૯૭૪ ના કારતક સુદ પાંચમે પિતાના મોસાળ સાલડી મુકામે તેમનો જન્મ થયો. તેમનું જન્મનામ કેશીબહેન હતું. ખૂબ જ લાડકોડથી ઉછરેલ બાલિકા કેશીનું બચપણ ખૂબ આનંદથી વીત્યું. યેગ્ય ઉંમર થતાં તેમનું સગપણ શ્રી મણિલાલ ન્યાલચંદ વડસ્માવાળાની સાથે થયું. વિધિનું નિર્માણ કંઈક અનેરું જ હતું. પિતાનાં માતુશ્રી પાસેથી મેળવેલ ધર્મસંસ્કારોથી તેમને આમા સતત વિચારતા કે—બહુમૂલ્ય માનવ-ભવનું ધ્યેય શું ? ભૌતિક સુખ કે દુઃખના અનુભ? રાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org