________________
ઉપર ]
[ શાસનનાં શ્રમણરત્નો ચંપાબહેનની ઉમર ૩૪ વર્ષ તથા કમળાબહેનની ઉંમર ૧૫ વર્ષની હતી. માતા અને પુત્રી બને સાથે જ ચારિત્ર ગ્રહણ કરી શાશ્વત પદને પામવા માટે રત્નત્રયીની આરાધના કરવા લાગ્યાં. ચંપાબહેન મટીને પૂ. સાધ્વીજી દોલતશ્રીજી મ. નાં શિષ્યા મૃગેશ્રીજીના શિષ્યા સાધ્વીજી ચન્દ્રયશાશ્રીજી મ. એ નામથી જાહેર થયાં અને કમળાબહેન પિતાનાં માતુશ્રી મ. ચન્દ્રયશાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી કુસુમશ્રીજી તરીકે જાહેર થયાં. દીક્ષા પ્રદાન વિધિ પાલીતાણા મુકામે શાશ્વત ગિરિરાજની નિશ્રામાં પૂ. મતિસાગરસૂરિ મ. સા. ના વરદ હસ્તે થઈ. વહન કરી વડી દીક્ષા પણ પૂ. આ. ભ. પાસે જેઠ વદ ૧૪, ૧૯૯૧ માં થઈ.
સંયમ ગ્રહણ કર્યા પછી, આત્મા એ જ પ્રધાન દમ છે. અહિંસા, સંયમ અને તપ એ ચારિત્રનું મુખ્ય લક્ષ્ય છે, એ વચન પણ ભૂલ્યાં નથી. પોતાનાં બા મ. સા. તથા વડીલેની સેવા ખૂબ જ અપ્રમત્તપણે કરતાં હતાં. વડીલની સેવા માટે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ત્રણ વર્ષ પછી સાત વર્ષ અમદાવાદ રહ્યાં અને તે સમયે અભ્યાસ પણ ખૂબ સુંદર કર્યો. મેવાડ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશમાં વિચરતાં ૧૦ વર્ષના દીક્ષા-પર્યાયમાં પાટણ મુકામે ચંદનબહેનની (પૂ. ચન્દ્રકલાશ્રીજીની) દીક્ષા થઈ અને કુસુમશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા થયાં. ત્યાર પછી મધ્યપ્રદેશમાં વિહાર કરતાં રતલામ મુકામે ૧૨ વર્ષથી શાંતિભગવંતનું પર જિનાલયનું દહેરાસર ગવમેન્ટમાં હતું, દહેરાસર સદંતર બંધ રહેતું. પૂ. ગુરુદેવને ચાતુર્માસ માટે અનેક ગામોની જોરદાર વિનંતી હોવા છતાં, રતલામના સંઘની કાકલૂદીભરી વિનંતી અને પરમાત્મભક્તિ, બનેને ધ્યાનમાં રાખી પૂ. ગુરુદેવે રતલામ ચાતુર્માસ કર્યું. ત્યાં પણ અનેક પ્રકારના ઉપસર્ગો અને પરિવહોને સહન કર્યા–અઠ્ઠમ તપ, આયંબિલ, જાપ તથા સ્નાત્ર વગેરે સંઘસહિત આરાધના દ્વારા. છેવટે ગવમેન્ટના હાથમાં ગયેલ જિનમંદિર સંઘના હાથમાં આવી ગયું, અને કરેલા પ્રબળ પુરુષાર્થ સફળ બની ગયો.
જ્ઞાનીઓએ કહ્યું છે કે સાધન કરતાં પણ સાધના અંતરાત્મામાં ખૂબ જ કામ કરે છે. જોરદાર પુરુષાર્થ સાથે પૂ. ગુરુદેવનું પુણ્યમય વ્યક્તિત્વ દિવ્ય તપ, ત્યાગની છટાથી ઓપતું હતું. સરળતા અને માધુર્યભરી મને વૃત્તિ જેવા પિતાના અનેક ગુણેથી તેઓશ્રી ભક્તજનોને વાનિત કરતાં, પિતે જ્યાં-જ્યાં વિચરે છે ત્યાં નામ પ્રમાણે ગુણની જેમ કુસુમ (પુ૫)ની સુવાસ ચેમેર ફેલાવે છે. અનેક પ્રદેશમાં વિચરતાં પોતાનાં શિખ્યા-પ્રશિષ્યા કુલ ૧૯ ભવ્યાત્માઓને દીક્ષિત બનાવ્યાં છે. જ્ઞાનની ખૂબ જ જિજ્ઞાસા હેવાથી આટલી વૃદ્ધાવસ્થામાં પણ સ્વાધ્યાય, જાપ આદિને જીવન સાથે એકરૂપ કર્યા છે. સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ, ૧૦૨૪ સહસ્ત્રકૂટના ઉપવાસ, ૧૬ ઉપવાસ, વર્ધમાન તપ, નવપદ વગેરે એળી, ૩ વર્ષીતપ તથા ૭૫ માં વર્ષે સાબરમતી પૂ. ગચ્છાધિપતિ સુબોધસાગરસૂરિ મ. સા. ની શુભ નિશ્રામાં તથા શુભાશિષથી અઠ્ઠાઈ તપની મહાન તપશ્ચર્યા કરી છે. જીવનમાં પ્રમાદ તો ક્યાંય દેખાતો નથી.
પૂ. ગુરુદેવના જીવનમાં ૩ મહાન ગુણો રહેલા છે : સહિષ્ણુતા, સરલતા અને સૌમ્યતા કે જેનું નમ્રતા અને ઉદારતાથી સિંચન થઈ રહ્યું છે. મૌનને જીવનનો મંત્ર બનાવ્યો છે. પૂ. ગુરુદેવે પ૭ વર્ષના દીક્ષા-પર્યાયમાં મેવાડ, મારવાડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સૌરાષ્ટ્ર, ગુજરાત વગેરે અનેક પ્રદેશમાં ચાતુર્માસ કર્યો. શિખરજીની યાત્રા પણ સારી રીતે કરેલ. પાછાં ફરતાં કલકત્તા, આગ્રા, જિયાગંજ વગેરે સ્થાનમાં ચાતુર્માસ થયાં. પિતાના જીવનમાં ૧૫ થી વધારે જિન પ્રતિમા ભરાવી છે. જિનપ્રતિમાને યંત્ર, સિદ્ધચકયંત્ર વગેરે ઘણાં જ શુભ કાર્યો થયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org