________________
૭૫૦ ]
[ શાસનનાં શ્રમણરત્ન અનુપમ, મનહર, દિવ્ય અને દિલ હરનારાં એવાં પ્રવતિની સાધ્વીજી મનહરશ્રીજી મ.નાં પ્રશિષ્યા સાધ્વીજી પ્રમોદશ્રીજી મ. નાં શિષ્યા બન્યાં. સાધ્વીજી પ્રવીણશ્રીજી મ. નામ જાહેર થયું.
જેવું તેમનું નામ, તેવું જ તેમનું કામ. બિંદુમાંથી સિંધુ બનવા તત્પર બની કમ ની સામે થયાં. સંયમી જીવનમાં સૂક્ષ્મ પણ પ્રમાદના વેગે દોષ કે અતિચાર ન લાગે તે માટે તેઓ સતત સદાકાળ જાગૃત રહેતાં હતાં. પોતાની સંયમ–પ્રતિભાથી સર્વને આકર્ષિત કરી સર્વનાં બની જતાં, ને સર્વને પિતાનાં બનાવી લેતાં. તેમના મધુર કંઠે ગવાતાં સ્તવન–સન્ઝા વગેરે સૌને મંત્રમુગ્ધ બનાવી, મનનું હરણ કરી સૌનાં હૈયાંમાં પિતાનું સ્થાન જમાવી લેતાં.
પિતાની નાની બેન તારાને સંયમના અનુરાગી બનાવી પિતાનાં શિષ્યા બનાવ્યાં, જેમનું નામ છે સા. રાજેન્દ્રશ્રીજી મ. સા.. ૩૮ વર્ષના સંયમપર્યાયમાં તેમનાં નવ શિષ્યા-પ્રશિષ્યા થયાં. પ્રકૃતિથી પ્રશાંત ગુરુદેવશ્રી સાધવીજી પ્રવીણશ્રીજીએ કદી ક્યારેય પણ કોધનાં કારમાં દશ્ય કોઈને પણ બતાવ્યાં નથી, કે વાણી દ્વારા લીમડાની કડવાશ જેવાં વેણ બોલ્યાં નથી.
| વિ. સં. ૨૦૨૮ના વૈશાખ વદ ૪ને દિવસ સૌના માટે અતિ દારુણ, ભયંકર અને કારમા બની ગયે. ન હતી બીમારી, કે ન હતો રેગ. અસ્વસ્થતા કે અશાંતિ પણ ન હતી. સવારના દસ દેરાસરનાં દર્શન કર્યા. પરોપકારી ગુરુદેવશ્રીને વંદન કર્યા અને નમસ્કાર-મહામંત્રનું સ્મરણ કરતાં, નવકારવાળી ગણતાં–ગણતાં તેમને આરાધક આત્મા અંતિમ આરાધના સ્વહસ્તે જ, સ્વમુખે જ સ્વસ્થભાવે કરી, આરાધના–ભાવમાં લયલીન બની આ નશ્વર કાયાને ત્યાગ કરી પરલેકમાં સિધાવી ગયા, પ્રકાશ પાથરીને દીવે બુઝાઈ ગયો.
હે ગુરુદેવ! આપે આત્મસમાધિ મેળવી અને સ્વ–પરનું કલ્યાણ કર્યું. સ્વર્ગની અટારીએ બિરાજતાં આપની પાસે આજે અમે એટલું જ માગીએ છીએ કે, અમને પણ આપના જેવી આત્મ-સમાધિ મળે, એ જ અંતરના આશિષ દેજે અને અમને તારજો. આપની પ્રેરણા અને આદર્શો તથા આપના જીવનમાંથી સસ્પેરણામૃતનું પાન કરી અમે પણ આત્માભિમુખ બની મોક્ષના માર્ગ બનીએ એવા આશિષ વરસાવજે. આપની વિદાય સતાવશે સદાય.
–સા. શ્રી રાજેન્દ્રશ્રીજી મ.ની ભાવભીની કોટિ કોટિ વંદનાવલિ.
બાલબ્રહ્મચારી, વિદુષી પૂ. સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મહારાજ
સમય-સાગરનું અંતસ્તલ અનેક નરરત્નોથી ભરપૂર છે. સમય-સમયે તેમાંથી નરરત્નો. પિતાને કઈને કઈ આદર્શ લઈને ધરતી પર આવે છે, ને પિતાના ધ્યેયપૂર્ણ જીવનના ઓજસ વડે જગતને અજવાળે છે. સત્ય, પ્રેમ, અહિંસા જેવા ઉચ્ચતમ સંસ્કારોને ખજાને જગત સમક્ષ ધરી માનવ-સમુદાયને તેને અમૂલ્ય વારસો આપવા તેઓ પ્રબળ ગુરુષાર્થ કરે છે. સમયના આવાગમનના ચક્રમાંથી ધરતીને મેળે આવાં તેજસ્વી માનવરને પ્રાદુર્ભાવ થાય છે, અને માનવ-સમુદાય તેમને સંત કહે છે. વિસંવાદ, વિટંબણુ અને મૂંઝવણથી ભરેલા આ સંસારમાં આવા પુણ્યાત્માઓની અત્યંત આવશ્યક્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org