________________
શાસનનાં શ્રમણીરત્નો
[ ૭૫૫
આટઆટલું જ્ઞાન પ્રાપ્ત કરનાર પૂ. મહારાજશ્રી તપમાં પાછળ રહે ખરાં ? અઠ્ઠાઈ એ, ચત્તારી અડ્રેદશદાય, સેાળભથ્થુ, આયબિલની અલૂણી ૧૧ એળી, નવ ઉપવાસ, ૧૦ ઉપવાસ, રત્નપાવડિયા છઠ્ઠ, વરસીતપ, ૨૦ સ્થાનકની ૧૭ એળી, વમાન તપની ૧૧ આળી, ચાર ઉપવાસ, અર્જુમ જેવી નાની-મેટી અનેક તપશ્ચર્યાં કરી અને કરાવી છે, જે એમનું અમૂલ્ય ભાથું છે અને સૌને પ્રેરણા આપી રહ્યુ છે.
પૂ. મહારાજશ્રીના હસ્તે મહાન ધાર્મિક પ્રસ`ગેા અનેક ઊજવાયા છે. આજેય વટવા આશ્રમાં ઊજવાય છે. દીક્ષા મહેાત્સવેા, ઉજમણાં, એડેલીમાં ઉપધાન અને ૩૨૫ ભગવાની અ'જનશલાકાને મહેાત્સવ, ૧૧ પાઠશાળાના પાયાની પ્રેરણા, ધર–દહેરાસર બાંધવાની પ્રેરણા, ઉપાશ્રય બાંધવાની પ્રેરણા વટવામાં શ્રી શાંતિનાથ ભગવાન જિનમદિર નિર્માણ, ઘંટાકણ, નાકોડાજી, પદ્માવતી, સરસ્વતીની ઘેરીઓની સ્થાપના, વટવાથી છ'રી પાળતા પાલીતાણાના સંઘ, વટવામાં ૨૧ ભગવંતાની અંજનશલાકા–પ્રતિષ્ઠા અને ફરતી ૫ દેરીએનું નિર્માણ, ધર્માંશાળા, ભેાજનશાળાનાં મકાનનુ નિર્માણ, નીલગાર્ડનનું નિર્માણ વગેરે તેઓશ્રીની પ્રેરણાથી સપન્ન બન્યાં છે.
પૃશ્રીએ આત્મકલ્યાણ સાથે અદ્દભુત કહી શકાય તેવી અને ભગીરથ કાર્ય સમાન છેલ્લાં ૨૮ વર્ષથી જે પ્રવૃત્તિ કરી છે એમાં એમની કમભૂમિ વટવા આશ્રમ એક ધ શિલ્પીના જીવતા-જાગતા સ્વપ્ન જેવી છે. વિ. સં. ૨૦૨૦ માં વિધિએ પૂ. મહારાજશ્રીના હસ્તે એક અવિસ્મરણીય સ્થળ ઊભું' કરવા એમને નિમિત્ત બનાવ્યાં અને સજ્જન પામ્યા મહાવીર જૈન આશ્રમ! અહી શાંતિનાથ ભગવાનનું ધ દેરીવાળું ભવ્ય જિનાલય છે. ૨૫ એરડાની ધમશાળા છે, ઉપાશ્રય છે, જેનું દાન તેમનાં વતન સામેત્રાના જૈન સંઘ તરફથી મળેલ છે. જનરલ વ્હાલ, ભેાજનાલય, ભૈરવનાથ, પદ્માવતી અને ઘટાકાની દેરીએ, શત્રુંજય ગિરિરાજ તીની આબેહૂમ રચના, સહસ્રકૂટ વગેરે છે, તેમ જ અત્રે સૂત્ર મદિર, કરુણા મન્દિર અને શ્રીમદ્ બુદ્ધિસાગર ગુરુકુળ વગેરેનું નિર્માણ કરવાનું છે.—( કીતિ ભાઈ એ. શાહ, મહેસાણા )
સ્વ. અમૃતશ્રીજી મ. સા. નાં શિષ્યા
પૂ. સાધ્વીજી શ્રી લલિતાશ્રીજી મહારાજ
ભારતની ભવ્ય ભૂમિમાં અનેક ઝળહળતાં રત્ના પેદા થયાં છે. આ સસ્કૃતિના સંસ્કારેશ જમાં વિભૂષિત છે તેવા વિજાપુર ગામમાં લાડીલા અને બાનવતા મણિબહેનને! જન્મ થયા. ૨૭ વર્ષની ઉંમરે સ`સારની અસારતાને તિલાંજલિ આપી. વેરાવળ મુકામે દીક્ષા ગ્રહણ કરી. સ`સારનાં સુખા બિહામણાં લાગ્યાં. ડુંગરા દૂરથી રળિયામણાં છે તેમ સ`સાર પણ દૂરથી રળિયામણેા છે, એવી સુંદર મનની ભાવના-વિચારણાના વેગ દ્વારા પ્રત્રજયાના પુનિત ૫'થે આગળ વધ્યાં.
તેએશ્રીના સૌથી મેટો ગુણ એ કે પોતાનુ દરેક કાર્ય સ્વહસ્તે જ કરતાં. જીવનમાં કોઈની પણ અપેક્ષા રાખી નથી. સંતેષી જીવન હતું. જીવનમાં ખૂબ જ શાંત પ્રકૃતિવાળાં હતાં. સેાળ ઉપવાસ, અઠ્ઠાઈ, વર્ષીતપ, વ માનતપ એળી વગેરે દ્વારા કર્મોને ખપાવવાની ખૂબ જહેમત કરેલી. નાની-મોટી દરેક વ્યક્તિને આદરપૂર્વક, સ્નેહથી, પ્રેમભાવપૂર્વક ખેલાવતાં. સ્વાધ્યાયપ્રેમી હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org