________________
ત્રિસ્તુતિક સાધ્વીસમુદાયનાં સાધ્વીરત્ના
[ શ્રી સૌધમ બૃહત્તપાગચ્છીય–ત્રિસ્તુતિક-સમુદાયના પ્રવર્તી કે મહાન શાસનપ્રભાવક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ’ના સર્જક પૂજ્યપાદ આચાય પ્રવર શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. નાં સમુદાયવતી સાધ્વી મહારાજોની સખ્યા સારા પ્રમાણમાં છે. વત માનમાં પણ પૂજ્ય આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય આ. શ્રી જય તસેનસૂરીશ્વરજી મ. સા.ની સાંનિધ્યે સમુદાયવતી સાધ્વીજી મહારાજો તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સ્વપર કલ્યાણના માર્ગે શાસનની શેશભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. અહી આ સમુદાયનાં કેટલાંક પૂજ્ય સાધ્વીરત્નેના જીવનપરિચય તથા પૂજ્ય આ. શ્રી જય તસેનસૂરીશ્વરજી મ. સા.ના પૂર્વે પ્રગટ થયેલા · અભિવાદન ગ્રંથ 'માંથી પ્રાપ્ત થયેલ પર સાધ્વીજી મહારાજોની માહિતીપ્રદ વિગતા પ્રગટ કરીએ છીએ. · સપાદક. ]
•
મહત્તારિકા સાધ્વીજીશ્રી વિદ્યાશ્રીજી મ.
પૂજયશ્રીનો જન્મ શાહ દેવચંદજીનાં ધર્મપત્ની શ્રીમતી ચુન્નીબાઈની પાવન કુક્ષીએ થયે હતા. તેઓશ્રીને! વિવાહ ભેાપાવર નિવાસી શ્રી ભગવાનજીની સાથે થયા હતા. પરંતુ વિવાહના ત્રણ વર્ષ પછી વજ્રઘાત થયેા, પતિ ભગવાનજી તેઓશ્રીને રાતી-કકળતી છેડીને આ સસારમાંથી
ઊઠી ગયા.
ત્યાર પછી, તેઓશ્રીની આંખમાં હૃ થયું. આંખેની આ પીડા અસહ્ય હતી. પૂરેપૂરા ઉપચાર કરવા છતાં કોઈ પ્રકારના ફાયદા નહી. એટલે તેએશ્રીએ શુદ્ધ ભાવનાથી અભિગ્રહ લીધા કે, મારી નેત્રપીડા મટી જશે તેા હુ. દીક્ષા ગ્રહણ કરીશ. અભિગ્રહ લીધાને એક મહિના થયા ત્યાં નેત્ર પીડા શાંત થઈ ગઈ. પર`તુ પતિદેવના મૃત્યુને લીધે લૌકિક વ્યવહાર જાળવવા માનીને એટલે કે ત્રણ વર્ષ પછી, સ. ૧૯૩૪ ના અષાઢ વદ બારશને શુભ દિને રાજગઢમાં દીક્ષા ગ્રહણ કરી અને નામ સાઘ્વીશ્રી અમરશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર કરાયાં.
વિનયસ"પન્ન સાધ્વીશ્રી વિદ્યાશ્રીજીની કુશાગ્ર બુદ્ધિથી ગુરુણી શ્રી અમરશ્રીજી અત્યંત પ્રસન્ન રહેતા. આપે આપની તીવ્ર બુદ્ધિ દ્વારા ધાર્મિક શાસ્ત્રો સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ અનેક વિયેાનું ઊંડું અયન કર્યું. તથા ગુરુગમથી એકાદશાંગીની સટીક અવલાકના કરી. પૂ. ગુરુણીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org