________________
શાસનનાં શ્રમણીર ]
[ ૭૬૫ શ્રી અમરશ્રીજીના સ્વાંગમન પછી તેઓશ્રીએ પોતાની વિચક્ષણ શક્તિમાંથી ત્રિસ્તુતિક સમુદાયવતી શ્રમણીસંઘની લગામ પિતાના હાથમાં આવતાં તેને અને સકળ સંઘને ઉન્નતિને માર્ગે અગ્રેસર કરવામાં સફળ બન્યાં.
પૂજ્યશ્રીની અદ્દભુત જ્ઞાનશક્તિથી સવ આશ્ચર્ય પામતા; અને તેને લીધે સમગ્ર જૈનસમાજમાં તેઓશ્રી પ્રશંસનીય બની ચૂક્યાં. તેઓશ્રીને સર્વ પ્રકારે યોગ્ય સમજીને સં. ૧૯૫ર ના મહા સુદ પૂર્ણિમાના શુભ દિને કાબુમાં પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. એ વડી દીક્ષા આપી અને “મહત્તારિકા” પદ પ્રદાન કર્યું. તેઓશ્રી યોગવિદ્યામાં વિશેષ રુચિ ધરાવતાં હતાં. અર્ધરાત્રિએ ઊઠીને ક્યારેક કાર્યોત્સર્ગ અને ક્યારેક અન્યાન્યાસન દ્વારા કલાકે સુધી યંગસાધના કર્યા કરતાં. પૂજ્યશ્રીએ સિદ્ધાંતકૌમુદી, ન્યાય અને કાવ્યગ્રંથને ગહન અભ્યાસ કર્યો હતે. તેઓશ્રીની શિષ્યાઓમાં સાધ્વીશ્રી પાર્વશ્રીજી, સાધ્વી શ્રી પ્રેમશ્રીજી તથા સાધ્વીશ્રી માનશ્રીજી વિશેષ ઉલલેખનીય છે.
સં. ૧૯૬૨ના માગશર માસની શુકલ પાંચમે તેઓશ્રીએ રાજગઢ મુકામે નશ્વર દેહનો ત્યાગ કર્યો. એવાં એ ત્યાગી, તપસ્વી અને જ્ઞાની સાધ્વીજી મહારાજને કટિ કેટિ વંદના!
પ્રવર્તિની સાધ્વીજીશ્રી પ્રેમશ્રીજી મહારાજ
ઝાલેર જિલ્લાના આહિર પાસે કેબા નામનું ગામ છે. આ ગામના શાહ ઉમાજી પિરવાલનાં ધર્મપરાયણ, પતિપરાયણ ધમપત્ની સૌ. લક્ષ્મીબાઈની કુક્ષીએ સં. ૧૯૫૧ના આસો માસની પૂર્ણિમાએ એક કન્યારત્નને જન્મ થયો. માતાપિતાએ કન્યાનું નામ ચતુરાબાઈ રાખ્યું. યથાનામગુણ ચતુરાબાઈને બાળપણથી ધાર્મિક કાર્યોમાં વિશેષ રુચિ રહેતી. નાનપણથી જ ચતુરાબાઈએ દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાઓનું અધ્યયન કર્યું. સં. ૧૯૨૯ના ફાગણ સુદ પાંચમે તેમનો વિવાહ હરજી નિવાસી શાહ મનાજી વીસા પરવાલના સુપુત્ર ભૂતાજી સાથે થયે પરંતુ કેઈ ભવિતવ્યતાએ થોડા સમયમાં જ, સં. ૧૯૨૯ના અષાઢ વદ ૯ને દિવસે તેમના પતિનું દેહાવસાન થયું. તેમને અસહ્ય વૈદવ્યદુઃખ સહન કરવું પડયું.
એવામાં તેઓશ્રી પરમ વિદુષી મહત્તારિકા ગુરુણીશ્રી વિદ્યાશ્રીજીના સંપર્કમાં આવી પૂ. ગુરણીજીના સંપર્કથી તેઓશ્રીમાં વૈરાગ્યના અંકુર ફૂટી નીકળ્યા. વૈરાગ્યભાવના પરિપકવ થતાં સં. ૧૯૪૦ના અષાઢ સુદ ૬ને શુભ દિને હરજીમાં પૂ. ગુરુણીજીએ દીક્ષા પ્રદાન કરીને સાધ્વીશ્રી પ્રેમશ્રીજી નામ આપ્યું. દીક્ષા ગ્રહણ કરીને સાવશ્રી પ્રેમશ્રીજીએ પોતાનું સમગ્ર ધ્યાન નિરંતર ધાર્મિક અધ્યયનમાં જ લગાવી દીધું. તેઓશ્રીને સર્વ રીતે યોગ્ય જાણીને પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે ઝાબુઆમાં સં. ૧૯૫૨ના મહા માસની પૂર્ણિમાએ વડી દીક્ષા પ્રદાન કરી. ત્યારબાદ તેઓશ્રીએ સ્વ-સાવીસમુદાયને વિદ્યાભ્યાસમાં પ્રેત્સાહિત કર્યો અને શુદ્ધ ક્રિયાઓના સમ્યક્ પાલન કરવાપૂર્વક મર્યાદાપૂર્વક આદર્શ સ્થાપિત કર્યો.
સં. ૧૯૬૨માં માગશર સુદ પાંચમે પૂ. મહાત્તારિકા સાધ્વીજી શ્રી વિદ્યાશ્રીજીને રાજગઢમાં સ્વર્ગવાસ થયો. સાધ્વી શ્રી પ્રેમશ્રીજીએ પૂ. ગુરુજીની ખૂબ સેવા કરી હતી. ખાચરેદમાં પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૨ના મહા સુદ તેરસે પૂજ્યશ્રીને પ્રવતિનીપદથી વિભૂષિત કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org