________________
૭૬૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
પૂ. ગુરુણીજીના દેહાવસાન બાદ તેઓશ્રી ઉપર સ્વ-સાધ્વીસમુદાયને વિશેષ ભાર આવી પડ્યો. તેને યાગ્ય રીતે વહન કરવામાં તેએશ્રીએ પેાતાના નામને ચિરતાર્થ કરી બતાવ્યું. પૂજ્યશ્રીએ માળવા, મારવાડ અને ગુજરાતનાં અનેક સ્થળેાએ ચાતુર્માસ કર્યાં અને ત્યાં જપ, તપ, ઉદ્યાપન, સામાયિક, પૂજા, પ્રભાવના આદિ ધાર્મિક ક્રિયાઓના સારા પ્રસાર કર્યાં.
પ્રવતિ નીજી શ્રી પ્રેમશ્રીજીએ વૃદ્ધાવસ્થા અને શારીરિક અસ્વસ્થતાને કારણે સ. ૧૯૮૮માં વડનગરમાં સ્થાયી નિવાસ કર્યો. આ સમયે તેઓશ્રીએ પેાતાના સવ અધિકારા પેાતાનાં અન્તવાસી સાધ્વીજી શ્રી રાયશ્રીજીને આપી દીધા અને પેાતે દેવગુરુમાં લીન થઈ ગયાં. પૂજશ્રીએ અનશનવ્રત ધારણ કરીને, પ્રભુસ્મરણ કરતાં કરતાં આસા સુદ બારશ શુક્રવારે રાત્રે ત્રણ વાગે ક્ષણભંગુર દેહના ત્યાગ કર્યા. પૂજયશ્રી હંમેશાં ધર્મ ધ્યાનમાં લીન રહેતાં હતાં. પૂજ્યશ્રીએ પેાતાનું સમગ્ર જીવન ધમ અને સમાજની સેવામાં જ વ્યતીત કર્યું.
વંદન હજો એવાં એ પૂજ્યવર સાધ્વીજી મહારાજને !
૨૧-પર આત્મકલ્યાણમાં ઉન્નત અને અગ્રેસર સાધ્વીજી શ્રી માનશ્રીજી મહારાજ
પૂ.
પૂજયશ્રીના જન્મ ભીનમાલ (મારવાડ) નિવાસી ઉપકેશ વંશ વૃદ્ધ શાખીય શ્રેષ્ઠીવર્ય શ્રી દલીચંદજી આખાજી બાફનાનાં ધર્મપત્ની સૌ. નંદાબાઈની કુક્ષિએ સ. ૧૯૧૪ ના મહા સુદ ૧૦ને શુભ દિને થયા હતા. તેમનુ સ`સારી નામ વદેિ (વૃદ્ધિ)બાઈ હતું. તે જમાનામાં કન્યાએ માટે શાળાની સગવડ ન હતી. તેમ છતાં, પૂર્વજન્મના યાગે વિદેબાઈ ને અભ્યાસની અનુકૂળતાએ પ્રાપ્ત બની. તેમને બાળપણથી જ સાધુ-સાધ્વીજીએ પ્રત્યે ખૂબ સ્નેહાદર હતા. તેથી ચાતુર્માસ સ્થિત સાધુ-સાધ્વીજીએ પાસે વિદ્યાભ્યાસ આગળ વધાર્યાં. પૂજ્યશ્રી પાસે અક્ષરજ્ઞાન અને પ્રતિક્રમણ સૂત્ર આદિ ક્રિયાનુષ્ઠાન શીખવા સાથે જીવવિચાર, નવતત્ત્વ, દંડક આદિ પ્રકરણેાનું જ્ઞાન પણ મેળવ્યું. પČના દિવસેામાં ઉપાશ્રયમાં સામાયિક કરવા જાય અને શ્રાવિકાઓને કથાગ્રંથ સભળાવે. ધાર્મિક સસ્કારાને લીધે વૃદ્ધિબાઈનું મન સંસારથી વિરક્ત થઈ ગયું હતું. પરંતુ માતાપિતા સ'સારની મેાહમાચાથી બંધનયુક્ત હતાં. વૃદ્ધિબાઈની ઉંમર ૧૫ વર્ષની થતાં તેમને ભીનમાલનિવાસી વૃદ્ધ શાખીય એસવાલ શ્રેષ્ઠીવર્યં શા ધૂપચંદ લખમાજી સાથે સ. ૧૯૨૮ ના પરણાવી દીધાં. પરં તુ, પૂર્વ ભવના કર્માંના ઉદયે તેમના પર ત્રણ મહિનામાં જ વૈધવ્યના વજ્રઘાત થયા.
એવામાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પૂ. ગુરુજી શ્રી વિદ્યાશ્રીજી પધાર્યાં. ગુરૂણી મહારાજે ધર્માંપદેશ આપી વૃદ્ધિબાઈના માનસમાં સંસાર અસાર હેવાનાં બી વાળ્યાં, સંસાર દુઃ ખેાનેા ભંડાર છે. જીવન ક્ષણભંગુર છે. પ`ખી રાત પડતાં વૃક્ષ પર આશરેા લે અને સવાર થતાં ઊડી જાય એવી આ જીવની ગતિ છે. પૂજ્યશ્રીની વૈરાગ્યવાસિત વાણીથી પ્રભાવિત થઈ ને વૃદ્ધિબાઈ એ દીક્ષા લેવાની ભાવના જણાવી. પર`તુ વૃદ્ધ સાસુ-સસરા અને કુટુ'બીજના તૈયાર ન થયાં. વૃદ્ધિભાઈ એ જાણ્યુ કે ભીનમાલમાં દીક્ષા લેવાનુ` શકય બનશે નહીં. પૂ. ગુરુણીમહારાજ ત્યાર બાદ ભેસવાડામાં ચાતુર્માસ સ્થિત હતાં ત્યાં પહોંચ્યાં અને દીક્ષાની દૃઢ ભાવના વ્યક્ત કરી. અંતે કુટુંબીજને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org