________________
૭૫૮ ]
| [ શાસનનાં શ્રમણરત્નો જેઓશ્રીનું સંસારી નામ જયાબહેન હતું. તેઓશ્રીનાં લગ્ન જામનગર–નિવાસી દોશી મેરારજી પ્રાગજીના પુત્ર લાલજીભાઈ સાથે થયેલ. તેઓની કુક્ષીએ સં. ૧૯૯૬ના શ્રાવણ સુદ ૫ ના એક પુત્રીરત્નને જન્મ થયેલ, જેઓશ્રીનું નામ પુષ્પાબહેન રાખેલ. ભરયૌવન–અવસ્થાએ માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં જ જયાબહેનને વૈધવ્ય પ્રાપ્ત થતાં, વૈરાગ્યની ભાવનામાં વૃદ્ધિનું એ નિમિત્ત બન્યું. તેમણે પુત્રી પુષ્પામાં ખૂબ ધર્મસંસ્કાર રેડડ્યા. માત્ર સાત વર્ષની ઉંમરે, કેઈનય માનવામાં ન આવે એ અભ્યાસ, ને પાંચ પ્રતિકમણ, નવ સ્મરણની પરીક્ષા પંડિતવર્યશ્રી વાડીભાઈ પરીક્ષકે લીધેલ, જામનગરની વિશાશ્રીમાલી પાઠશાળામાં લગભગ ૩૫૦ની સંખ્યામાં પ્રથમ નંબરે પાસ થયેલ અને પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ઈનામી મેળાવડામાં પ્રથમ ઈનામ અને પૂ. આ. ભ.ના આશીર્વાદ મેળવેલ. ૪ પ્રકરણ, ૩ ભાષ્ય અને ૪ કર્મગ્રંથ કરી નવમે વર્ષે સં. ૨૦૦૫ના માગશર સુદ ૬ના રોજ સુવડ મુકામે, સંસારી સગાંને વિરોધ હેવાથી છાની દીક્ષા થયેલ, ત્યારે પુરપાકુમારીમાંથી બા. બ્ર. સ. પુણ્યપ્રભાશ્રી બનેલ. તે પછી વિરોધ–વંટોળ ઓછો થતાં માતા જયાબહેને પણ ૨૦૦૫ના મહા વદ ૬ના રોજ મહેસાણા મુકામે દીક્ષા લીધેલ–જેઓશ્રીનું નામ જયપ્રભાશ્રીજી રાખેલ તે પછી ગોદ્ધહન બંનેને સાથે કરાવી પૂ. પ્રવીણશ્રીજી મ.નાં શિષ્યા તરીકે પ્રભાશ્રીજી મ. અને તેઓશ્રીનાં શિષ્યા સા. પુણ્યપ્રભાશ્રીને બનાવેલ. નાની ઉંમર, ગુરુના આશીર્વાદ અને પૂર્વને પશમ અભ્યાસમાં વૃદ્ધિનું કારણ બને એ સ્વાભાવિક છે.
છ કર્મગ્રંથ, પંચસંગ્રહ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, પ્રશમરતિ પ્ર., સંબોધસિત્તરી, ઇન્દ્રિય પરાજય શતક, વૈરાગ્યશતક, સિદૂર પ્રકરણ વગેરે અર્થ સહિત તેમ જ સંસ્કૃત બે બુકે, હેમ-લઘુપ્રક્રિયા વગેરે સંસ્કૃત અભ્યાસ, રઘુવંશ, કિરાત વગેરે કાવ્યો તેમ જ તર્કસંગ્રહ, પ્રમાણનય, સ્યાદ્રદમંજરી વગેરે ન્યાયગ્રંથ તથા ષડૂદન, શાસ્ત્રવાર્તા સમુચ્ચય વગેરે તેમ જ દશવૈકાલિકસૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે સાથે કરેલ તેમ જ જ્ઞાન સાથે વિનયાદિક ગુણ, સ્વભાવનું મળતાવડાપણું તેમ જ હસતે ચહેરા અને વસ્તૃત્વશક્તિ અલૌકિક છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મધ્યપ્રદેશ વગેરે પ્રાંતોમાં વિચરેલ. તેઓશ્રીના ઉપદેશથી અનેક પ્રતિમાઓ ભરાવેલ, શત્રુંજયાદિ તીર્થોના પટો વગેરે ભરાવેલ તેમ જ મહત્સવો સહિત ઉજમણાદિ શાસન–પ્રભાવનાનાં અનેક કાર્યો થયેલાં. અમદાવાદમાં ગોલવાડ તથા વિજાપુર વગેરે સ્થળોએ પ્રભુભક્તિ-મંડળની સ્થાપના તેમ જ કલ્યાણ સોસાયટી વગેરે સ્થળોએ સામાયિક મંડળની કથાપના કરી અનેક જીવને ધર્મ પ્રવૃત્તિમાં જોડેલ.
(સંકલન : સા. પ્રશીલયશાશ્રીજી, પદ્મકીતિશ્રી, ચંદ્રકતિશ્રી) સૌજન્ય : પૂ. સ. પુણ્યપ્રભાશ્રીજીની પ્રેરણાથી મહેતા મનુભાઈ ડાહ્યાલાલ તથા નવીનચંદ્ર
ડાહ્યાલાલ મહેતા (મોરબીવાળા), સંસારી પક્ષે પૂ. જયપ્રભાશ્રીજી મ.ના ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org