________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૭૫૭
કમની નિરા કરી હતી અને સૌરાષ્ટ્ર, મેવાડ, માલવા, સમેતશિખરજી વગેરે યાત્રાએ કરી હતી. પરિવારમાં તેમને ત્રણ શિષ્યા હતાં. સમેતશિખરજીની યાત્રા કરી કલકત્તા ગયાં અને ત્યાં એ ચાતુર્માસ થયાં. કલકત્તાનું ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. ગુરુદેવને મળવાની ઉત્કટ તમન્ના જાગી. તેથી સીધા ગુજરાત તરફ આવવાની ભાવના ત્યાંના શ્રીસ'ધને દર્શાવી. પણ તે સમયે કલકત્તાથી સમેતશિખરજીના છરી પાલિત સ`ધ નીકળવાને હાવાથી ત્યાંના સ'ધની આગ્રહભરી વિનંતી હતી કે સાંઘમાં પધારો, અને આપ સ'ઘમાં ન આવા તે અમારે સઘ કાઢવા નથી. તેથી સધની વિનંતીને સહર્ષ સ્વીકારી સ`ઘમાં જોડાયાં ને સમેતશિખરજી તરફ પ્રયાણ ક્યુ.. પાછા વળતાં બનારસ ચાતુર્માંસ કર્યુ. પછી પૂ. ગુરુદેવને મળવાની ઉત્કંઠા સાથે ભાવિવભેર હૃદયે પાછાં ફરી રહ્યાં હતાં. પરંતુ ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનુ છે' એ જ પ્રમાણે કમ રાજાએ કર મશ્કરી કરી. ચાલુ વિહારમાં સામેથી બસ-એક્સીડન્ટ થયા. સૂર્ય આથમી ગયા, ફૂલ કરમાઈ ગયું, તેજસ્વી તારલિયા ખરી પડચો. સવત ૨૦૩૦ની ફાગણ વદની એ છઠ્ઠુ હતી. વિધિની વક્રતા અને સમયના પ્રવાહને રોકવાની કઈની તાકાત નથી. ખરેખર! કાળરૂપી બાજપક્ષી કોઈ નેય જોતા નથી. હમેશાં તેનાં વહેણ તે સતત ચાલુ જ છે.
ઘડીભર તેા એ ઉત્સુકતાભરી પ્રતીક્ષા હતી; પરંતુ પ્રતીક્ષાના એ જ પાતાળને ફાડીને નીકળેલા જવાળામુખીએ અસાસના અંગારા જ ઉડાડવા. અÀાસના એ અંગારાની દાઝે દિલ દાઝવા લાગ્યું. સંસારની ક્ષણિકતા અને આયુષ્યની ચચળતા આગળ આપણું કંઈ ચાલતુ નથી. જગતની આ શાશ્ર્વત સ્થિતિ આગળ માનવી તેા શુ', પણ સ્વર્ગના ઇન્દ્રને પણ પ્રયત્ન વામણું! પડે છે. આ લાકમાંથી બ્યિ લેાક ભણી ચાલ્યાં ગયાં. વિયેાગનાં વાદળાં ઘેરી વળ્યાં. આશાના સીનારા તૂટી પડ્યા. પૂર્ણિમાની ચાંદની પૃથ્વી પર શીતલતા વરસાવતી બંધ થઈ. દુઃખના દાવાનળ તૂટી પડ્યા.
ખરેખર! ગુરુ એ તેા નાના પાયા પર એાલતી-ચાલતી પરમાત્માની પ્રતિમાનું એક સ્વરૂપ છે. વાત્સલ્યનું વહેણ હવે બધ થઈ ગયુ. મુક્તિને આનંદ ગુરુનિશ્રામાં જ છે, એ સત્યનું ભાન થયુ. એ દિવ’ગત આત્મા જરૂરથી આશીર્વાદ વરસાવતા રહે એ જ આ બાળશિશુની માગણી છે.
સંકલન : પૂ. કૅલ્પશીલાશ્રીજી
---
જ્ઞાન-વૈરાગ્યનાં પરમ ઉપાસિકા
પૂ. સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મહારાજ તથા
પૂ. સાધ્વીજી શ્રી પુણ્યપ્રભાશ્રીજી મહારાજ
પૂ.
પ્રવૃતિની સા. મનહરશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. હિંમતશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. શ્રી પ્રમેાદશ્રીજી મહારાજ (સ'સારી પક્ષે માતા-પુત્રી), તેમનાં શિષ્યા સા. પ્રવીણશ્રીજી મ., તેમનાં શિષ્યા સા. જયપ્રભાશ્રીજી મહારાજ તથા તેમનાં શિષ્યા સા. પુણ્યપ્રભાશ્રીજી (સ'સારી પક્ષે માતા-પુત્રી).
પૂ. સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. સ’સારી પક્ષે મેરીમાં ૧૯૭૮ના કારતક વદ ૬ ના મહેતા કુટુંબમાં પનજીભાઈ પ્રાણજીવનદાસ મહેતાના કુળમાં મણિબહેનની કુક્ષીએ જન્મ્યાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org