________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૭૫૯ સૌમ્ય, સરલ અને સમતામૂર્તિ પૂ સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાથીજી મહારાજ
ધમપ્રેમી સંઘથી સુશોભિત એવા ઉનામાં શેઠશ્રી અમૃતલાલ ત્રિવનદાસને ત્યાં વિ. સં. સં. ૧૯૮૮ ના કાર્તિક સુદ ૫ ( જ્ઞાન પંચમી) ના દિને એક પુત્રીરત્નને જન્મ થયો. તેમનું નામ મુક્તાબહેન. જેવું નામ તેવા ગુણ અનુસાર બચપણથી જ મુક્તિ મેળવવાની ઝંખના. ૯ વર્ષની બાલ્યવયથી જ સંયમ ગ્રહણ કરવાની ભાવના તેઓશ્રીના મનમાં રમવા લાગી. તેઓના માતા રંભાબહેન ધમરાગી હોઈ માતુશ્રીની સાથે મુક્તાબહેન પણ પ્રતિક્રમણ આદિ ધર્મપ્રક્રિયાઓમાં જોડાતાં. પિતાના મોસાળ મહુવામાં શ્રી અમૃતલાલ હેમચંદભાઈ દોશીને ત્યાં રહીને મુક્તાબહેને ધાર્મિક અભ્યાસ કર્યો, અને સં. ૨૦૦૬ના વૈશાખ સુદ ૯ ના દિને ઉના મુકામે તેઓશ્રીએ ચારિત્ર અંગીકાર કરી પૂ. યોગનિષ્ટ આચાર્યદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. નાં આજ્ઞાવતી વિદુષી સા. શ્રી પ્રમેદશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી પ્રિયદનાશ્રીજી મ. તરીકે જાહેર થયાં.
પૂ. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ. ગુર્નાદિકની વૈયાવચ્ચ અહર્નિશ ખડેપગે કરવા તત્પર રહેતાં. સ્વભાવે શાંત અને નમ્ર હતાં. છેલ્લાં લગભગ ૧૫ વર્ષથી ગુરુબહેને સાથે રહેતાં હતાં. ગુરુબહેનની શિષ્યાઓને જ્ઞાન-ધ્યાન-તપ-સંયમની આરાધના આગળ વધારવામાં ઉત્સાહી હતાં અને તેમાં સાથ આપતાં હતાં. પિતે ઉમરે અને પર્યાયે મોટાં હોવા છતાં નાનાં સાચવીશ્રીઓનું કામ પણ હસતે મુખે કરી લેતાં. ૨૮ વર્ષના દીક્ષા પર્યાયમાં નમ્રતાપૂર્વક ભક્તિ કરી સંયમને દીપાવ્યું છે. તેઓશ્રીએ ૮ ઉપવાસ, ૧૦ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, ૨ વર્ષીતપ, વર્ધમાન તપની ૪૭ ઓળી આદિ નાની–મોટી તપશ્ચર્યા કરી હતી.
છેલ્લા એક વર્ષમાં કલ્પનામાં ન આવે તેવું અસહ્ય વેદનીય કમ તેઓશ્રીને ઉદયમાં આવ્યું. ગોઝારી માંદગીએ એવો સંથારો કર્યો કે કાળધમથી જ તેને અંતાઓ. આ માંદગીમાં તેઓશ્રીએ ભિન્ન-ભિન્ન દર્દીને સમતાભાવે ભગવ્યાં. તેઓશ્રીએ જે સહન કર્યું તેનું વિસ્તારથી વર્ણન કરીએ તો ઘણું લાંબું લખાણ થાય. આ વેદના સહન કરવાના કાળ દરમિયાન, એકાએક ચીસે પણ તેઓશ્રીથી પડાઈ જતી હતી તે વળી ક્યારેક-ક્યારેક જેશ-જોશથી રડી પડતાં હતાં. કેટલાક દિવસો સુધી સનિપાત જેવું પણ થઈ જવા પામ્યું. માત્રુ-ઠલાની પણ તક્લીફ થઈ કેટલેક સમય બેભાન અવસ્થામાં પણ રહ્યાં. પાટણ હોસ્પિટલમાં દાખલ કરાયાં. રક્તના તેમ જ યુકેઝના બાટલા પણ આપવામાં આવ્યા. આવું બધું ઘણું-ઘણું તેઓશ્રીએ સહન કર્યું. તેઓશ્રીને સુખ–શાતા–પૃચ્છા માટે તેઓશ્રીના સમુદાયનાં પૂ. સાધ્વીજી મ. ઠા. ૨ ખાસ મહેસાણાથી વિહાર કરીને પધાર્યા હતાં. છેલ્લા દિવસોમાં આંચકી (તાણુ) આવવા લાગી, આંખોનું નૂર હણાઈ ગયું. કીકીઓ સ્થિર થઈ ગઈ–આવી બધી પરિસ્થિતિમાં પણ તેઓશ્રીને જ્યારે જ્યારે પૂછવામાં આવતું હતું કે સમાધિમાં છે ને? ત્યારે “હા” ને ઈશારો કરતાં હતાં. આવી હતી તેઓશ્રીની સહનશીલતા ! છેવટે જીવાદોરી ટૂંકી હતી. તેઓશ્રી સં. ૨૦૩૪ના શ્રાવણ સુદ ૭ ની સવારે આઠ વાગે પાટણ મુકામે ડંખ મહેતાના પાડામાં શ્રી સાગરગચ્છ શ્રાવિકા ઉપાશ્રયમાં તેઓશ્રીનાં ગુરુબહેનેનાં શિષ્યા, પૂ. સા. શ્રી કલ્પશીલાશ્રીજી મ. તથા શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં કાળધર્મ પામ્યાં.
પૂ. સા. કલ્પશીલાશ્રીજી મહારાજે સં. ૨૦૩૦ માં સંયમ ગ્રહણ કર્યું ત્યારથી તેઓશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org