________________
૭૫૪ ]
[ શાસનનાં શ્રમણરત્નો
ષ, મેહ, માન આદિ અઢાર પાવસ્થામાં ડૂબકીઓ જ મારવાની? શું માનવ જન્મનું લક્ષ્ય માત્ર આ જ છે? અંતે ૮૪ લાખના ફેરા માત્ર? કેટલાય જન્મો વીત્યા હશે? અને હજુય વીતશે? બહુ દુર્લભ એવી માનવ–ગતિમાં આ બધાંથી ઊગરવાને કઈ માર્ગ છે? અને એમને માર્ગ મળે –
પૂજ્ય સાધ્વીરત્ન શ્રી મનહરશ્રીજી મ.નાં શિષ્યા શ્રી હિંમતશ્રીજી મ.ને સમાગમ થયે અને તેમની અમૃતવાણીએ કેશીબહેનના આત્માને જાગૃત કર્યો અને એમની વૈરાગ્યભાવનામાં વૃદ્ધિ કરી. તેમનાં જ ચરણે ચાલવા, તેમની શિષ્યા થવા તૈયાર થતાં પૂજ્ય આ. ભગવંત શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી કીતિસાગરસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે ધામધૂમપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ સહિત અનેક સાધુ-સાધ્વી મ. સાહેબના સાન્નિધ્યમાં વિ. સં. ૧૯૯૪ના મહા વદ ૬ ના રોજ મહેસાણા નગરે દીક્ષા ગ્રહણ કરી અને કેશીબહેનમાંથી પૂ. સાધ્વીશ્રી વિબોધશ્રીજી મહારાજ બન્યાં.
તેઓશ્રી માતા-પિતાની માયા છોડીને સંસારની અસારતામાંથી આત્માની ઊર્ધ્વગતિ તરફ ચાલી નીકળ્યાં. ત્યાગમાર્ગના આરંભે જ તેમનું મન પોકારી ઊયું : “અરિહંતા મે શરણમ !” અને અરિહંતના શરણે....એમના જ માગે પૂ. વિબેધશ્રીજી મહારાજે પ્રયાણ કર્યું. અપાર હર્ષ અનુભવતે હતે આત્મા! કર્મનાં બંધનમાંથી મુક્ત થવા થનગની રહ્યો હતે આત્મા! અસાર સંસાર પર વિજય મેળવી રહ્યો હતે આત્મા? સાધુપણાને સાચી રીતે દીપાવતાં-દીપાવતાં વડી દીક્ષાને લાયક થતાં તે જ સાલમાં વૈશાખ સુદ ૩ ના સુવર્ણ દિવસે સમૌ ગામે વડી દીક્ષા થઈ
આત્મકલ્યાણ અને ધર્માચારોમાં મગ્ન એવાં પૂ. સાધ્વીજીશ્રીએ જુદાં-જુદાં સ્થળોએ—વિ. સં. ૨૦૦૦ થી ૨૦૧૯ સુધી – મહેસાણા, આણંદ, ચાણસ્મા, પાટણ, અમદાવાદ, પાલીતાણા, મેવાડ, મારવાડ, ગોલવાડ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોએ ચાતુર્માસ અને વિહાર કર્યા. આ દરમિયાન પૂ. સાધ્વીજીશ્રીએ પિતાની પ્રભાવશાળી વાણીથી બે આત્માઓને સંસારમાંથી મુક્ત કરાવી વીતરાગના માર્ગે ચાલવા પ્રબોધ્યા; અને એમને બે ઉત્તમ શિષ્યાઓ મળી. સં. ૨૦૦૭ માં કારતક વદ ૬ ના દીક્ષા ગ્રહણ કરનાર શમશેરબહાદુરવાળા શાહ દેશવલાલ સવાભિાઈ (અમદાવાદ) નાં ધમપની જેઓ પ્રબોધશ્રી નામ પામ્યાં અને ૨૦૦૯ માં શાહ મૂળચંદભાઈ જમનાદાસ અમદાવાદવાળાનાં દીકરી હીરીબહેન જેઓ પ્રિયલતાશ્રીજી નામે ઓળખાયાં.
પૂ. સા. શ્રી વિશ્રીજી મહારાજે સંયમજીવનમાં જ્ઞાનનો અખૂટ ભંડાર મેળવ્યો છે. નવસ્મરણ, જીવવિચાર, ચાર પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, મોટી સંગ્રહણી, વૈરાગ્યશતક, ઇન્દ્રિય શતક, સંબોધ–સત્તરી, તત્વાર્થ સૂત્ર, સિંદૂર પ્રકરણ, સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. કાશીના પંડિત પાસેથી અને સૈદ્ધાંતિક ઉપર્યુક્ત ગ્રંથને અભ્યાસ પંડિત પ્રભુદાસ બહેચરદાસ પારેખ પાસેથી કર્યો. પંચસંગ્રહ, પ્રકાશ, ૧૮ હજારી કલેકેને અભ્યાસ પૂ. દૌલતશ્રીજી મ. સાહેબના સાન્નિધ્યમાં અમદાવાદ રહી કર્યો. લાડકી બહેન પાસે રહીને કમગ, દ્રવ્યાનુયેગ, આત્મસિદ્ધિ જેવા (પૂ. બુદ્ધિસાગરસૂરિનાં યેગશાસ્ત્રો) ગ્રંથે પણ જાણ્યા. ઈતર વાચનમાં વીરાયન, ત્રિષષ્ટિશલાકા ચરિત્ર, ધર્મસંગ્રહ તથા કલ્પસૂત્ર અને બારસા સૂત્ર, સાધ્ધ વિધિ, મહાપુરુષનાં ચરિત્ર,
કિયા અને દશવૈકાલિક સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્ર ( ૩૬ અધ્યયન ચૂલિકાઓ સાથે) જેવા ગ્રંથે પણ વાંચ્યા. આજે પૂ. શ્રી આંખથી લાચાર છે, નહીં તો હજુય જ્ઞાનની ઉન્નત ક્ષિતિજ પામવા સતત વાંચન કરતાં જ હેત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org