________________
૭૪૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ને
મંજુલાશ્રીની શિષ્યા તરીકે રાખ્યું. તે પછી સ'. ૨૦૧૭નું અંતિમ ચૈામાસુ લાદરા મુકામે કર્યું. ચામાસા પછી બીમારી વધતી ગઈ. પેાતાની શિષ્યા આઠ ને પ્રશિષ્યા દશ-આમ માટે પરિવાર હતા. શિષ્યા-પ્રશિષ્યાઓએ આરાધના સારી કરાવી. અતિમ સમયે મનહરશ્રીજી મ. પેાતાના પિરવાર સાથે લેાદરા ગુરુબહેનની ખબર લેવા આવેલાં, તે પણ શકાયાં, ને નવકારમંત્રની આરાધનામાં લીન કર્યાં. છેવટે સ. ૨૦૧૮ના ફાગણ વદ અમાવસ્યાની સાંજે આઠ વાગે નવકાર મંત્રનુ' સ્મરણ કરતાં કાળધમ નું સ્મરણ કરતાં કાળધમ પામ્યાં. સ્મશાનયાત્રા ભવ્ય રીતે કાઢીને લેાદરાના સંઘે અાહ્નિકા મહેાત્સવ કર્યાં હતા. શિષ્યા-પ્રશિષ્યાઓને વિરહ-તાપે ઝૂરતાં મૂકીને ગુરુજી ચાલ્યા ગયા. જ્યાં હો ત્યાંથી પૂ. ગુરુજી અમને આશીર્વાદ આપશે, એ જ અભ્યર્થાંના. પૂ. ગુરુજીએ ૪૬ વર્ષી ચારિત્ર પાળ્યુ, પૂજયશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યાઓમાં સા. શ્રી મંજુલાશ્રીજી અને તેમનાં શિષ્યાએ મૃગલેાચનાશ્રીજી, મયણલતાશ્રીજી, સુરપ્રભાશ્રીજી, વિદિતરત્નાશ્રીજી, ભવિતરત્નાશ્રીજી આદિ. સાધ્વીજી શ્રી મંજીલાશ્રીજી
--
જ્ઞાનના પ્રકાશને રેલાવતાં અને ચારિત્રની સુવાસને પ્રસરાવતાં
પૂ. સાધ્વીજી શ્રી પ્રમાદશ્રીજી મહારાજ
શ્રી વીરપ્રભુનુ' શાસન પાંચમા આરાના છેડા સુધી ચાલશે એ નિઃસાય છે. ચતુર્વિધ શ્રીસ`ઘના ચારે પાયામાં કેટલાક આત્માએ મનુષ્ય ભવને પરમાત્માના માર્ગે વાળી બીજા અનેક જીવાને પ્રેરણાદાયી બની રહે છે. એવુ ઉન્નત જીપન સાધ્વીરત્નશ્રી પ્રમેાશ્રીજી મહારાજનુ હતુ..
શ્રી શત્રુંજયની ટૂંક સમાન જિનમદિરેથી સુશેાભિત જામનગર શહેરમાં ઠક્કર કુટુંબમાં હેમકુ વરબેનની કુક્ષીએ સ. ૧૯૬૭ના કારતક વદ ૧૧ ને શુભ દિવસે એક પુત્રીરત્નના જન્મ થશે. પૂર્વજન્મના સંસ્કાર લઈ ને આવેલી પુત્રીના જન્મે માતાના જીવનમાં ધમ શ્રદ્ધા દૃઢ બની, અને ચારિત્રની ભાવના થઈ. માતાપુત્રીએ પૂ. તપસ્વિની સાઘ્વીશ્રી મનેાહરશ્રીજીનાં શિષ્યા-પ્રશિષ્યા રૂપે દીક્ષા અંગીકાર કરી અને સા. શ્રી હિંમતશ્રીજી તથા સા. શ્રી પ્રમેાદશ્રીજી નામે જાહેર થયાં. તે કાળમાં માત્ર ૧૩ વર્ષોંની ઉંમરે, સ. ૧૯૮૦ માં દીક્ષા લેનાર ખાલસાધ્વી ભાગ્યે જ જેવા મળતાં. તેમાંયે પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સમુદાયમાં પ્રથમ તેએશ્રી બાલબ્રહ્મચારિણી બાલદીક્ષિત હતાં.
દીક્ષા બાદ નાની ઉ ́મર, કુશાગ્ર બુદ્ધિ, વડીલેાની ભણાવવા માટેની કૃપા—એ સવને લઈ ને વ્યાકરણ, ન્યાય, યેાતિષ, કમ` સાહિત્યને ગહન અભ્યાસ કર્યો. અભ્યાસ સાથે વી તપ, અઠ્ઠાઈ, વીશસ્થાનક, વર્ધમાન તપની ઓળીઓ વગેરે તપશ્ચર્યાં પણ ચાલુ રાખી. દીક્ષાપર્યાંય વધવા સાથે, પૂના ઋણાનુબંધે પ્રવીણાશ્રીજી, સુમિત્રાશ્રીજી, ચંદ્રપ્રભાત્રજી, ઉમ ગશ્રીજી, વિષ્ણુધશ્રીજી, રાજેન્દ્રશ્રીજી આદિ વિશાળ શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવાર થયેા. વડીલેાની ભક્તિ નિમિત્તે તેઓશ્રી ક્વચિત ગાચરી-પાણી માટે જતાં, બાકી સમગ્ર જીવન પઠન-પાઠનમાં વ્યતીત થયું.
પૂ. શ્રી સુધ સાગરજી મહારાજ સમેત અનેક ભવ્યાત્માને સંયમમાગે વાળનાર પૂજ્યશ્રી પ્રમાદશ્રીજી મહારાજ હતાં. જીવનનાં છેલ્લા વર્ષોમાં તેઓશ્રીની તબિયત અસ્વસ્થ રહેતી. અતિમ ચાર ચાતુર્માસના લાભ વિજાપુર શ્રીસંઘે લીધેા. એક બાજુ રોગના હુમલા વધતા; બીજી બાજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org