________________
૭૪૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો થયો. રૂપ, લાવણ્ય, લક્ષણે જોઈને જેમ સાગરના કલોલ ઊછળે તેમ માતાના હૃદયમાં આનંદના કલોલો ઊછળવા લાગ્યા. ઘણું પ્રેમથી પુત્રીનું નામ પાડ્યું અમથી. ઘણું લાડકોડથી ઉછેરાતાં સમય વિતવા લાગ્યું. પણ કુદરત ક્યાં કેને છોડે તેમ છે! બાલવયમાં માતા હરકેરબહેને દુનિયામાંથી વિદાય લઈ લીધી. પુત્ર-પુત્રીને માતાને વિગ થય. જીવાભાઈને ચિંતા વધી કે આ બે બાળક કેવી રીતે સચવાશે ને મોટાં થશે ? બધાં કુટુંબીજનોની સલાહ-સૂચનથી બીજી વાર લગ્ન કર્યું.
અપર માતા બે બાળકને પિતાના બાળકની જેમ પ્રેમથી મોટાં કરે છે. બે બાળકોને પિતાની જનેતા યાદ આવતી નથી. નવી માતાને પણ ગજી, જશી ને કાંતિભાઈ – આ ત્રણ સંતાન થયાં. અમથીબહેનને ભણાવ્યાં, ગણાવ્યાં ને ઉંમરલાયક થયાં. હૃદયમાં જૈન ધર્મ વસેલ હોવાથી, ઇચ્છા નહીં હોવા છતાં મા-બાપે લેદરા ગામે છગનલાલ ઉમેદચંદના સુપુત્ર વેણચંદભાઈ સાથે અમથીબહેનનાં લગ્ન ધામધૂમથી કર્યા. અમથીબહેનને સાસરું ગમતું ન હતું. અવારનવાર પુંધરામાં મોસાળમાં જતાં. કમસત્તા આગળ કેઈનું પણ ચાલતું નથી. છ માસમાં જ વેણીચંદભાઈ પાણીના ઉપદ્રવથી દેવલોક પામ્યા. આ અકાળ મૃત્યુ થયું, ને પુંધરાથી અમથીબહેનને બેલાવ્યાં. ત્યારે ગાડીઓ ન હતી. ગાડામાં લાવ્યા, ને જે વ્યવહાર કરવાનું હોય તે કર્યો. તે પછી તે વિશેષ ધર્મક્રિયા કરવા માટે પિયરમાં રહ્યાં,
માણસામાં રહી ધર્મ સાથે જ મિત્રતા બાંધી. દિન-પ્રતિદિન ધર્મમાં રુચિ વધતી ગઈ, ને સંસારથી અસારતા લાગી. સંયમની ભાવના ચઢતી રહી. હવે તે દેરાસર, ઉપાશ્રય સિવાય કંઈ ગમતું નથી. પૂ. હરખશ્રીજી મ. ના શિષ્યા સુમતિશ્રીજી મ.ને ગુરુ ધાર્યા, ને એમની સાથે સંબંધ વધ્યો. સંયમની અનુમતિ પિતાશ્રી પાસે માગી, ને પિતાએ પણ આનાકાની કર્યા વિના અનુમતિ આપી. પિતાશ્રી સમજે છે કે મારી પુત્રીને માટે આ સંયમમાગ ઉત્તમ છે.
શ્રીમદ્ ગનિઝ આ. મ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. પાસે મૂરત જોવડાવ્યું તે સં. ૧૯૭૨ ના જેઠ વદ ૩ નું મૂરત નક્કી કર્યું. આચાર્ય મ. ને વિનંતી કરી માણસા સામૈયાપૂર્વક પ્રવેશ કરાવ્યું. અષ્ટાહ્િનકા મહોત્સવપૂર્વક ધામધૂમથી માણસની મેદની વચ્ચે દીક્ષા આપી અને સુમતિશ્રીજી મ. નાં શિષ્યા તરીકે અમથીબહેનનું નામ એમના ગુણ પ્રમાણે અમૃતશ્રીજી મ. પાડ્યું. બીજી એક બહેનનું નામ મધુરશ્રીજી પાડ્યું. આમ બે શિષ્યા એક જ દિવસે થયાં, ને એક માસ
લાં મનહરશ્રીજી મ. ની દીક્ષા થયેલ. આ રીતે સુમતિશ્રીજી મ.ને ત્રણ શિષ્યા એક વરસમાં થયાં.
અમૃતશ્રીજી મ. ને દીક્ષા લીધે સત્તર દિવસ થયાં ને સુમતિશ્રીજી મ. ને કેડમાં સણકે આવવાથી કાળધર્મ પામ્યાં. કેવી કુદરતની લીલા છે ! જેને માતાનું સુખ નહીં, તો ગુરુનું સુખ પણ કુદરત ક્યાં ભેગવવા દે તેમ છે? અમૃતશ્રીજી મ. ને ખૂબ આઘાત લાગ્યો. આખા ગામમાં ને પ્રદેશમાં હાહાકાર વર્તાઈ ગયે. હવે વડી દીક્ષાનો સવાલ આવીને ઊભો રહ્યો, કે કોના નામની લેવી. ગનિષ્ઠ આ. બુદ્ધિસાગરસૂરિની સલાહસૂચક સુમતિશ્રીજી મ. નાં મુખ્ય શિષ્યા દર્શનશ્રીજી મ. હતાં. એમના નામની ત્રણ નવા દીક્ષિતને પ્રાંતિજમાં વડી દીક્ષા આપી.
પણ કાળ ગોઝારો આ સહન કરી શક્યો નહીં. પાંચ વર્ષના અંતે સં. ૧૯૭૮ ના પિષ વદ ૧૧ ના દર્શનશ્રીજી મ. નો કાળ કેળ કરી ગયો. અમૃતશ્રીજી મ. ને આઘાત પર આઘાત આવવા લાગ્યા. પણ મન મજબૂત કરી સહન કરવા લાગ્યાં. સં. ૧૯૭૮ માં વેરાવળ ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org