________________
૭૪ ]
શાસનનાં શમણીરને બચી ગયાં અને સારું થઈ ગયું. તેઓની એટલી બીમારી થઈ અશક્ત હોવા છતાં પોતાનું યેય મૂકતાં ન હતાં. પિતે જ્ઞાનાભ્યાસમાં ઘણા જ ઊંડા ઊતર્યા હતાં. બુદ્ધિ પણ અજબ હતી. ઘણો જ પરોપકાર કરતાં હતાં. તે અભ્યાસમાં પંચસંગ્રહ. આવશ્યક સૂત્ર વગેરેને અભ્યાસ કર્યો હતા. ત્યારબાદ જયંતીશ્રીજીની તબિયત ઘણું જ નરમ રહેતી હતી. આખરે ચારેક વર્ષે તેવી સ્થિતિ ભેગવીને તે પણ કાળધર્મ પામ્યાં. તેમની અંતિમ ક્રિયાને લાભ શેડ કસ્તુરભાઈ લાલભાઈના અખંડ સૌભાગ્યવંતાં પત્ની બાઈ શારદાબાઈ એ સારો લીધો હતો. જયંતીશ્રીને મંદવાડ પણ ત્રણ વર્ષ સુધી રહ્યો હતો, પણ દૌલતશ્રીજી મહારાજના સાધ્વી-સમુદાયે વિનય વૈયાવચ્ચ સારી રીતે કરી હતી. જયંતી શ્રીજીને પૂજ ગુરુદેવ પર અત્યંત ભક્તિરાગ હોવાથી દૌલતશ્રીજી મહારાજને પણ જયંતીશ્રીને વિરહ ઘણે જ લાગતો હતો, પરંતુ જન્મ-મરણમાં કેઈનું ચાલતું નથી.
યંતીશ્રીજીના કાળધર્મ પછી તો વિહાર કરવાની ઘણી જ ભાવના હતી, પરંતુ સ્વ. શેઠજી શાહ કસ્તુરભાઈ લાલભાઈનાં ધર્મપત્ની શારદાબાઈએ વિહાર કરવા દીધો નહીં. છેવટે સાતમું ચોમાસું પણ અમદાવાદ થયું. ચોમાસું પૂર્ણ થયા બાદ પોષ માસમાં વિહાર કર્યો. સાણંદ, ગૌદાલ, શેરીસા, પાનસર વગેરે સ્થળે વિહાર કરી અનુક્રમે મહેસાણા પધાર્યા. ત્યાંથી તારંગાજી તીર્થ યાત્રા કરવા જવાની ઘણી જ ઉત્કટ ભાવના હતી. પરંતુ મહેસાણાના સાયણ સમરતબાઈ અથવા બલુબાઈ વગેરેએ મહેસાણાથી વિહાર કરવા દીધો નહીં.
ત્યાર બાદ પિતાની પણ તબિયત બગડી. ઇન્જકશન વગેરે પાયું. બ્લડપ્રેસર, ડાયાબિટીસ પણ વધારે પ્રમાણમાં હોવાથી તીર્થની ફરસના નહીં હોવાથી પોતે જઈ ન શકયાં. અંતે ૨૦૦૧ની સાલનું ચોમાસું પણ મહેસાણામાં જ થયું. ચોમાસામાં વાચને અપાતી હતી. સમીવાળા વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ ત્યાં બિરાજમાન હતા, તેમ આચાર્ય મહારાજના મૂખથી બપોરના એક કલાક વાંચવા-સાંભળવા આખા સમુદાય સાથે પોતે પધારતાં હતાં, તેમ મકાનમાં પણ પતે એક કલાક શશ જયાનંદ કેવલી ચરિત્ર વાંચતાં હતાં. ચોમાસાના કાળમાં ધર્મ પ્રવૃત્તિ ઘણી જ સારા પ્રમાણમાં થઈ હતી.
ચોમાસા બાદ કાતિક મહિનામાં વિહાર કરવાનો હતો, પરંતુ મહેસાણાનિવાસી ભાઈ મણિલાલ દૌલતરામની દીકરી બાળકમારી બાઈ પ્રભાવતીને દીક્ષાની ભાવના ઘણા જ સમયથી હતી, તે અંતરાયનો ઉદય પૂર્ણ હોવાથી તે જ વખતે માગસર માસમાં રજા મળવાથી માણસર સુદ ૧૦નું દીક્ષાનું મુહૂર્ત હતું તે મણિલાલભાઈ તથા તેમનાં બહેન સમરતબહેને વિહાર કરવા દીધો નહીં અને રોકાઈ ગયાં. ત્યાર બાદ મહેસાણામાં ઉપધાન તપ હોવાથી સર્વ સાધ્વીજી, ગૃહસ્થ સંબંધીઓ ઉપધાનમાં હોવાથી માળે વખતે પણ વિહાર કરવા દીધું નહીં. માગસર વદ દસમીના દિવસે દરેકને માળા પહેરાવીને એગિયારસે સવારને વિહાર કર્યો.
દેઉ, વાલમ, વિસનગર, વડનગર, ખેરાલુ થઈને અનુક્રમે તારંગાજી તીર્થે પધાર્યા. ત્યાં આડ દિવસ રોકાણ અને ઘણા જ વખતથી ભાવના ભાવતાં તે આજે પૂર્ણ થઈ હોવાથી પોતાના આત્માને આહૂલાદનો પાર ન હતો. આઠ દિવસ ઘણું જ ભાવનાપૂર્વક દાદા અજિતનાથ પ્રભુની જાત્રા કરી, ભાવના ભાવ. ત્યાંથી કેશરિયાજીનો રસ્તો પૂછી જવાને નિર્ણય કર્યો. તારંગાજીથી વિહાર કર્યો. ત્યાંથી રત્નશ્રીજી વગેરે પાંચ ઠાણને કુંભારિયાજી યાત્રાથે મોકલ્યાં અને પોતે પણ વિહાર કરી વાવ, સનલાસણા વગેરે થઈને વડાલી પધાર્યા, અને કુંભારિયાજી તીર્થથી યાત્રા કરી તે પણ વડાલી આવી ગયાં અને ત્યાંથી ઈડર પધાર્યા. ત્યાં પણ ગઢ ઉપરની યાત્રા શાંતિપૂર્વક કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org