________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૭૦૫
અને ગુજરાતના વિહારમાં પ્રવચનશૈલીની કુદરતી બક્ષિસ અને વાણીની મધુરતાથી હજારોની સખ્યામાં માનવગણને પરમાત્માનાં વચનામૃતનું પાન કરાવતાં હતાં.
ગંગા, યમુના અને શેણુ નદીના ત્રિવેણીસ`ગમથી જેમ પ્રયાગ શાલે, તેમ પાપકાર, પ્રેમ અને પરમાર્થથી તેમનું જીવનપુષ્પ શેાલતુ હતુ. સહિષ્ણુતા, મમતા અને સેવા તા એમના હમેશનાં સહચારી હતાં, વૈરાગ્ય સાથે વાત્સલ્યના વારિધિ તેમની રગેરગમાં ધોધમાર ઉછાળા મારતા, આબાલવૃદ્ધ સૌ કોઈ એમની પાસેથી પ્રેરણા મેળવતુ.. ક્રીનને દિલાસ! આપતાં અને દીનતાને દેશવટ આપતાં. એમની કરુણાના ભડાર હુંમેશ ખુલ્લું! જ રહેતા.
સ્વરૂપ-સંપત્તિના `પાદન માટે તેઓ સદા અંતરાત્માના અતુલ ઊંડાણથી અરિહંતના સ્મરણમાં એકાકાર બની જતાં. ૮૫ વર્ષની વય ઘણી ખરી શાતાવેદનીયમાં પસાર થઈ; પરંતુ એમના ધૈય બળની કસેાટી કરવી ન હેાય, તેમ અશાતાવેદનીયને! ધીરે-ધીરે ઉદય થવા લાગ્યા અને સહિષ્ણુતા અને સમતાનું સેાનું સેાટીએ ચઢયુ.. તેએશ્રીએ દૃઢ સંકલ્પ કર્યાં કે આ દેહ ક્ષણજીવી છે. ક્ષણજીવીની સાવચેતીમાં સપડાઈ આત્માના અનંત વૈભવને ખેાવે! નથી. આ સમયે મમતાના સાગરમાં ડૂબી જોઈશ તા સમતાના સેાપાનથી ચૂકી જઈશ. ધીમે-ધીમે અશાતાવેદનીયના ઘેરા વધતા ગયા; પણ પરમાત્માના શાસનના સચાટ અનુરાગ એમના આત્મબળને સચાટ રીતે ટકાવી રાખતે. જે કાઈ આ તાદૃશ્ય ચિતારને જોતાં અગર સાંભળતાં તેમના મુખમાંથી સ્હેજે શબ્દો સરી પડતા કે વાહ ! તેએાશ્રીની ધીરજને ધન્યવાદ ! ! છેલ્લાં પાંચ ચાતુર્માસ અણહીલપુર પાટણમાં કર્યાં. દેહની અસ્વસ્થતાના કારણે કચાંય જઈ શકાય તેવી સ્થિતિ ન રહી. છતાં એમના ગુણેથી આકર્ષાયેલા સમસ્ત શ્રીસ`ઘની પ્રીતિ અને ભક્તિનું પાત્ર બન્યાં હતાં. છેલ્લાં ત્રણ વર્ષની અસહ્ય વેદના ભોગવવા છતાં તેએશ્રીનાં ધીરજ, બલ, શાંતિ અને સહિષ્ણુતા અજબ કેટનાં હતાં. જ્યારે જ્યારે પૂજ્યશ્રીને પૂછીએ, કે સાહેબ, આપનાથી આ બધુ શી રીતે સહન થાય છે? ત્યારે સ્મિત કરીને તેઓશ્રી કહેતાં, કે તમને દેહ પરને આટલા બધા રાગ શા માટે છે? હું તેા આ જન્મમાં પુરાણા કમને ખપાવી રહી છું. આપણે જે સર્જન કર્યુ છે તેનુ' વિસર્જન પણ આપણે જ કરવાનુ છે.
બહેનો ! ધક મુનિની ખાલ ઊતરી, ગજસુકુમાલના માથે અગારા મુકાયા, મેતારજ મુનિને વાધર બાંધવામાં આવી, સ્કંધક મુનિના પાંચસે શિા ઘાણીમાં પિલાયા. આ બધા મહાપુરુષોની તે-તે સમયની સમતા કેવી હતી ? “બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શ્યા સંતાપ. ” સમતાપૂર્વક ક ને ખપાવનાર મહાત્માએ જીવનમાં ઝળહળતી જ્યાત પ્રગટાવી ગયા, દિવ્ય તેજ ફેલાવી ગયા અને અનુપમ યાદી મૂકી ગયા. આપણે પણ એ જ રીતે આ મહાત્માઓનાં પગલે ચાલવુ છે. શૂરવીરતાથી કમ સામે ઝઝૂમવુ છે. અતુલ વેદનામાં પણ તેઓશ્રીના આવા ઉદ્ગાર સાંભળી અમને ઘણું માર્ગદર્શન મળતુ. વેદનામાં પણ એ અતલ ઊ'ડાણમાં કંઈક શોધતાં હાય એમ હુંમેશ ભાસ થતા. ગભીર બીમારીમાં પણ શિષ્યા-પ્રશિષ્યાએ અને અન્ય કોઈ પણ સાધ્વીજી આવે તેને વાત્સલ્યનાં અમીપાન કરાવતાં. તેએશ્રીને સા. શ્રી રજનશ્રીજી આદિ પાંચ શિષ્યાએ અને ફુલ પિરવાર તે વખતે ૨૨ કાણાં હતાં. હાલ ૬૨ કાણાં છે. સાધ્વીઓ પણ વ્હાલસેાયા તી સ્વરૂપ ગુરુજીની સેવામાં અહાનશ તત્પર રહેતાં. જેને સેવાના મેવા મળતાં તે પેાતાના જીવનને ધન્ય માનતાં. સ. ૨૦૩૦ના ચૈત્ર માસની એળીમાં શિષ્યા-પ્રશિષ્યાઓને પેાતાના હાથે જ વમાન તપ અને નવપદજીની ઓળીઓનાં પારણાં કરાવ્યાં. ત્યાર પછી માંઢગી વધી, પરમ શાંત રસમાં ઝૂલતાં જાણે ન હોય, તેમ શરીરના અયયવામાં શિથિલતા આવવા છતાં સમતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org