________________
શાસનનાં શ્રમણીર ]
[ ૭ર૭ સુધી તે પિતાની સવ પ્રવૃત્તિ સ્વયં કરતાં, જ્ઞાન–ધ્યાનમાં મસ્ત હતાં. ૬૦ માં ઉપવાસે તબીયત નરમ થતાં સંઘે પારણું કરવા વિનતિ કરી, પણ હાથ હલાવી ના પાડતાં. ૬૧ માં ઉપવાસે ફરીથી શ્રીસંઘે પારણું કરવા આગ્રહભરી વિનતિ કરી, છતાં અસ્વીકાર. મનોબળ મક્કમ હતું. પોતાના લક્ષ્યબિંદુએ પહોંચવા ઇચ્છતાં હતાં. પૂ. આ. શ્રી વિજયક૯પજયસૂરીશ્વરજી મ. સાહેબે ૬૧ માં દિવસે એક ઉપવાસનું પચ્ચખાણ આપ્યું. પોતે સ્વાધ્યાયમાં અને આત્મરમણતામાં મશગૂલ થઈ ગયા. સવારના અગિયાર વાગ્યાથી તબિયત બગડતી ગઈ. સર્વથી ખમત-ખમણ કરવાનું શરૂ કર્યું. સવ કેઈ નિર્ધામણા કરાવતું રહ્યું. પરંતુ મનમાં ભાવ કેવા ! કઈ મારા ૬૮ ઉપવાસ ૭ ઉપવાસ કરીને પૂરા કરજે. અપૂવ સમાધિ-સાધના કરતાં ચતુર્વિધ સંઘની હાજરીમાં ચાર વાગ્યે કાળધર્મ પામ્યાં. અમને એક તપસ્વીરનાની ખોટ પડી. તપસ્વીરત્નાના ૬૧ મા ઉપવાસે સ્વર્ગવાસ થયાના સમાચાર આખા શહેરમાં ફરી વળતાં જૈન-જૈનેતર હજારોની સંખ્યામાં દર્શને આવવા લાગ્યાં. રેડિયે પર સમાચાર પ્રસારિત થતાં બહારગામથી પણ ભાઈ-બહેનો આવવા લાગ્યાં.
ભાદરવા સુદ ૮ ના દિને જરિયાન પાલખી નિકળી હતી. અંતિમ સંસ્કારમાં ૩૫-૪૦ હજારની જનમેદની સામેલ હતી. આ પ્રસંગે ૨૨૫ જીવ છોડાવવામાં આવ્યા હતા. અસ્થદાન ફંડ રૂા. ૪૦,૦૦૦ નું થયું હતું. ૬૮ ઉપવાસના પારણે સ્વામીવાત્સલ્ય કરવાની અગાઉથી જાહેરાત થઈ ગઈ હતી તે અનુસાર ભાદરવા સુદ ૮ થી બે સાધ્વીજી મ. સાહેબે ૭ ઉપવાસ કરી ૬૮ ઉપવાસ પૂરા કર્યા હતા. બાદમાં ભાદરવા સુદ ૧૫ ને સ્વામીવાત્સલ્ય સંઘ-જમણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર તેમ જ અન્ય સ્થળેએ જિનેન્દ્ર-ભક્તિ-મહોત્સવે રચાયા હતા.
આ સ્વગીય તપસ્વિની મહષિની સાધ્વીજી આરાધનાબળે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંદર સ્વામી સમીપે પહોંચી આરાધના કરી આત્મનિસ્તાર કરી રહ્યાં હશે તે નિઃશક વાત છે. તપની તપોભૂમિમાં અંતસમય સુધી તપતાં એવાં તપસ્વીરત્નાને સૌની કેટિ-કોટિ વંદના.
(સૌજન્ય : નવસારીવાલા મુક્તાબહેન મહેન્દ્રભાઈ તરફથી)
સદા સસન્નવદના, પ્રભુવીરનાં સંદેશ વારિ સિંચનકારિણી.
પ્રતિભા-સંપના, દિય-તેજવિની પૂ. સાધ્વીજી શ્રી વારિષણાશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વીજી શ્રી વજસેનાશ્રીજી મહારાજ
જે ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય,
એહ નિયમ અવિનાશને, જે જગ્યું તે જાય.” – કલાપી સુષ્ટિના સર્જનહારે જગ નિર્માણ કર્યું ત્યારથી જ ઉદયને પ્રાધાન્ય આપ્યું, જેમ કે ઉષા-નિશા, સવાર-સાંજ, ભરતી-ઓટ, સુખ-દુઃખ, યૌવન-જરા, જન્મ-મરણાદિ. એ રાહે આ ક્રમ ઊલટસૂલટ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. એમાં મીનમેખ થતો નથી. “જે પિઢે ઝોળીમાં, અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org