________________
[ શાસનનાં શમણીરત્નો
આપશ્રીજી શતજીવી બની સ્વ-પરનું કલ્યાણ કરતાં સદાય જયવંતા વાર્તા એ જ મંગલ કામના કરતે આપનો પરિવાર ને આપની છત્રછાયા તથા કૃપાને સદાને માટે ઝંખતી આપની ચરણરજ સા. પ્રિયદર્શીનાશ્રીની કેટિશઃ વંદનાવલિ.
મકકમ મનોબળશાળી, ઉગ્રવિહારી, જ્ઞાન-ધ્યાનમાં મસ્ત,
આત્મરમણુતામાં મશગૂલ, તપોનિષ્ઠા શાસનપ્રભાવિકા પૂ. સાધ્વીજી શ્રી ત્રિલોચનાશ્રીજી મહારાજ
સૌરાષ્ટ્રના પિરીસ સમાં જામનગર શહેરમાં શ્રેષ્ઠી શ્રી મગનભાઈ જગજીવનભાઈ તથા માતા જીવીબહેનને ત્યાં તારાબહેન નામે પુત્રીરત્નનો જન્મ થયે હતો. બાલ્યવયમાં તારાબહેને ઉપધાન તપ વહન કર્યા હતાં. માત્ર ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ-ઘાટકોપરમાં સં. ૨૦૦૭ના માગસર વદ ૧૦ ના પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી.
ગનિષ્ઠ પૂ. આ. શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની પ્રગતિની સા. શ્રી નમશ્રીજી મહારાજનાં સુશિષ્યા તરીકે સાધ્વીજી શ્રી ત્રિલેચનાશ્રીજી તરીકે જાહેર થયાં હતાં.
દીક્ષા અંગીકાર પછી ગુરુશ્રીજી સાથે ઉગ્રવિહાર કરી બિહાર, બંગાળ, સમેતશિખરજી, કલકત્તા જેવા દૂરના પ્રદેશમાં વિચરી તીર્થયાત્રાએ કરી હતી.
નિત્ય ૩૦૦૦ શ્લોકનો સ્વાધ્યાય, તેમાં શ્રી દશવૈકાલિક સૂત્ર અને વીતરાગ સ્તોત્રનો સ્વાધ્યાય કરી પછી જ પાણી વાપરતાં. રોજ બાંધી ૨૦ નવકારવાળી ગણતાં. રોજ ૧૦ કલાકનું મૌન. પ્રત્યેક તપસ્યામાં ત્રણ વખત દેવવંદન. સમેતશિખરજી તીર્થમાં ૧૪ દિવસમાં ૧૪ યાત્રા, શ્રી તળાજા તીર્થની નવાણું યાત્રા, શ્રી ગિરનારજી તીર્થની ૧૫ દિવસમાં ૧૫ યાત્રા, શ્રી સિદ્ધાચલજી તીર્થની નવાણું યાત્રા નવ વખત, છઠ્ઠ તપ કરીને સાત યાત્રા, ૩૧ છઠ્ઠ સાથે કરી હતી. વર્ધમાન તપની ૧૦૫ ઓળી, સહસકૂટ તપ, ૨૪ જિનના કલ્યાણકના ઉપવાસ, બે વરસીતપ, છમાસી, ચારમાસી, ત્રણમાસી, અઢીમાસી, દોઢમાસી, સમવસરણ તપ, શ્રેણીતા, શ્રી મહાવીર સ્વામીજીનાં ર૨૯ છઠું તપ, મા ખમણ, સિદ્ધિતપ, ૪૫ ઉપવાસ, ૧૩ કાઠિયાનાં અઠ્ઠમ તપ, એકાંતર પ૦૦ આયંબિલ, નવપદજીની અલૂણું નવ ઓળી, વીશસ્થાનક તપ, જ્ઞાનપંચમી, મૌનએકાદશી તપ ઈત્યાદિ વિવિધ તપસ્યાઓ કરી, ગુરનિશ્રાએ રહી જ્ઞાન-દયાનમાં અપ્રમત્તપણે આગળ વધ્યાં હતાં. દીક્ષા પછી ૧૪ વર્ષ સુધી લીલેતરીને તથા કેરીને ત્યાગ કર્યો હતે.
સં. ૨૦૩૯ ના ચાતુર્માસમાં પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયવિનયસૂરીશ્વરજી મ. સા., પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયક૯પજયસૂરીશ્વરજી મ. સા., આદિ શ્રમણભગવંતો અને પૂ. પ્રવર્તિની સાદવજી શ્રી નેમશ્રીજી મ. સા. શિષ્યા-પ્રશિષ્યાઓ સહ સુરેન્દ્રનગર બિરાજતાં હતાં. સાધ્વીજી શ્રી ત્રિલોચનાશ્રીજી મ. સા. ના સંસારી પક્ષે પૂ. આ. શ્રીમદ્ વિજયકપજયસૂરીશ્વરજી મ. સા. ભાઈ થતા હતા. ૩૨ વર્ષના દીક્ષા પર્યાયમાં પ્રથમ વાર જ સાથે ચાતુર્માસ કરવાને અણમેલ લાભ મળ્યો હતો. તેમાં ચાતુર્માસમાં નવકારમંત્રના ૬૮ અક્ષરની આરાધનાના મૌનપણે ૬૮ ઉપવાસ કરવાના લક્ષ્યથી અપ્રમત્તપણે અણમોલ અવસરને સોનેરી તક માની ઉપવાસ શરૂ કર્યા. ૫૦ ઉપવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org