________________
શાસનનાં શમણીરત્નો |
[ ૭૩૫ કરી પૂના થઈ ઝગડિયા, કવિ, ગંધાર, ખંભાત, અમદાવાદ વગેરે જાત્રા કરી દેશમાં આવ્યાં પછી પૂ. ગુરુમહારાજશ્રી હેતશ્રીજી મહારાજને વંદન કરી પાલીતાણા આવ્યાં.
પૂજ્ય ભક્તિસૂરિજીના શિષ્ય પન્યાસ વિનયવિજયજી (હાલ આચાર્ય મહારાજ પાસે ૬૪ વર્ષની ઉમરે મેટા જેગ વહન કર્યા તેમાં તલાટીની નવ્વાણું યાત્રા કરી. તળાજાની બે વખત નવાણું યાત્રા કરી. તપસ્યામાં વરસીતપ, સેળ ઉપવાસ આદિ નાની-મોટી તપસ્યા કરી. તેઓ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બંગાળ વગેરેમાં જ્યારે વિહાર કરતાં હતાં ત્યારે ત્યાંનાં લેકેને ધાર્મિક રૂપદેશ આપી જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવતાં.
સાધ્વીશ્રી સુમતિશ્રીજી વૃદ્ધિ અને જ્ઞાનવૃદ્ધ છે. તેઓ પિતાના ત્યાગમાગને દીપાવી રહ્યાં છે. સ્ત્રી-સમાજમાં ધાર્મિક સંસ્કારો રેડીને ઘર-ઘરમાં ધર્મભાવના પ્રગટાવી રહ્યાં છે.
પૂ. સાધ્વીજી શ્રી મયણાશ્રીજી મહારાજ જગતમાં લાખો માણસે જીવે છે અને મૃત્યુ પામે છે, પણ જે આત્માઓએ પિતાના જીવનને ઉજજવળ બનાવ્યું હોય તેમ જ સંયમ, તપશ્ચર્યા અને ઉપદેશ દ્વારા જીવનની કલ્યાણયાત્રા કરી હોય તેવા આત્માઓ પિતાનું જીવન ધન્ય બનાવી જાય છે. પૂ. સાધ્વીજી શ્રી મયણાશ્રીજી મહારાજ એવા જ એક મહાન આત્મા હતાં.
સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરમાં ધર્મિષ્ઠ કુલવડી કુટુંબમાં શ્રી કાળિદાસભાઈ તથા તેમનાં ધર્મપત્ની શ્રી સાંકળીબહેનને ત્યાં મેંઘીબહેન, નાની બહેન અને સમજુભાઈ એમ ત્રણ સંતાને હતાં. ત્રણ સંતાનોમાં માતા-પિતાના ધાર્મિક સંસ્કાર સિંચાયા હતાં. મેંઘીબહેનનાં લગ્ન રાણપુર નિવાસી શેઠશ્રી વૃજલાલભાઈ સાથે થયાં હતાં. આ કુટુંબ સંસ્કારી, સુખી અને ધાર્મિક સંસ્કારોથી રંગાયેલું હતું. મેંઘીબહેનને બે સંતાને હતાં : સૌ. ગજરાબહેન અને ભાઈ માણેકલાલ. આ બને બાળકોમાં પણ માત-પિતાના ધાર્મિક સંસ્કારો ઊતરી આવ્યા હતા.
મેઘીબહેનની ધાર્મિક ભાવના પ્રબળ હતી અને ધીમે ધીમે સાધુ-સાધ્વીજીના પરિચયથી વૈરાગ્યભાવના દઢ થતી ગઈ આ સુખી સંસાર, કુટુંબ-પરિવાર અને મેહ-માયાને તિલાંજલિ આપવાને દઢ નિશ્ચય કરી લીધો. તેમણે વરસીતપ, નવ ઉપવાસ, વિશ0ાનક્તપ, પિસ્તાલીસ વિશસ્થાનકતપ, પિસ્તાલીસ આગમતપ, ચૌદ પૂર્વતપ, ચાવીસ ભગવાનનાં કલ્યાણક નિમિત્તે તપ, પંચમી, રોહિણી, મૌન એકાદશી, મેરુ તેરસ, અઢાર નિધિ, પિષ દસમી, અષ્ટમી આદિ તપે તથા નવપદજીની ઓળી અને વર્ધમાન તપની ઓળી વગેરે ઘણી-ઘણું તપશ્ચર્યા કરી હતી. સં. ૧૯૬૨ માં પૂજ્ય હેતશ્રીજી મહારાજ પાસે દીક્ષા લેવાને અભિગ્રહ કર્યો. તેવામાં તેમના એકના એક જુવાન પુત્ર માણેકલાલનું અવસાન થયું.
ગૃહસ્થ જીવનમાં પણ મોંઘીબહેન ધર્મકાર્ય કરતાં હતાં, અને રાણપુરમાં સેવાભાવે જેન પાઠશાળામાં બહેનેને ધાર્મિક શિક્ષણ આપતાં હતાં, તેમ જ પૂજા મંડળ બાવીસ વર્ષ ચલાવ્યું. સાથે-સાથે જૈન દર્શન અને તત્ત્વજ્ઞાનને ઊંડે અભ્યાસ કરતાં હતાં. તેમણે ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, મોટી સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, ઇન્દ્રિય પરાજય શતક, તત્ત્વાથ કમપયરડી, શ્રી યશોવિજયજી રચિત ચોવીસી, સિંદૂર પ્રકરણ તેમ જ સંસ્કૃત માર્ગો પદેશિકા અને સંસ્કૃત ગદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org