________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૭૩૯ વયેવૃદ્ધ વયે કમજજર સામે ઝઝૂમવા બન્ને પુણ્યાત્માઓએ ઝુકાવી દીધું. મુનિ પ્રસન્ન ચંદ્રવિજયજી બની સંયમયાત્રામાં પ્રસન્નતાથી વિહરતાં રહ્યાં. ૬૫ વર્ષની બુઝર્ગ વયે માતા ગુલાબબહેન ૨૦૨૩ માગશર સુદ-૭ ના રાજનગર મુકામે પ. પૂ. આ. ભ. શ્રી વિજયેાદયસૂરીશ્વરજી મ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી કસ્તુરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ આદિ નવ નવ આચાર્ય ભગવંતોની નિશ્રામાં તથા પૂ. આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયભુવન રત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે ચારિત્રના સ્વાંગ સજી સાધનાપંથે સાધ્વી શ્રી રત્નત્રયાશ્રીજી બની વિહરવા લાગ્યાં. તેઓ પરમ શાંત મૂતિ હતાં. જિંદગીપર્વત બિયાસણાથી ઓછુ તપ પ્રાયઃ કર્યું નથી. દસ અઈ, વષીતપ. સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ, વર્ધમાનતપની ૨૫ ઓળી, વગેરે દ્વારા કમ સામે જંગ માંડયા. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન નાદુરસ્ત સ્વાચ્ય છતાંય આવશ્યક ક્રિયાને નવકારમંત્ર જાપ પ્રત્યેક રૂંવાડે એક-મેક બન્યા હતા.
૧૭ વર્ષની સંયમયાત્રા કરતાં પૂ. સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ. સં. ૨૦૪૦ માં પાલીતાણા મુકામે ચાતુર્માસ કાજે પધાર્યા. પૂર્વે તબિયત તે નાદુરસ્ત હતી જ, તેમાં વૈ. વદ-૧૩ના દિવસથી તબીયત કાંઈક વધુ બગડી તાવ-કફ-હોજરીમાં જે આદિની વેદના છતાં તેઓ સમતાની સરિતામાં સ્નાન કરી કમના ભુકકા બોલાવી રહ્યાં હતાં. તેમના સંસારી સુપુત્ર સૌમ્યમૂતિ પૂ. પંન્યાસ શ્રી અજિતચંદ્રવિજયજી મ. સા. તથા સંસારી સરળ સ્વભાવી પતિદેવ શ્રી પૂ. પ્રશાંત વિજયજી મહારાજ સાહેબ તથા સુપુત્રી તપસ્વીરત્ના સા. શ્રી મંજુલાશ્રીજી મહારાજ ઉભા ક્ષણને પણ પ્રમાદ કર્યા વિના ધર્મારાધના કરાવતા હતા. તેમની સાથે સમુદાયમાં તેમના ગુરુજી પૂ. સા. શ્રી નેમશ્રીજી મ., પૂ. સા. શ્રી વજીનાશ્રીજી મઠ આદિ ખડે પગે નમસ્કાર મહામંત્ર, ચાર શરણા, પુન્ય પ્રકાશનનું સેવન, પદ્માવતી આરાધના, સ્તવન સજઝાએ આદિ સંભળાવતાં હતાં.
ગિરિરાજની પવિત્ર છાયામાં પ્રતિદિન પૂ. આ દેવ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી અજિતચંદ્રવિજયજી મ. તેમને આરાધના કરાવવા માંગલિક સંભળાવતા હતા. વળી સૌરાષ્ટ્રકેસરી પ. પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. ની નાદુરસ્ત તબિયત હોવા છતાં સાધ્વીજી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજની ગંભીર તબિયતના સમાચાર સાંભળીને નિર્ધામણા કરાવવા પધાર્યા હતા. સાધ્વીજી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજને સમતા-સમાધિભાવની અનેક અનુકૂળતા પ્રાપ્ત થતી રહી. અનંત આત્માઓ જે ભૂમિમાંથી પરમ પદને પામ્યા તે શાશ્વતગિરિની ગોદમાં સદાકાળ સમાઈ જવાનું પણ તેમને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. નવકારમંત્રના સતત જાપમાં ગૂલતાં ખૂલતાં જેઠ સુદ-૫ ની પ્રભાતે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. પંખી ઊડી ગયું મુક્ત ગગનમાં ને પિંજર પડી રહ્યું. રત્નત્રયીની આરાધનાનું ભાથું બાંધી ગયું.
ઓ સંયમી આત્મા! મહાવિદેહની ભોમકા પર પહોંચી પરમાત્મા શ્રી સીમંધર સ્વામીના સ્વહસ્તે રજોહરણને સ્વીકાર કરી કેવલજ્ઞાન–કેવલ દર્શનને પામી કમમલને ક્ષય કરી અનંત અજર અવ્યાબાધ સુખને વરો એ જ શુભ ભાવના.
શ્રી નેમ મંજુલ વારિ વજા જૈન સ્વાધ્યાય મંદિરની બહેને તરફથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org