________________
૭૩૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ન અનન્ય આરાધનામાં રમમાણ તેઓશ્રીને પવિત્ર આત્મા પ૨ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પાળીને શ્રી નમસ્કાર મહામંત્રના શ્રવણ-મરણ સાથે સમાધિમાં લીન થયો.
અણુ-આણુમાં અરિહંત પરમાત્માને ઓતપ્રોત કરનાર, સંયમૈકનિક, ટિ-કેટિ નવકારમંત્ર જાપ કરનાર, ગુણનિધિ ગુરુમાતા શ્રી મહિમાશ્રીજી મહારાજનાં પરમ પાવન ચરણોમાં અનંત વંદના ! લેખિકા –સા. શ્રી વિશ્વ જ્યોતિશ્રીજી મ.
સરલરવભાવી અને પ્રશાંતમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજ જિનશાસનરૂપી ગગનમંડલમાં અનેકવિધ મહાપુરુષો થઈ ગયા. ધન્ના તપસ્વી તારલિયા રૂપે ચમક્યા, શાલિભદ્રજી મહામુનિ બ્રહ્મચર્યનાં પુંજ પ્રસરાવી ગયા. શ્રેણિક રાજાની અવિહડ પ્રભુભક્તિ ભક્તોના હૃદયને ભીંજવી રહી છે. સુલસા ને રેવતી જેવી શ્રાવિકાઓ નિત્ય પ્રભાતે માનસપટ ઉપર ભરફેસરની સક્ઝાયમાં ચમકી રહી છે. આજે પણ....અને જ્યાં સુધી પ્રભુશાસન છે ત્યાં સુધી હરહમેશ યાદ રહેશે.
વર્તમાનકાલે શ્રમણરત્નોની શ્રેણીમાં એવાં એક વિરલ શ્રમણીરત્ના થઈ ગયાં. જેની ગુણપંક્તિ આપણા જીવનને ગુણરત્નોથી ભરી દેશે.
કચ્છની કહીનર ભૂમિ ઉપર માંડવીની મૂલ્યવાન ભેમકા પર એક તારલિયે ચમક્યો. હજારો કાંટાઓ વચ્ચે પણ ગુલાબનું પુપ બીલું બીલું કરતું ચોમેર સુવાસ ફેલાવી વાતાવરણને મઘમઘતું બનાવે છે. તેમ બાલ્યકાળ...ભવનની વેળા...અને સંયમવૃદ્ધિની મહામૂલી સાધના સાધતાં ગુલાબબહેન ખરે જ ગુલાબ જેવાં અને સંસારની શેરીએ અનેક વિટંબણા-વિષય-કષાયના કંટક વચ્ચે અને સંયમજીવનનાં ૨૨ પરિષહો રૂપી કંટક સહન કરતી વેળાએ પ્રસન્ન ચિત્તે સાધના સાતાં જ રહ્યાં.
મેહઘેલી મુંબઈનગરીના ઘાટકોપર મુકામે ઉચ્ચ કેટિનું શ્રાવિકા જીવન જીવતાં હતાં. સુશ્રાવક નેમીદાસભાઈ પણ ગળથુથીથી જ ધમરંગે રંગાયેલા હતા. પણ ભેગાવલી કર્મના જોરે સંસાર માંડ્યો. પણ બાહ્ય દષ્ટિએ સેહામણા દેખાતા સંસારમાં બંને આત્મા ભયંકર બિહામણાંનાં દર્શન કરતાં કમલવત્ અલિપ્ત રહેતાં હતાં.
અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક પુત્ર-પરિવારનાં લગ્નના માંડવડા બાંધ્યા પણ હવે રત્નકુક્ષી માતા બનવા કાજે પુત્ર અમરચંદ આંખની કીકીઓ સમ લાડીલી પુત્રી માનવંતી અને વિમલાને સતત પ્રેરણા આપી ઘર-આંગણિયે વૈરાગ્યના મંડપ બાંધ્યા. પુત્ર અમરચંદને શાસનસમ્રાટના સમુદાયમાં પૂ. આ. વિ. ચન્દ્રોદયસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન રૂપે સ્થાપ્યા. જેઓ હાલ પૂ. ૫. અજિતચન્દ્રવિજયજી મ. સા. રૂપે સંયમની સુંદર સાધના કરી રહ્યા છે. બંને પુત્રીઓ પૂ. કેસરસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં પૂ. પ્ર. સા. નેમશ્રીજી મ. સા.નાં શિષ્યા-પ્રશિષ્યારૂપે પૂ. મંજુલાશ્રીજી મ. સા. તથા પૂ. વારિણાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. બે પુત્ર સંસારીપણે રહ્યા પણ લધુપુત્ર હાલ ચતુર્થ વ્રત અંગીકાર કરી બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છે. આ ઉપકાર પિતા નેમીચંદભાઈને માતા ગુલાબબહેનને હતે. ઉપકારીના કાણને અદા કરવા કાજે દીક્ષિત બનેલાં પુત્ર-પુત્રીઓએ માતાપિતાને સંસારના કિચ્ચડમાંથી ઉગારી લીધાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org