________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૭૩૭
એઓ વારંવાર કહેતાં કે, આ મહામૂલા મનુષ્યાવતારમાં મેળવવા જેવા હોય તો તે માત્ર ભગવાન જ છે. જેના નામે સંસાર છોડ્યા તે પરમાત્માની આપણું હૃદયના સિંહાસન પર પધરામણી ન થાય તે જીવન સાર્થક ન થાય. જેમ વાચ્છવાસ વિના જીવન નથી, તેમ પ્રભુભક્તિ વિના જીવન નથી. સમગ્ર આત્મવિકાસમાં પ્રેરણાસ્થાન માત્ર પરમાત્મા જ છે.
- તેઓશ્રીના વિચારો દર્શાવે છે તેમ, તેઓએ પ્રભુ પ્રત્યે કેટલી એકતા કેળવી હશે? દર્શન દ્વારા સમ્યક્દર્શનની શુદ્ધિના ચાહક એ આત્માની પ્રતિદિન આવી પ્રભુભક્તિ જોતાં લાગે કે અપ ભમાં જ આત્મકલ્યાણ હસ્તગત કરશે.
તપ એ એમનો પ્રાણ હતા. વર્ધમાન તપની ૬૨ એની, યાજજીવન નવપદજીની આરાધના, ઉપવાસથી સહસ્ત્રકૂટને તપ, ૧૨ તિથિ એકાસણું આદિ, ઉપરાંત પાંચ તિથિ ઉપવાસથી ઓછું પચ્ચખાણ કરી કરતાં નહીં. તપ પ્રત્યે અહોભાવ, ઉપરાંત દરેક તપમાં સતત અપ્રમત્તભાવની સાથે ત્રિકાળ દર્શન, અખૂટ ધેય અને સ્થિરતા હતાં. ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજ નિદિષ્ટ :
“ઇચ્છારોધે સંવરી પરિણતિ સમતા ગે રે,
તપ તે એહિ જ આતમ, વર્ત નિજગુણ ભેગે રે.” આ સર્વ લક્ષણોપેત પૂજ્યશ્રીનાં તપ હતાં. વિશિષ્ટ તપના પારણામાં પણ કદી જિનદર્શનમાં ઉતાવળ નહીં. તમય જીવનના સાધક તેઓશ્રી દરેક પર્વ-તિથિએ શ્રી સિદ્ધગિરિરાજની જય તળાટીની સ્પશન-યાત્રા કરવા જતાં, પ્રત્યેક જિનમંદિરનાં દર્શન કરતાં. હંમેશાં સાંજે પાંચ વાગે અવઠ્ઠના પચ્ચખાણે એકાસણી કરતાં. ભયંકર ઉનાળામાં પણ આ જ કમે ભક્તિ કરતાં. પ્રત્યેક જિનાલયમાં પ્રત્યેક જિનબિંબની પંચાંગ પ્રણિપાતપૂર્વક વંદના કરતાં. સવારથી સાંજ સુધીની આ રીતની દશન–શુદ્ધિની અજોડ આરાધના જોઈ ભલભલાનાં મસ્તક ઝૂકી જતાં.
ઘણી વાર અમે કહેતાં કે, મહારાજજી! આપ આવા ધોમ ધખતા તાપમાં શેડાં વહેલાં પધારતાં હે તો? ત્યારે તેઓશ્રી કહેતાં કે, “સાધુજીવનમાં આ કાયામાંથી જેટલું સાર કઢાય તેટલે કાઢી લેવાનો છે. “દેહદુખં મહાફલં ” એ તે શાસ્ત્રકારોનું વચન છે ! ” આવી કઠોરતાપૂર્વક કાયાની માયા છોડી સુખ-સગવડને ત્યાગ કરનારા એ વંદનીય વિરલ આત્મા રમે-રોમે પ્રભુભક્તિ વિકસાવી જન્મ-જીવન અને મૃત્યુ ધન્યાતિધન્ય બનાવી ગયા છે !
પૂજ્યશ્રી નાની-નાની ક્રિયાઓનું બહુમાનપૂર્વક પાલન-આચરણ કરતાં. મહનીય કર્મના પશમ માટે ક્રિયાશુદ્ધિ અને આત્મજાગૃતિ અદ્દભુત હતી. ક્રિયાનિવૃત્તિકાળમાં જગ એ તેઓનો પ્રિય યુગ હતો. રાત્રે પણ મોડે સુધી જપ તથા નવકારવાળીમાં સદા મગ્ન રહેતાં. જીવનના અંત સુધી અપ્રમત્ત દશા અને પ્રતિક્ષણ જાગૃતિ યુવાનને પણ શરમાવે તેવાં હતાં.
નિખાલસતાની મૂતિ, ગુણાના અનુરાગી પૂજ્યશ્રી સમ્પશનની મૂતિ હતાં. એથી જીવન-જરૂરિયાતો એ એમને ઉપદેશ રહે. હોળીમાં વિહાર કરવાના વિરોધી હોઈને સકારણ એક સ્થાનમાં રહેવા છતાં નિર્મળ, નિર્દોષ અને નિરતિચાર ચારિત્ર પાળીને સાચ્ચે જ ઉચ્ચતમ આદર્શ આપતાં ગયાં છે !
પૂર્વકૃત વેદનીય કર્મના ઉદયે અંત સમયે અસાધ્ય બીમારી છતાં, શારીરિક અશક્તિ હોવા છતાં, અદ્ભુત સમતા સાથે પ્રભુદર્શનની તીવ્ર તાલાવેલી, સંયમમાં અભુત જાગૃતિ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org