________________
શાસનનાં શ્રમણીર ]
[૭૧૧ પર્યાયના ૮ દાયકા પસાર કરતાં-કરતાં પૂજ્યશ્રી તપાગચ્છનાં સાધુ-સાધ્વી સમુદાયમાં આજની તારીખ પ્રથમ સ્થાન પામી ચૂક્યાં છે.
| ગગનમંડપને આંગણિયે અગણિત તારલિયાઓની વચ્ચે પૂર્ણિમાને ચાંદ શોભે તેમ પૂજ્યશ્રી વર્તમાનકાલે ૪૫ શિષ્યા-પ્રશિષ્યાઓની વચ્ચે શોભી રહ્યાં છે. અતિ આશ્ચર્યની વાત છે કે ૮૬ વર્ષની બુઝર્ગ વય હોવા છતાંય પૂજ્યશ્રી પાંચે ઈન્દ્રિયેની પતા ધરાવે છે. તેજવી ચક્ષુરનેએ મેતિ કે ઝામરનું પાણી ધારણ કર્યું નથી. વગરચરમાંએ સુંદર લખાણ સ્વહતે કરી શકે છે. કર્ણયુગલે સતેજપણાને ધારણ કરે છે. ૪૨ દોષવિહેણ સરસ, વિરસ કે નીરસ આહાર રસનેન્દ્રિય સહેલાઈથી ગ્રહણ કરી શકે છે. જિનમંદિરે દર્શન કરવા હર્ષોલ્લાસ પૂર્વક જઈ પાકે છે. ધન્ય છે પૂજ્યશ્રીના શતાવેદનીય કર્મોદયને. ઊંડેઊંડે ભાવિનાં એધાણ પિકાર કરે છે, કે આવા સોભાગી આત્મા શીવ્ર અક્ષય સુખને વરશે ! અનંત ચતુષ્કચને દાયજે ચરણેમાં આળોટશે.
૮૦ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયકાળ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, આદિ પ્રદેશમાં ચાતુર્માસ કરી જિનશાસનનો કે વગાડડ્યો છે. તળાજા. શત્રુંજયગિરિની નવ્વાણું યાત્રા કરી સમ્યક્દર્શન નિર્મળ કર્યું છે. સં. ૨૦૩૫ માં પૂજ્યપાદ સૌરાષ્ટ્રભારી આ. વિ. ભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે પ્રવતિ નીપદ પ્રાપ્ત કરી શાસનધુરાના સાચા સ્તંભ બન્યા છે.
વર્તમાનકાલે પૂજ્યપાદ આ. વિ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિ ની બની અણમેલા ચારિત્રરત્નનું પાલન કરી રહ્યાં છે. ૪૫ લાખ યેજનના અઢીદ્વીપના ભ્રમણનો અંત આણી ૪૫ લાખ જનની સિદ્ધદમાં અક્ષય સ્થિતિ મેળવવા કાજે જાણે ૪૫ શ્ર શેભતાં ન હોય! એવાં પૂજ્ય ગુરુદેવશ્રી ! આપ દીર્ધાયુ અને દીર્ઘ સંયમી બનો અને પ્રાન્ત ધર્મસત્તાના સહારે વાસમ બની કર્મ સત્તાને હઠાવી મોક્ષને પામવાને જગી પુરુષાર્થ ટોચ-કક્ષાને અપાવનાર બની રહે, એ જ મંગલ ભાવના.
જીવનને ધન્ય દિવસ આવી રહે, કે મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી પરમતારક અરિહંત ભગવાન સીમંધરસ્વામીના વરદ હસ્તે ૮ વર્ષની શિશુવયમાં પુંડરીકિણીની ભોમકા ઉપર સમવસરણમાં રેહરણ લઈને ખૂબ નાચે, ખૂબ નાચે, જેમ નાચ્યા હતાં ભરતક્ષેત્રની સોરઠની ધરતી સિદ્ધગિરિમાં દર વર્ષની વયે! અને ૯ મા વર્ષે કેવલજ્ઞાન, કેવલદર્શન ચાખ્યાત ચારિત્ર પામી શેષ અઘાતિકર્મો ખપાવી અનંત, અજર, અમર, અવ્યાબાધ, અનુત્તર સુઈને વરે, એ જ શુભ મનોકામના.
પૂજ્ય સાધ્વીશ્રી ને શ્રીજી મ.નાં શિખ્યા-પ્રશિખ્યાની નામાવલિ આ મુજબ છે: ૫. સાધ્વીશ્રી ચપકશ્રી, શ્રી તરુણપ્રભાશ્રીજી. શ્રી સલસાશ્રીજી, શ્રી મંજુલાશ્રી, શ્રી ત્રિલોચનાશ્રીજી, શ્રી વારિણશ્રીજી, શ્રી વજીનાશ્રીજી, શ્રી રત્નત્રયાશ્રીજી, શ્રી વિરતિધરાશ્રીજી, શ્રી મેરુશિલાશ્રીજી, શ્રી શાસનરસાશ્રીજી, શ્રી શાશ્વતયશાશ્રીજી શ્રી વીતરાગયશાશ્રીજી, શ્રી નંદીશ્વરાશ્રીજી, શ્રી હીતપૂર્ણાશ્રીજી, શ્રી વિશ્વયશાશ્રીજી, શ્રી વંદિતાશ્રીજી, શ્રી આગમરસાશ્રીજી, શ્રી ગુપ્તિધરાશ્રીજી, શ્રી ગિરિવરાશ્રીજી, શ્રી સિદ્ધશીલાશ્રીજી, શ્રી વૈરુવાશ્રીજી, શ્રી નમ્રગુણાશ્રીજી, શ્રી વાસવદત્તાશ્રીજી, શ્રી ભવભીરુશ્રીજી, શ્રી શ્રુતરસાશ્રીજી, શ્રી ભવ્યદર્શિતાશ્રીજી, શ્રી અપ્રમત્તાશ્રીજી, શ્રી અદોષિતાશ્રીજી, શ્રી તત્ત્વદશિતાશ્રીજી, શ્રી જયતીર્ધાશ્રીજી, શ્રી વીરતીર્થાશ્રીજી, શ્રી વીરરત્નાશ્રીજી, શ્રી અપરાજિતાશ્રીજી, શ્રી અકપિતાશ્રીજી, શ્રી તથેશ્વરાશ્રીજી, શ્રી પરમેશ્વરાશ્રીજી, શ્રી રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org