________________
૭૧૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ને
દર્શાશ્રીજી, શ્રી નિર્વ†દદોશ્રીજી, શ્રી દનમિત્રાશ્રીજી, શ્રી અપૂર્વનિધિશ્રીજી, શ્રી અપ્રતિચક્રાશ્રીજી, શ્રી પુન્યેશ્વરાશ્રીજી, શ્રી તીથલીનાશ્રીજી, શ્રી મુક્તિશ્રીજી, શ્રી સુપ્રસજયશ્રીજી, શ્રી આત્મલીનાશ્રીજી, શ્રી તૃપ્તિલીનાશ્રીજી, શ્રી યાગીશ્વરાશ્રીજી, શ્રી ચંદ્રાનનાશ્રીજી, શ્રી રમણીકશ્રીજી, શ્રી સુમ ગલાશ્રીજી આદિ.
સૌજન્ય : શ્રી નેમ-મન્નુલ-વારિ-વ-જૈન સ્વાધ્યાય મદિર (અમદાવાદ)ની બહેનેા તરફથી
ગુરુચરણે અનન્યભાવે સમર્પિત, કતૃત્વનિરભિમાની, દિવ્ય શ્રહામાં સ્નાન કરતી પ્રજ્ઞા ધાવતાં
પૂ. સાધ્વીજી શ્રી જ્ઞાનશ્રીજી મ સા.
ઝવેરી પારેખ રવચ'દ ઊજમચ'દનુ પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી નામ સ્વસ્થ ન પાલનપુર અને દેશ-પરદેશમાં જાણીતું છે. આ સુપ્રસિદ્ધ ગર્ભશ્રીમતના ઘરે પિતા ઝવેરી હીરાલાલ રવચ`દના કુળમાં, માતા ધાપુબાઈની કુક્ષીથી સ. ૧૯૯૪ના ભાદરવા વદ ૪, ગુરુવારે બહેન ચંદનના જન્મ થયેા. સ્વધર્મ વત્સલ માતા-પિતાના ઉત્તમ સસ્કારના વારસા બાળકમાં ઊતરે તે સ્વાભાવિક છે. પરમાત્માનાં દર્શન બાદ જ દૂધ પીવું, રાત્રિભેાજન-અભક્ષ્યને! ત્યાગ આદિ ધર્મના સસ્કારે! ગળથૂથીમાં જ સાંપડયા. ચાર વર્ષની નાની ચંદનને મૂકીને માતા ધાપુબહેન પરલેાક સિધાવી ગયાં. વિશાળ કુટુંબ હોવા છતાં બચપણથી જ બહેનો, ભાભીએ આદિ પ્રત્યે સમાનતા ને પ્રેમના પ્રવાહ હૃદયમાં સહજ રહેતા હતા. સાધનાની તળેટી રૂપ માતાપિતાની ચરણસેવા, અહંકારના લયની પૂર્વભૂમિકારૂપ માતા-પિતા, વડીલ વગેરેની આજ્ઞા શિરાધા કરવાના ભાવ પણ સહજ હતેા. સ્કૂલના અભ્યાસની સાથે ધામિક અભ્યાસ પણ નિયમિત કરતાં, હીરાભાઈ રાત્રે ધાર્મિક સૂત્રેા સભળાવતા અને પેાતાના સંતાનને સમ્યગ્ જ્ઞાનના વિકાસમાં પ્રેરણા ને પ્રાત્સાહન આપતા. છેલ્લે છેલ્લે દસ વર્ષની પેાતાની બાલિકાને સા. વિવેકશ્રીજી ગુરુના ચરણે જ્ઞાનવિકાસ માટે સોંપતા ન હાય, તેમ છેલ્લી ભલામણ કરીને હીરાભાઈ ધંધા માટે મુંબઈ ગયા. અલ્પ સમયની માંદગીમાં હીરાભાઈ ને જીવનદીપ બુઝાઈ ગયા.
શિશુવયમાં માત-પિતાની શીળી છાયા ગુમાવી, છતાં સંસ્કારી બહેન ચંદને વયના વધવા સાથે સ્વજીવનવિકાસનાં મંડાણ કોઈ અનેરી પ્રતિભાથી શરૂ કર્યાં. સદ્દા શાંત, સરળ ને ઉલ્લાસમય સ્વભાવે કુટુંબીજનેનાં હૃદયને જીતી લીધાં. વિશાળ કુટુબ વચ્ચે, વિશાળ સાધન-સામગ્રીથી ચામર વીટળાયેલ છતાં તે બધાંથી પેાતાની જાતને પર ગણી ધર્મની આરાધના આદિમાં તત્પર રહેતાં. બહેને, કઈ એ આદિ લગ્ન બાદ પ્રસૂતિમાં મૃત્યુ પામ્યાં. આવી સ`સારની વિષમતા નિહાળતાં થયુ` કે સંસારનું આવું સ્વરૂપ? આવેા ઉત્તમ માનવજન્મ મળ્યા છતાં આમ ને આમ ખાલી હાથે ચાલ્યા જવાનું ? આ ચિંતનમાં પંદર વર્ષની વયે બારણામાં ઊભાં ઊભાં વિચાર આધ્યેા, કે “ મારે તા દીક્ષા જ લેવી છે. ” અંતરના સહુજ ઊંડાણમાંથી આવેલા આ વિચાર દૃઢ વૈરાગ્યમાં પરિણમ્યા. વિશાળ વૈભવમાં નિમૂતિા ને આરાધક ભાવથી જીવનદ્દીપકને જ્વલંત બનાવી સૌને જણાવ્યુ` કે સાચુ જીવન તે જુદુ જ છે. સાચુ' સુખ તે ઇન્દ્રિયના ભાગવિલાસમાં નહી, પણ આત્મરમણતામાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org