________________
૭૧૪]
[ શાસનનાં શ્રમણીરત્નો આચાર્યદેવની કૃપા જ ન વરસતી હોય! તેમ સ્વપ્નમાં પિતાની ચારે બાજુ પ્રતિમાનાં દર્શન થયાં. એમાંથી એક પ્રતિમાજીએ ઊભા થઈને બધાને વાસક્ષેપ કર્યો, ને ગમાર્ગની ઈચ્છાની પૂતિ કરવા પ્રતિમાજીએ હાથથી ઈશારો કર્યો. તેમની પાસે નતમસ્તક ઊભાં રહ્યાં. “તું અવધિજ્ઞાન પામ, મન:પર્યવજ્ઞાન પામ, કેવળજ્ઞાન પામ” એ આશીર્વાદ આપવાપૂર્વક પ્રતિમાજીએ વાસક્ષેપ કર્યો, ને ત્યારથી ગ–દયાનમાર્ગમાં સહજ પ્રગતિ થવા માંડી. જેઓ પોતાના ગુરુચરણે અનન્યભાવે સમર્પિત હોય, એના ઉપર દેવ-ગુરુની કૃપા કેમ ન વરસે?
આમ પ્રભુની ને પિતાના તારક ગનિષ્ઠ આચાર્ય વિ. કેસરસૂરીશ્વરજી મ.ની કૃપાને ઝીલતાં, આજ્ઞા આરાધતાં એ પરમગિની ગુરુમાતા ! આપના જીવનમાં વિકસતી સાધનાને અને ગુણાવલિને કયા શબ્દોમાં વર્ણવું? ગની પહેલી અનિવાર્ય શરત ચેતના, પ્રકૃતિ ને કરણના રૂપાંતર રૂપ પવિત્રતા છે. સંસારમાં પરિભ્રમણ કરતાં મેહથી સ્પેશિત ચેતના દશ્યસૃષ્ટિ સન્મુખ ને ચૈતન્યપુરુષથી વિમુખ હોય છે. એને રાત-દિવસ દશ્યસૃષ્ટિમાંથી પાછી વાળી ચૈતન્ય સન્મુખ રાખી ચેતનાનું શુદ્ધીકરણ કરતાં આપશ્રી ગમાર્ગે આગળ વધી રહ્યાં છે.
સત્-ચિત્ ને આનંદ એ ચૈતન્યપુરુષની પ્રકૃતિ છે. એમાં અસત અચિત્ અને હિહલતા રૂપ વિકૃતિ આવી છે. જેમનું કાર્યક્ષેત્ર અહંકાર, લેભ અને કતૃત્વ-અભિમાન આદિ છે તે રજસૂની સૃષ્ટિ અને જેનું કાર્યક્ષેત્ર કામ, ક્રોધ, મેહ, આળસ, અજ્ઞાન ને પ્રમાદ છે તે તમસૂની સૃષ્ટિ એ જીવાત્માની પ્રકૃતિ બની ગઈ છે. આવી વિકૃત અવસ્થામાં ચૈતન્યને આવિર્ભાવ કરવા અનાદિના સંસ્કારોથી મુક્ત, શાંત, સમત્વયુક્ત, શુદ્ધ-સ્વચ્છ, નિર્મલ બનવા ક્ષમા, અનાસક્તતા, સાધનામાં અપ્રમત્તતા કેળવવા સચ્ચિદાનંદ પ્રકૃતિને અનુભવવા રાત-દિવસ આપશ્રીજી જાગૃત બનીને પ્રયત્ન કરો છો.
બાહ્ય ને અત્યંત ગુણાદિના લાભમાં ક્યાંય કતૃત્વ અભિમાન ન ઝળક્તાં “મારા ગુરુમહારાજે કર્યું, ગુરુદેવની કૃપા” આ જ શબ્દો અનેકવાર આપશ્રીજીના મુખમાંથી સરી પડે છે. કેવી નિરહંકારિતા! કે અકર્તુત્વભાવ!
મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીર એ ચાર કરણે છે. આ કરણે અનાદિકાળથી મલિન પ્રવૃત્તિના સંસ્કારોના વર્ચસ્વ હેઠળ રહીને કામ કરે છે. યોગસાધના માટે એ સંસ્કારોની ગુલામીમાંથી આ કરણ મુક્ત બને એ અનિવાર્ય છે. સંક૯પ-વિકલ્પથી યુક્ત, અસ્વસ્થ, નિર્બલ મન મેગસાધનાના વિકાસ માટે અસમર્થ છે. તેને સંકલ્પ-વિકલપથી મુક્ત, સ્વસ્થ, શાંત ને સમર્થ બનાવવું પડે. તે માટે જેમણે પિતાની શક્તિને સંપૂર્ણ આવિર્ભાવ કર્યો છે તે અહંત પરમાત્મા સાથે તેનું આયોજન કરવું જરૂરી છે. માટે મનનું રૂપાંતર કરવા ગુરુદેવે આપેલા સર્વોત્તમ રસાયણરૂપ જપ, ધ્યાન આદિની વિધિપૂર્વક વર્ષોથી આરાધના કરે છે. ઘણાં વર્ષો સુધી સવારે ને બપોરે ત્રણ-ત્રણ કલાક, એમ છ કલાક મૌનપૂર્વક “૩% અહં નમઃ”—ને કરડેની સંખ્યામાં મંત્રજપ તથા રેજ બાંધી દશ નવકારવાળી નમસ્કાર મહામંત્રની તેમ જ ૧૦૮ ઉવસગ્ગહર આદિ જપ દ્વારા આપશ્રીજીએ મનને સ્વસ્થ, શાંત ને બલિષ્ઠ બનાવ્યું છે. ૧૪ વર્ષની આ અખંડ સાધનાનાં પરિણામે આપશ્રીને જીવનમાં તરવરે છે. દેવ, ગુરુ ને ધર્મ સિવાય બીજી કઈ વાત આપશ્રીજીના મનમાં કે વાણીમાં નથી આવતી. કદાચ કે બીજી વાત કરે, તે તે સ્થાન છોડીને આપશ્રીજી બીજા સ્થાને જઈને પરમાત્મા સાથે, શુદ્ધ આત્મતત્ત્વ સાથે ચેતનાનું અનુસંધાન રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org