________________
શાસનનાં શ્રમણીર ]
[ ૭૧૭ દાદાની યાત્રાએ આવતા અનેક ભાવિકો, અનુભવયોગી આપની પાસે પણ તત્ત્વશ્રવણ માટે આવી, આપશ્રીજીની જ્ઞાનગંગાનાં વચનામૃતનું પાન કરી, વાત્સલ્યવારિધિમાં સ્નાન કરી ધન્યતા ને કૃતજ્ઞતા અનુભવે છે, ને ફરી-ફરી અમને આપનાં દર્શન-નવશ્રવણને લાભ મળે એવી ઝંખના હૃદયમાં લઈને જાય છે.
પૂ. જ્ઞાનશ્રીજી મહારાજ શિષ્યા-પ્રશિષ્યાની નામાવલિઃ સાધ્વીશ્રી સૂર્યશાશ્રીજી, શ્રી વિનયશ્રી, શ્રી ક૬ પલતાશ્રીજી, શ્રી મનોરંજનશ્રીજી, શ્રી નિરંજનાશ્રીજી, શ્રી પ્રિયદનાશ્રીજી, શ્રી ગુણધર્માશ્રીજી, શ્રી હેમરત્નાશ્રીજી, શ્રી પિયૂષવર્ષાશ્રીજી, શ્રી ઉજજવળગુણાશ્રીજી, શ્રી વીરાત્તાશ્રીજી, શ્રી પ્રશમરસાશ્રીજી, શ્રી બધિરત્નાશ્રીજી, શ્રી દિવ્યદશિતાશ્રીજી આદિ.
વિશિષ્ટ ભાવના જ્ઞાની, શીતલ-મૃદુભા. ગુણાનુરાગી, ભકિપરિણામી
પૂજ્ય સાથ્વીરના શ્રી હસ્તીશ્રીજી મહારાજ વિશ્વામિત્રી ગુર્જરદેશમાં પેથાપુર નજીક ઉનાવા નાનકડું ગામ છતાં સૌદર્યથી વિશિષ્ટ વિભૂષિત બનેલી ધરતીમાતાને આકર્ષણ આપતું હતું. સુવાસિત પુપિો સુવાસની સરગમ રેલાવતાં હતાં. કુદરતનાં સંતાનો મયૂર-કોયલ મધુર કંઠે સૂર રેલાવી વાતાવરણને માધુર્યમય બનાવી રહ્યા હતાં. ગામનાં માનો પણ નિર્દોષ, નિ:સ્વાર્થ અને સેવાભાવી હતાં. ગામ નાનું છતાં સુસંસકારોથી ભરપૂર. માનવ-માનવ પ્રત્યે મીઠી લાગણી હતી. હેત-પ્રેમથી કુટુંબની જેમ એકમેકના બની રહેતાં હતાં. તેવા ગામમાં ધર્મ હી લલુભાઈ પિતા, માતા વીજળીબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૬૦માં ગુલાબથી સુકોમળ એવી સુપુત્રીનો જન્મ થયે. ત્રણ ભાઈઓ ને ચાર બહેનમાં નારી આ બહેનીનું નામ કમળ રાખવામાં આવ્યું.
બાળપણથી સુસંસ્કારોનું અમૃતસિંચન માતા મિતાએ કર્યું હતું. વ્યાવહારિક તથા ધાર્મિકમાં છેડે અભ્યાસ થયો ને કુમારણમાં પ્રાંગણ થયું ને ૧૩ વર્ષની નાની ઉંમરમાં પિધાપુર નિવાસી બુધાભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. કોઈ પૂર્વકર્મના વેગે જોડાયાં, એટલા પૂરતું જ હતું; કારણ, વસુરગૃહે કમળાબહેન ગયાં પણ ન હતાં. બુધાભાઈ વ્યાવહારિક શિક્ષણ લઈ રહ્યા હતા, ત્યાં થોડા સમયમાં વેદનીયકર્મના ઉદયે વર-તાવ આવવાથી બે-ચાર દિવસની બીમારીમાં દેવલોક પામ્યાં. કમળાબહેને હાથ પકડ્યો, એટલું જ હતું. થોડો સમય પસાર થયો ત્યાં યોગાનુયુગ જુદે જ સાંપડ્યો. જીવનમાં આત્મવૈભવ પ્રાપ્ત કરવાની એક સોનેરી તક સાંપડી. કમળાબહેને એ સેનેરી તકને વધાવી લીધી. તેમના જીવનનાં વહેણ બદલાયાં. પેથાપુર નિવાસી ચંપાબહેન મળ્યાં. તેમણે કમળાબહેનને ધર્મમાગે પ્રેરિત કર્યા. પિતા લલ્લુભાઈ ધંધાથે પેથાપુર રહેવા આવ્યા. ત્યાં બાવન જિનાલયનું ભવ્ય, ગગનચુંબી દેરાસર છે. અપૂર્વ જિનભક્તિ કરતાં હતાં. એક વારં ચંપાબહેનની સાથે પરમ પૂજ્ય ગુરુદેવ ગનિષ્ટ આચાર્યદેવેશ કેશરસૂરિજી મહારાજ સાહેબને વંદનાથે વિસનગર ગયાં. પૂ. ગુરુદેવનાં દર્શન-વંદનથી રોમ-રોમ આનંદ-ઊમિ ઊછળી રહી. જિનવાણીનું પાન કર્યું, ને જાણે “તરસ્યાને મીઠી વીરડી મળી” તેમ કમળાબહેને સંયમ ગ્રહણ કરવાને મનોમન નિશ્ચય કર્યો. વાણીના સિંચન બાદ સચિત પાણીને ત્યાગ, સચિત વરતુને ત્યાગ જીવનભર કર્યો. નિયમ ગ્રહણ કર્યાને આનંદ અનેરો હતે. “વિશિષ્ટ ભક્તિ તત્કાલ ફલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org