________________
શાસનનાં શમણીરને ] મઘમઘતો બનાવવા આપના શુદ્ધ ચારિત્રની જ્યોત વૈરાગ્યના રસને અપે. અમારા અંતરમાં જાગૃતિનો સંચાર કરનાર પૂ. ગુરુદેવ જુગજુગ છે. લિ. આપની ચરણરેણુ પ્રશિષ્યા વૈરાગ્યરસાશ્રીજીની ભાવભરી વંદના.
[ શાહ રમેશચંદ્ર ચિમનલાલના સૌજન્યથી ]
તપસ્વિની, જ્ઞાનોપાસક, વિવાહ સંયમી મહુવાવાળા પૂ. સાધ્વીરત્ના શ્રી મંજુલાશ્રીજી મહારાજ
જે પુષ્પભૂમિમાં અનેક ભવ્યાત્માઓ જન્મ ધરીને પાવન થયા છે એવી સમર્થ ભૂમિ સોરઠના ગરવા ગિરનારની તલેટી સમા આ ગળથ ગામમાં વિ. સં. ૧૯૭૪ ના શ્રાવણ વદિ ૧૨ ના રેજ શીલ-સંસ્કાર-સમ્પન્ન માતા સમરતબહેનની રત્નકુક્ષીએ એક દિવ્ય બાલિકાને જન્મ થયે. જૂનાગઢ-સોરઠના અગ્રણી શેઠ શ્રી જગજીવન વેલજીના પ્રતિષ્ઠિત કુટુંબમાં સાત ભાઈ કુટુંબમાં પુત્રીની ખોટ વર્તાતી હતી જે પૂર્ણ થતાં સૌના હૈયામાં આનંદ ફરી વળે. જેમના પગલે આનંદ-મંગલ છવાઈ ગયે તેનું નામ પણ તેને અનુરૂપ જ “મંગલા” એવું પાડવામાં આવ્યું. પ્રેમાળ દાદા જગજીવનભાઈ, દાદી શ્રી નંદુ, પિતા ઓતમચંદભાઈ અને માતા સમરતબહેન આદિ કુટુંબીજને વચ્ચે મંગળા લાડડથી ઊછરવા લાગી. પણ કુદરતને જાણે ઈર્ષા આવી હોય તેમ માના સમરતબહેનને ઉપાડી લીધાં. વાત્સલ્યભનેતા સમરતબહેનનું અકાળે અવસાન થતાં, કુટુંબીજનોના આગ્રહને વશ થઈ સંતાનને વાત્સલ્યહૂંફ પ્રાપ્ત થાય એ ખાતર, પિતાશ્રી ઓતમચંદભાઈ મેરીયાણા ગામના શ્રેષ્ટિ લાલજી ત્રિભુવનદાસ કનોડિયાનાં સુપુત્રી અચરતબહેન સાથે
ગ્રંથીથી જોડાયા. અચરતબહેન પણ સમરતબહેનની પ્રતિકૃતિરૂપ જ હતાં. તેમણે સંતાનોને પૂર્ણ વાત્સલ્ય અને સંસ્કાર આપ્યા. મંગળા ૧૨મા વર્ષમાં પ્રવેશતાં જ માતા-પિતાએ તેનાં લગ્ન લીધાં. ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી–મહુવાના શ્રેષ્ટિવર્ય શ્રી જગજીવન ગુલાબચંદ શાહના સુપુત્ર ઓતમચંદભાઈ સાથે તેઓનાં લગ્ન થયાં. ધર્મસંસ્કારી આ શ્વસુરપક્ષમાં પણ તેઓ અસાધારણ હોંશિયારી અને આવડતથી સૌમાં પ્રિય થઈ પડયાં. દાંપત્યજીવનને હજુ પાંચ વર્ષ પૂરાં થયાં નહીં હોય કે પતિ ઓતમચંદભાઈને કર કાળે લઈ લીધા.
૧૮ વર્ષની યુવાન વયમાં જ મંગળાબહેન ઉપર વૈધવ્યનું વિકરાળ દુઃખ આવી પડ્યું. પણ, તેઓ નબળા મનના માનવી ન હતાં. આપત્તિના ડુંગર સામે વા બનવાનું તેમનામાં સામર્થ્ય હતું. આ કરુણ ઘટનાથી તેમના અંતરનાં દ્વાર ખૂલી ગયાં અને તેમના આત્મપ્રદેશે ભાવિ કલ્યાણનાં તેજકિરણો ઝળહળી ઉઠયાં. ભાગ્યયેગે એ દિવસે માં યોગનિષ્ઠ પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજયકેસરસૂરિજી મ. નાં આગ્રાવતી વિદુષી સાધ્વીરત્ન શ્રી કલ્યાણશ્રીજી (ભાવનગરવાળા) મ.નાં શિષ્યા શ્રી જંબૂશ્રીજી, શ્રી જયંતીશ્રીજી, શ્રી રંજનશ્રીજી, શ્રી વસંતશ્રીજી આદિ મહુવામાં બિરાજમાન હતાં. તેમના સમાગમ અને સદુપદેશે તેમની વૈરાગ્યભાવના પ્રવળી ઊઠી. ત્યાગી જીવનના પાયાના શિક્ષણરૂપ ઉપધાનતપની આરાધના કરી. “સારા કામમાં સોવિઘન એમ, તેમની દીક્ષા લેવાની ભાવના સામે અનેક અંતરાયે આવી ઊભા. સર્વ સ્વજનોએ અસ્વીકાર તો કર્યો જ; સાથે દીક્ષા ન લે તે માટે કુટુંબીજનોએ તેમને સમજાવવામાં, લલચાવવામાં, ભરમાવવામાં ને ડરાવવામાં કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org