________________
૭૧૬ ]
[ શાસનનાં શ્રમણીરા
અને છે. આજ્ઞાપૂર્વકનું ચિ ંતન, ગુણી પ્રત્યે બહુમાન, અશે-અશે કમ ક્ષય—આ બધાં દ્વારા અસત્ પ્રવૃત્તિના નિવત્ ક ને ચિત્તને સ્થિર બનાવનાર, ઉભયલાકને સાધક આંતર-સૂક્ષ્મએધરૂપ તત્ત્વજ્ઞાનને આપશ્રીજી વિકસાવે છે.
પૂર્વભવના સસ્કારને બળે કહા, કે યેાગસાધનાના બળે, કે દોષહાસના કારણે, અધ્યાત્મમાં અનિવાય જીવમૈત્રી આદિ તે આપશ્રીજીના સહજ સ્વભાવ છે. બધા જીવાનુ હિત કેમ થાય એ પરિહતચિતારૂપ મૈત્રીભાવની સરગમ આપના જીવનમાં સતત ગુજે છે. નાના-મોટા કોઈનું પણ કોઈ પણ જાતનું દુઃખ સાંભળવા કે જોવા આપશ્રી અસમ છે. દોષી-પાપી પ્રત્યે ભાવકરુણાની તા વાત જ શી કરવી ? “ જો હોય મુજ શક્તિ ઈસી સિવ જીવ કરુ શાસન રસી ’ એ પ્રવાહ તા હૃદયમાં નિરંતર વહ્યા જ કરે છે. કોઈ પણ વ્યક્તિ વંદનાતિ માટે આવે તે તેને મહિત માટે પણ ઉપદેશ આપેા છે અથવા મને કહેા છે કે “વિનયશ્રીજી ! આને તું સમજાવ. આત્માની માળખ કરાવ.” બધા જીવા વીતરાગના શાસનને પામીને એવી આરાધના કરે, એ જ આપની અભીપ્સા. આત્મામાં અનતી શક્તિ, સુખ, આનંદ, જ્ઞાન પડ્યાં છે એ તરફ ન જોતાં આ જીવા વિષયકષાયથી બદબદતા ! સસારમાં કેમ પડતા હશે?--એમ આપને થયા કરે છે.
44
આપશ્રીના માધ્યસ્થભાવ પણ અનેરી છે. ભૂલ કરનારને સમજાવીને પણ પાછા ફેરવવા આપશ્રીજી મહેનત કરે છે. છતાં એ જીવા પાછા ન વળે તે એ જીવ ઉપર દ્વેષ, અરુચિ કે હીનતા બિલકુલ થતી નથી. જીવ કથાં આવા છે! આ તો એના કમના દેષ છે એમ માની એના ઉપર આપ મધ્યસ્થભાવ ધારણ કર્યા છે! ને એના પ્રત્યે નિમળ પ્રેમ જ રાખેા છે.
આપશ્રીજીને માયાનું સેવન કરતાં અને કયારેય જોયાં નથી. સર્વ પાપના બાપ લેાભવૃત્તિસંગ્રહવૃત્તિ છે, તેને ઉચ્છેદવાના કારણરૂપ દ્રવ્યાદિની અપ્રતિબદ્ધતા માટે આપશ્રીજી પૂરા જાગૃત છે. નિરંતર વપરાતાં વસ્ત્ર-પાત્ર-ખાદ્યપદાર્થોને વિશે પણ આપશ્રીજી તદ્દન નિઃસ્પૃહ છે. ગુરુદેવ સૌભાગ્યશ્રીજી મ. હતાં ત્યારે તેઓશ્રીજી જે વસ્ત્ર કે આહારાદિ આપે. તે વાપરતાં, ને તેમના ગયા બાદ અમે આપશ્રીજીને જે આપીએ તેને ઉપભોગ કરતાં આપશ્રીજી અનાસક્ત દશામાં વ છે, એમ લાગે છે
શરીરની નાદુરસ્તી તેમ જ સાથેના વૃદ્ધ સ'ચમીઓને કારણે જીવનમાં વિહારવિશેષ નથી થયે, છતાં ક્ષેત્રપ્રતિબદ્ધત! આપશ્રીમાં દેખાતી નથી. શરીર અત્યંત કામલ હોવાથી ઠંડડી-ગરમી સહન કરવાની ક્ષમતા અલ્પ હાવા છતાં ગમે તેવી ઋતુમાં પણ આપશ્રીજી એની અસરોને ભાવથી ન ઝીલતાં સાધનાને અખંડ રાખવા ઉદ્યમ કરે છે. જડ કે ચેતનમાત્રમાં પર્યાયષ્ટિને ગૌણ કરતાં સમભાવે વર્તતાં આપશ્રીજી ભાવથી અપ્રતિબદ્ધ રહે છે.
ગુરુગિનીએ સા. વલ્લભશ્રીજી મ. (૯૩ વર્ષ), સા. વિમલશ્રીજી મ. ( ૮૫ વર્ષ ) તથા શિષ્યા સા. ભક્તિપૂર્ણાશ્રીજી (૮૫ વષઁ ). —આ ત્રણે વાવૃદ્ધોને કારણે પાલીતાણા ગિરિવિહારમાં સ્થિરતાપૂર્વક ત્રણેને જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા-સમાધિ પમાડી. આપનાં જીવનસૂત્રેા પરિવારને વૈયાવચ્ચ માટે પ્રેરણાદાયી બની રહે છે.
આપશ્રીજીની વૃદ્ધાવસ્થાને કારણે આજે ગિરિવિહારમાં સ્થિરવાસ છે. આ શાશ્વત તી ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org