________________
[ શાસનનાં શ્રમણીરત્ન પ્રેમને પ્રર્ષ વધતો જ ગયે. બધાંએ આરાધના પણ કીધી. ચૈત્ર વદ ૬ ને શનિવારના પ્રભાતે બરાબર સાત ને પંદર મિનિટે, ૯૩ વર્ષની વયે માનવદેહનું પિંજર છેડી એમનો અમર આત્મા સ્વર્ગમાં સિધાવી ગયે. છેલ્લે ધાસ ચિત્તની પ્રસન્નતાપૂર્વક અને પ્રત્યાખ્યાન સાથે છોડ્યો. કચ્છનું કહીનુર પાટણમાં આ પાર્થિવ દેહને છેડી સ્વર્ગે સંચયું. આખા સમુદાયના સુકાની તીર્થસ્વરૂપ એ છત્ર જવાથી શિષ્યાઓને ઘણો જ આઘાત . માતાવિહોણું બાળક અને નાયક વિનાનું સૈન્ય નિરાધાર બને તે જ રીતે આ પૂજ્ય ગુરુજીની વિદાય સૌને વસમી લાગી; પણ શું થાય ? કાળના અફર નિયમને કેઈ તેડી તું જ નથી. પ્રાણપંખેરું ઊડી ગયા પછી પણ રત્નત્રયીની આરાધનાથી પાવન બનેલા દેહની કાંતિ પળેપળ વધતી હતી. પાટણમાં સાધ્વીજી માટે પાલખીનો રિવાજ ન હોવા છતાં તેઓશ્રીના ગુણેથી આકર્ષાઈ અને ભક્તિથી પ્રેરાઈ પાટણના શ્રીસંઘે પાલખી અને બેન્ડવાજા સાથે ભવ્ય અંતિમ યાત્રા કાઢી. પાટણમાં, સુરતમાં અને રાંદેરમાં ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવ તથા સિદ્ધચક્ર પૂજન વગેરે થયું. મહાન આત્માઓનું મૃત્યુ મહત્સવ રૂપ જ હોય છે. ગુરુદેવ જે દિવસે સ્વર્ગે સિધાવ્યા તે દિવસે શીતલનાથ ભગવાનનું ચ્યવનકલ્યાણક હોવાથી દિવસ મહાન હતા. તેઓશ્રીનું આખું જીવન ઉચ્ચ પ્રકારના ગુણોથી અલંકૃત હતું. તેઓશ્રીના ગુણોનું સંપૂર્ણ વર્ણન અમારા જેવા અલ્પજ્ઞ જેવો કયાંથી કરી શકે? સંયમના આરાધક અને આત્મસ્વરૂપના સાધક એ પૂજ્ય ગુરુજી! આપના ચરણારવિંદમાં અમારાં કેટિ કેટિ વંદન હે.
આપશ્રી ભવનાં બંધનોને તેડવા સતત સાધના કરતાં જ્યાં બિરાજમાન હો ત્યાંથી અમને મેક્ષ-લક્ષ્મી મેળવવામાં અફચપણે અમારા હદયમંદિરમાં સમ્યકજ્ઞાન રૂપી ઝગમગતો જવલંત દીપક પ્રગટાવો ! રત્નત્રયીની જે અમૂલ્ય ભેટ આપી ગયાં છે તે ભેટ જીવનની અંતિમ પળ સુધી અખ' , અને અબાધિત રાખજે. હે ક્ષમામતિ ! સમ્યકદર્શનને ઝળહળતો સૂર્ય સહસ્ત્રકિરણોથી આત્મગગનમાં અમારા છેલ્લા શ્વાસ સુધી ચમક્તો રાખશે. આ કારુણ્યદધિ ! આપની અમીદ્રષ્ટિ સદાને માટે અમારા ઉપર વર્ષો એ જ મંગલ કામના ધરાવતી આપની શિષ્યા સા. જ્ઞાનશ્રીજીની કેટિશઃ વંદનાવલિ.
---*---
પ્રતિભાસંપન્ન, તેજસ્વિની, દીર્ધ ચારિત્રપર્યાયી, વિદુષી પૂ. સાધ્વીરના શ્રી મણિશ્રીજી (સાયલાવાળા) મહારાજ ફૂલ એક ગુલાબનું કરમાઈ ચાલ્યું બાગથી, અપ ગયું ફોરમ જગતને ત્યાગના અનુરાગથી. મોરલે ઊડી ગયે પણ મધુર કેકારાવ રહ્યો; ગીત પૂરું થઈ ગયું પણ મધુર ગુંજારવ રહ્યો. ગંભીરતા વાત્સલ્યની સુવાસ મહેકાવી ગયા; શિરછત્ર સમ ગુરુ સૌને છેડી સ્વર્ગે સિધાવી ગયાં. ગુરુદેવ! આપની વિરહ વેદના સૌનાં હૈયાં ભીંજાવતી;
સ્વર્ગમાં રહીને આશિષ દેજો, સૂર્ય-શિષ્યની વિનતી. આ સૃષ્ટિના સૌંદર્યબાગમાં અનેક પુપો ખીલે છે ને કરમાય છે; પણ તે પુષ્પની જ કિંમત છે કે જે દૂર-સુદૂર સુધી પિતાની સૌરભ પ્રસરાવી અનેક માનવીનાં મનને તાજગીથી ભરી દે છે અને હૃદયને પ્રફુલિત બનાવે છે. તે પ્રમાણે આ વિશ્વમાં અનેક જી જન્મે છે, પણ તે જ જીવનની કિમત છે, જેમનું સેહામણું વ્યક્તિત્વ સદાયે અનેક જીવને જીવનને નવે રાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org