________________
૭૦૪]
[ શાસનનાં શ્રમણીરત્નો. પરમાત્માના શાસનના અનન્ય અનુરાગી, આરહેતના
મરણમાં એકાકાર, પ્રવતિની, મહત્તરા પૂ. સાદવીજી શ્રી સાભાગ્યશ્રીજી મહારાજ
ભારતવર્ષમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો, પણ ભાવનામાં ઉદાત્ત કચ્છ દેશ છે. જે દાનવીર જગડુશાહ અને જગમશહૂર વિજય શેડ–વિજયા શેઠાણી જેવાં રત્નોની જન્મભૂમિ છે. વિરાટ વિશ્વના એક ખૂણામાં રહેલે, પણ આવાં રત્નોનો જન્મદાતા હોવાથી એ ગૌરવ અનુભવી રહ્યો છે. એ જ પ્રાંતમાં લૂણ નામનું નાનું સરખું ગામ છે. ત્યાંના વતની એવા વિશા ઓશવાળ જ્ઞાતિના ધર્મપ્રેમી શ્રીમંત શેઠ વીરપાલભાઈ ધંધાના કારણે મુંબઈમાં રહેતા હતા. એમનાં ધર્મપત્ની પુરબાઈની કુક્ષીએ વિ. સં. ૧૯૩૧માં એક પુત્રીરત્નને જન્મ થયે. એમનું નામ સેજકુંવર પાડ્યું. ધનાઢ્ય કુળમાં અને માતા-પિતાના લાડ-કેડમાં કિલેલ કરતી આ નાનકડી બાલિકાનાં માતાપિતાના અમાપ વાત્સલ્યને કાળના વિષમ ઝપટે ખૂંચવી લીધું. વિશ્વવાટિકામાં વિકસતું પુષ્પ કરમાઈ ન જાય તેના માટે કાકા તી ઉમરે તેનાં છસરા ગામમાં સ્થાનકવાસી સંપ્રદાયના એક સુખી ઘરમાં લગ્ન કર્યા. સગા સંબંધીઓ મેહના જોરે ભલે સંસારનાં ક્ષણિક સુખમાં દોરવણી આપે, પણ ભાવિમાં ઉજવળ કારકિર્દી મેળવનાર વ્યક્તિને કુદરત ક્ષણિક સુખેથી પીછેહઠ કરાવે છે.
કર્મસત્તાના બળથી છેડા સમયમાં જ વૈધવ્યદશા આવી. આ નિમિત્તથી વૈરાગ્યને વેગ પણ પુરબહારમાં આવ્યું. સંગોની ક્ષણિકતા અને સંસારની અસારતા સમજાઈ. ચૌદમા વરસે મહાસતી વિરકુંવરજી પાસે સંયમને સ્વીકાર કર્યો.
સેજકુંવર મટીને મહાસતી સેજકુંવર બન્યાં. વિદ્યાના વિલાસી અને વિનયના વિકાસ આ બાલશ્રમણ સૌને પ્રિય થઈ પડ્યાં. તીવ્ર બુદ્ધિના કારણે રોજ ૫૦ ગાથા કંડસ્થ કરતાં. એક સ્તવન–સઝાય કરતાં તેમ જ રાત્રે ૨૦૦૦ ગાથાને સ્વાધ્યાય આદિ જ્ઞાનોપાસનામાં લીન રહેતાં. નવ ગુરુબહેનમાં ગુરુજીની કૃપાને ઝીલવા અને અમદષ્ટિને આકર્ષવાને એમને પુર્યોદય સોળે કળાએ ખીલી ઊઠયો.
આગમના અધ્યયનનું રસાયણ આરોગતાં નવચૈતન્ય પ્રગટયું. મૂર્તિપૂજાનું મહત્વ અને પરમાર્થને સાચે રાહ સમજાય. ગુરુણીજીની અનુજ્ઞા મેળવી, ૨૪ વર્ષની ઉંમરે તપગચ્છના ગચ્છાધિપતિ પ. પૂ. મુક્તિવિજયજી (મૂલચં) મ. સા. ના પટ્ટાલંકાર આશૈશવ બ્રહ્મગી પ. પૂ. આ. ભ. શ્રી કમલસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સંવેગી દીક્ષા ગ્રહણ કરી તેઓશ્રીની આજ્ઞાતિની સાધ્વીજી શ્રી અશકશ્રીજી મ. નાં શિખ્યા તરીકે જાહેર થયાં, અને શુભ નામ સા. સૌભાગ્યશ્રીજી રાખ્યું. વિવિધ શાસ્ત્રાભ્યાસ તેમ જ ગુરુદેવ તથા આચાર્ય ભગવંતેનાં પુનિત ચરણોમાં સમર્પિતભાવ આદિ અનેક ગુણાવલિને કારણે પૂ. આ. વિ. કમલસૂરીશ્વરજી એમને પિતાના સાતમા શિષ્ય તરીકે ગણતા. વળી એમની પ્રવચનશૈલી આદિથી અનેક ભવ્યાત્માઓને લાભ થાય તેથી જ્યાં સાધુ ભગવંતેનું ચાતુર્માસ ન હોય તેવાં ક્ષેત્રોમાં ચાતુર્માસની આજ્ઞા આપતા. અને તેઓશ્રીજી સવારે વ્યાખ્યાન, બપોરે રાસ-વાંચન કરી અને રાત્રે તત્ત્વજિજ્ઞાસુઓને આનંદઘન–દેવચંદ્ર ચોવીશી આદિનાં રહસ્ય સમજાવતાં. આમ કચ્છ, કાઠિયાવાડ, મારવાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org