________________
શાસનનાં શ્રમણીર ]
[ ૭૦૧ પૂજ્યશ્રી નાનાલાલજી મહારાજનાં સાધ્વીસમુદાયમાં શ્રી અમરકુવર મહાસતીજી એ તેઓ પચાસ ઉપરાંત શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર ધરાવતાં હતાં. પૂ. સાધ્વીશ્રી તીર્થ શ્રીજી મ૦ ની દીક્ષા બાદ પણ દીક્ષાને આ સિલસિલે કટબમાંથી ચાલ જ રહ્યો. તેમનાં સંસારીપણે બહેન ગેન્દાબાઈનેમિચંદજીના પુત્ર કલ્યાણચંદ દીક્ષા અંગીકાર કરી પૂ. મુનિશ્રી કુલચંદ્રવિજયજી નામે પ્રસિદ્ધ થયા. ઉપરાંત દિયરની પુત્રીએ ઉજવલાકુમારી અને દર્શનાકુમારી પ્રવ્રજ્યા સ્વીકારી ત્યાગમાગે સંચર્યા. આમ, એક જ પરિવારમાંથી ૧૫ ઉપરાંત દીક્ષા થઈ. દરેકનાં નામ અને વેષ બદલાઈ ગયાં. આખું કુટુંબ સંયમના પંથે કર્મોને કચ્ચરઘાણ વાળવા મોક્ષપ્રાપ્તિના લક્ષ્ય તરફ પ્રયાણ કરી રહ્યું છે. કુટુંબીજને સિવાય અન્યને પણ આમાં સહભાગી બનાવી રહ્યાં છે.
પૂ. સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજ સંયમની ઉત્કૃષ્ટ આરાધના સાથે તપ અને જ્ઞાનસાધનામાં ઉત્તરોત્તર આગળ વધે છે. પૂર્વે તેઓ એક જ કુટુંબની માતા હતી તે હવે ગુરુમાતા બન્યાં. માતા તરીકે કુટુંબનો ઉદ્ધાર કર્યો, હવે ગુરુમાતા બની જગતનો ઉદ્ધાર કર્યો અને અજ્ઞાનીને જ્ઞાનદાન કર્યું. રાહ ભૂલેલાને પથદર્શક બન્યાં. અનેકના જીવનને સંયમ તરફ લાવવા નિમિત્તભૂત બન્યાં. આ બધાંની સાથે પોતાની તપશ્ચર્યા, ઉગ્રવિહાર, તપ-જ૫–ગુરુભક્તિ, નાના પ્રત્યે ખૂબ જ સાચાં વાત્સલ્યમૂતિ બન્યાં. તપનું તે તેમના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વષીતપ, માસક્ષમણ, ૨૦ અઠ્ઠાઈ અને ૧૬, ૧૧, ૧૦, ૯, ઉપવાસ તેમ જ ઉપવાસથી વિશસ્થાનકની ઓળી, ૧૯ મે નાં એકાસણાં. વર્ધમાનતપની ૧૯ ઓળી, દીક્ષા લીધી ત્યારથી દર પર્યુષણામાં અઠ્ઠઈ તપ, વગેરે અનેક તપશ્ચર્યા કરેલી. ભક્તિ તો રગેરગ વણાયેલી હતી.
વિહારભૂમિ-હીંગનઘાટ, દગ્રસ, દારહા, અંતરિક્ષજી તીર્થ, પાલીતાણા, ગિરનાર, જામનગર, મેરબી, શ ખેશ્વર, મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, ધાંગધ્રા, પાવનપુર, થરા, ચંડીસર, જૈસલમેર, બાડમેર, કાપરડા, ઓજત સીટી, ઘારાવ, મુછાળા મહાવીર, રાતા મહાવીર, વકાણા, આકેલા, બાલાપુર, નાગપુર, ભદ્રાવતી તીર્થ, કુલપાકજી, યવતમાળ, અમલનેર, ધૂલિયા, ઝગડિયાજી, શેરીસા, પાનસ, ભોયણી, ખંડવા, બુહનપુર, ઈન્દૌર, આગર આદિ તીર્થયાત્રા કરતાં મહારાષ્ટ્રનાં ગામેગામ વિચરે છે. સાથે પોતાની બે પુત્રી મહારાજ, બે પુત્ર મહારાજ સંસારી પતિદેવશ્રી વીરવિજયજી મહારાજ સાથે હતાં, પરંતુ દરેકની સાથે માયા મમતા–મેહ ઓછો કરે છે. પોતાની મોટી પુત્રી સા. શ્રી અમીરસાશ્રીજીને સમેતશિખરજીની યાત્રા કરવા મોકલે છે. તે સા. સુયશપ્રજ્ઞાશ્રીજી, સા. સૌમ્યપ્રજ્ઞાશ્રીજી, સા. રાજરત્નાશ્રીજી, સા. જિનદર્શનાશ્રીજી, સા. વિનીતપ્રજ્ઞાશ્રીજી આદિ ઠાણા છ સાથે મધ્યપ્રદેશમાં આગર ગામે વિ. સં. ૨૦૪૭નું છેલ્લું ચાતુર્માસ કરે છે. આગરમાં ખૂબ જ જોરદાર શાસન-પ્રભાવના થઈ. પૂ. વીરવિજયજી મ., પૂ. ભાનુચંદ્ર વિ. મ., પૂ. દેવચંદ્ર વિ. મ. ત્રણ ઠાણ ઈન્દૌર ચાતુર્માસ કરી નાગેશ્વર તીર્થમાં પિષીદશમની આરાધના કરવા નાગેશ્વર તીર્થમાં પધારે છે. પૂ. બા મહારાજ શ્રી તીર્થ શ્રીજી મ. આદિ ઠાણું પણ નાગેશ્વર પધારે છે. ત્યાં ૮-૧૦ દિવસ સાથે સ્થિરતા કરીને અમદાવાદ તરફ આચાર્ય પ્રેમસૂરિજી મ. ને એટેક આવવાથી વંદનાથે વિહાર કરે છે.
ગુરુકુળવાસ, ગુર્વાજ્ઞાપાલન અને ગુરુ-સમર્પણભાવ તેમને અદ્દભુત હતું. પ્રમાદને તે જીવનમાંથી દેશવટો આપ્યો હતો. દિવસે બપોરની નિદ્રા આજીવન લીધી ન હતી. પફખીસૂત્ર ચૌદસના દિવસે ઊભાં ઊભાં સાંભળે. છેલી ચૌદસ જાવરામાં કરેલ. ત્યારે પણ આખું પછી પ્રતિકમણ ઊભાં ઊભાં કરેલ. અનપેક્ષા અને સ્વાવલંબીપણું એ પિતાને જીવનમંત્ર હતા. સહુનું કરી છૂટવાની ભાવના, પણ કેઈની પાસે સહેજ પણ કરાવવાની અપેક્ષા ક્યારેય ન હતી. સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org