________________
શાસનનાં શ્રમણીરત્ન ]
વર્તમાનમાં પિતાનાં ૫૦ ઠાણ સાધ્વીજીને સારણ, વારણ, પણ, પડિપણાથી સંયમમાં સ્થિર કરી કેઈ ભવ્યાત્માઓને ધમસન્મુખ બનાવતાં ગુરુદેવના નામને શોભાવતાં. સંયમજીવન પણ અનુપમ, અન્યને આદર્શરૂપ જીવન વ્યતીત કરી રહ્યાં છે. ૪૧ વર્ષનો દીક્ષાપર્યાય પણ કેઈ ભક્ત નહિ.
તેથી જ તે આવા ગાંભીર્યાદિક સમતા ગુપત આત્માને લાયક જાણી એમની અનિચ્છા છતાં પૂ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ ૨૦૦૭ના વૈ. વદ પાંચમે ચંડીસર મુકામે અદ્ભુત શાસન પ્રભાવના પૂર્વક પ્રવતિ નીપદે આરૂઢ કર્યા.
આવા કરુણાના સાગર પૂ. વિદ્યુતપ્રભાશ્રીજી મ. ની શિષ્યા બની અમને સંયમમાગ મળ્યો છે. તેમના ચરણરેણુ બની તેમના અંતેવાસિની બનવા મળ્યું છે, તે અમારાં અહોભાગ્ય છે. દીર્ધાયુ બને અમારી નૈયાનાં નાવિક. શતાયુ થાઓ સદના સુકાની. કેટિ વંદન હો એ અધ્યાત્મ ગેશ્વરી અમારી ગુરુવર્યાને...
સમગ્ર પરિવારને સંયમના માગે પ્રેરનાર
પૂ. સાધ્વીજી શ્રી તીર્થશ્રીજી મહારાજ મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહી જડે રે લોલ... કવિ બોટાદકરની આ શબ્દપંક્તિના એક એક શબ્દનો અર્થ લગભગ દરેક જનની સાર્થક કરે છે, પરંતુ અહીંયાં હું એક એવી વાત્સલ્યવારિધિ માતાના જીવનની ઝરમર લખું છું, જે અનેકને સ્વમાતા મળ્યાને આનંદ અને ગૌરવ અનુભવ થાય.
જેના જીવનમાં આપતી સાગરસમી ગંભીરતા,
જેના જીવનમાં શેભતી ચંદ્રિકાની સૌમ્યતા, વાત્સલ્યમૂતિ ગજબ ગજબ સ્કૂતિ ધ્યાન-ગથી શોભતાં,
એવાં ગુરુશ્રી પૂજ્ય તીર્થ શ્રીજી મને પંચાંગભાવે હું નમું. મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં આવેલું તિવરંગ નામનું એક નાનું સરખું ગામ. એ ગામમાં એક મહાન વિભૂતિને જન્મ થયે. નિત્ય ઊગતા સૂર્ય કરતાં તે દિવસનો સૂર્ય આ ગામ માટે વિશેષ તેજસ્વી હતે. પિતા ગુલાબચંદજી અને માતા સેનાબાઈ દ્વારા પુત્રીરત્ન તુલછામાં બાલવયથી જ ધર્મનાં બીજ રોપાયેલાં હતાં. ધર્મ સંસ્કારથી પલવિત બનતાં બનતાં સંસારચક્રમાં જે વિધિ પસાર કરવી પડે છે તે મુજબ તેમનાં લગ્ન જાય. આ લગ્ન પણ શુભ સંકેતરૂપે હતું..
તુલછાબાઈનાં લગ્ન બલવંતરાજજી સાથે દારહા ગામે થાય છે. લગ્નદિવસ બીજની પર્વતિથિ હતો અને બલવંતરાજજીને પાંચ તિથિએ ઉપવાસનો અભિગ્રહ હતો. જેમ પુત્રનાં લક્ષણ પારણામાં તેમ અહીંયાં જમાઈરાજનાં ધર્માભિમુખ લક્ષણનાં દર્શન થતાં વિદાય થતી કેડભરી કન્યાને એક સુસંસ્કારી ધર્મપ્રેમી માતા શિખામણ આપે છે કે પુત્રી ! વ્હાલી બેટી! જમાઈ દીક્ષા લે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org