________________
૬૮૬ ]
[શાસનનાં શ્રમણીરત્ન નેમચંદ અને કંકુબહેન ધમપરાયણ. શિહેરમાં આવતાં-જતાં પૂજ્ય સાધુ-સાધવી મહારાજની ભક્તિનો લાભ તેઓ લેતાં. યથાશક્ય ધમની આધના કરતાં. ઉત્તમબહેન આ બંનેનું સંતાન હતાં. વિવેકપૂર્વકના લાડ અને મમતાથી માતાપિતાએ દીકરીને ઉછેર કર્યો. ઉત્તમબહેનને તેમણે સુસંસ્કાર આપ્યા, ધાર્મિક શિક્ષણ આપ્યું, તપ અને ક્રિયાની રુચિ તેનામાં સીંચી. ઉત્તમબબેનનું જીવનઘડતર નાની વયથી જ ઉત્તમ રીતે થયું. દીકરી એટલે પારકી થાપણ. એગ્ય ઉમર થતાં. માતા-પિતાએ દીકરીને ભાવનગરનિવાસી શાહ વેલચંદ નથુભાઈના સુપુત્ર શ્રી સાકરચંદભાઈ સાથે વરાવી. સાસરે જઈને ઉત્તમબહેને અજાણ્યાંઓને પણ આત્મીય બનાવ્યાં. વિનય, વિવેક, મૃદુતા, સેવાભાવ વગેરે ગુણોથી તેમણે સૌ સાસરિયાંનાં દિલ જીતી લીધાં, એટલું જ નહીં; પિતાની ધમ-આરાધનાથી સારો એવો પ્રભાવ પણ પાથર્યો.
શ્રી સાકરચંદભાઈ સાથેના દાંપત્યજીવનથી ઉત્તમબહેન ત્રણ સંતાનનાં માતા બન્યાં. તેમાં ભેગીલાલ અને વર્ધમાન નામે બે પુત્ર હતા અને હુસા નામે એક પુત્રી હતી. ઉત્તમબહેને સંતાનોને ઉત્તમ સંસ્કાર આપ્યા. પોતાની સાથે બાળકોને પણ તપમાં જોડ્યા, વ્રત આદિમાં સાથે રાખ્યાં.
સમય સ. ઉત્તમબહેનના દાંપત્યજીવન પર અશુભ કર્મનાં કાળાં વાદળ ઘેરાયાં. અશાતાવેદનીય કર્મના ઉદયથી તેમના પતિ શ્રી સાકરચંદભાઈ રાજરોગ સમા ક્ષયરોગમાં પટકાયા. પાંચ-પાંચ વર્ષ સુધી આ રોગ સામે તેઓ ઝઝૂમ્યા. ઉત્તમબહેને પતિની ઉત્તમોત્તમ સારવાર કરી. તેમને અશુભ કર્મબંધ ન થાય તે માટે પતિને સતત ધર્મભાવનામય રાખ્યા પણ તેમના બધા જ ઉપચાર નિષ્ફળ ગયા. ભરયુવાનીમાં ઉત્તમબહેનને ચાંદલે ભૂંસાયો, કાળે તેમની સેંથીનું સિંદૂર છીનવી લીધું. આઘાત અસહ્ય હતા, પરંતુ રડવાથી, જીવ બાળવાથી વધુ કર્મબંધે જ થવાને છે, એ સત્યને સુપેરે સમજ્યાં હોવાથી ઉત્તમબહેને પતિ વિનાની જિંદગી અપૂર્વ ધીરજ અને સમતાથી જીવવા માંડી. તપ તે નાની વયથી જ જીવનમાં વણાયેલો હતો. ત્યાગના સંસ્કાર પણ ગળથુથીમાં સિંચાયેલા હતા. હવે આ બંનેને તેમણે વધુ સઘન બનાવ્યા. વસમા વૈધવ્યને સરળ અને સક્ષમ બનાવવા અને જીવનને વધુ નિર્મળ અને આત્મલક્ષી બનાવવા ઉત્તમબહેને કિયા સહિત એળીઓ, જ્ઞાનપંચમી. મેરુતેરસ, ચૈત્રી પૂનમ, વરસીતપ, કર્મસૂદન તપ વગેરે કરવામાં વીર્યને ફેરવ્યું.
પતિના અવસાનના આઘાતની ડીક કળ વળતાં, પોતાનાં વડીલ મોટી બહેનના કહેવાથી અને પૂજ્ય પિતાશ્રીની અનુજ્ઞા લઈ ઉત્તમબહેન માટુંગા (મુંબઈ) પાઠશાળાનાં શિક્ષિકા બન્યાં. બાળકને ભણાવવાં, તેમનામાં આરાધનાના સંસ્કાર રોપવા, આ કાર્યથી તેમનું ચિત્ત વધુ ને વધુ નિર્મળ બનતું ગયું. ત્યાગની તિતિક્ષા ધીમે ધીમે પ્રબળ બનતી ગઈ. આ અરસામાં અંધેરી મુકામે પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ઉપધાન તપ થયાં. આ વિશિષ્ટ તપમાં મા-દીકરી બંને જોડાયાં. આ તપસાધના દરમિયાન પુત્રી હંસાએ શ્રીસંઘ સમક્ષ આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું', આની અનુ મેદને માટે માએ શ્રીફળની પ્રભાવના કરી અને ભાલ્લાસ વધતાં ૧૦૦ મણ ઘી બોલીને. રથમાં પ્રભુજીને લઈને બેસવાને દીકરીને લ્હાવો લેવરાવ્યો.
પિતાશ્રી નેમચંદભાઈ વિધવા દીકરીના જીવનમાં મમતાપૂણ રસ લેતા હતા, અને તેના વધતા વૈરાગ્યને બળ આપતા હતા. તેમણે દીકરીને સમેતશિખરજીની યાત્રા પણ કરાવી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org