________________
શાસનનાં શમણીરત્ન ] ઉત્તમબહેને આબુજી, કેશરિયાજી, રણકપુરજી, કચ્છની પંચતીથી, સૌરાષ્ટ્રની પંચતીથી તેમ જ પાલીતાણાની નવ્વાણું યાત્રાને અનુપમ આત્માનંદ માણ્યો હતો. તીર્થયાત્રાઓ, વિવિધ તપસ્યાઓ, સ્વાધ્યાય અને સદ્ગુરુઓના સંગથી તેમનો આત્મા વધુ ઉજમાળ બની રહ્યો હતો, અને વૈરાગ્યભાવ ઊઘડી રહ્યો હતો. પુત્રી સંયમ અંગીકાર કરીને પિતાનું જીવન ધન્ય કરે એ જોવાની પિતાશ્રીની ભાવના હતી, પરંતુ તેમની ભાવના મનમાં જ રહી. શ્રી શિખરજીની યાત્રા કરી વળતાં ઇન્દોર મુકામે પિતા નેમચંદભાઈનું ટૂંકી માંદગીમાં જ અવસાન થયું. ઉત્તમબહેને પહેલાં પતિને ચિરવિદાય આપી, હવે પિતાને પણ ચિરવિદાય આપી, અને પોતે હવે સંસારને ચિરવિદાય આપવા તૈયાર થયાં. લાડલી પુત્રી હંસા પણ ૧૬ વર્ષની યૌવનવયે સંસારસુખ-વૈભવ અને ભોગવિલાસના માર્ગે ન જતાં, માતાનાં પગલે પગલે ત્યાગમાર્ગે જવા તત્પર બન્યાં. વિ. સં. ૨૦૦૩ પિષ વદિ ૧૧ ના શિહોર મુકામે પૂજ્ય શાંતમૂર્તિ શ્રી હરમુનિજી પાસે બંનેએ ભગવતી પ્રત્રજ્યા અંગીકાર કરી. હવે ઉત્તમબહેન સાધ્વી શ્રી હર્ષલતાશ્રીજી અને કુ. હંસાબહેન સાધ્વી શ્રી હેમલતાશ્રીજી નામથી અલંકૃત બન્યાં.
આ નામ સાથે તેમને જાણે પુનર્જન્મ થયો! મનમાંથી સંસારી વાસનાઓને દૂર કરીને ત્યાં ભવ્ય ભાવનાઓને ભંડાર ભર્યો. તન, મન અને આત્માને તેમણે સાધનામાં એકાકાર કર્યા. બુદ્ધિને વધુ સતેજ કરી પૂ. સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી મહારાજે કર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન આદિનાં સૂત્રેન તલસ્પર્શી સ્વાધ્યાય કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત પર જરૂરી પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. આ સાથે જ તપમાં પણ અગ્રેસર બની રહ્યાં. અઠ્ઠાઈ, ચત્તારિ-અદ્-દસ-દોય, વાસ્થાનક તપ, વર્ધમાનતપની ૬૧. એ આદિ વિવિધ તપ કર્યા તપ અને સ્વાધ્યાય ઉપરાંત દિવસમાં ૧૧-૧૧ કલાક મૌનની સાધના કરતાં. તપ ગમે તેવા ઉગ્ર હોય તે પણ તેની બધી જ ક્રિયા સ્વસ્થતા અને તિથી ઊભાં ઊભાં કરતાં.
પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહાર કરીને જતાં તે ગ્રામ-નગર કે તીર્થમાં જેટલાં જિનબિ હોય તે પ્રત્યેકની સન્મુખ ચૈત્યવંદન કરતાં, પછી તે શત્રુંજય તીર્થ હોય કે જૈસલમેર તીથ હેય. વિ.સં. ૨૦૨૩ માં જેસલમેર તીથે નાનાં-મોટાં પ્રાય ૬૦૦૦ જિનબિ સન્મુખ ચૈત્યવંદન કરવાની ભાવના દોઢ મહિને સ્થિરતા કરીને પૂર્ણ કરી હતી. પુત્રી મહારાજ શ્રી હેમલતાશ્રીજીએ અહીં બધે જ ચૈત્યવંદન કરાવ્યાં હતાં. પૂજ્યશ્રીએ આ રીતે કાઠિયાવાડ, કચ્છ, ગુજરાતનાં તેમ જ મારવાડ-રાજસ્થાનનાં અનેક તીર્થોના પ્રત્યેક જિનબિ સન્મુખ ચૈત્યવંદન કરવાપૂર્વક જિનભક્તિનો અપૂર્વ લ્હાવો લીધે હતો. પૂજ્યશ્રીએ દેવવંદનમાળા પણ કંઠસ્થ કરેલ હતી. પૂજ્યશ્રીએ શારીરિક પ્રતિકૂળતા હોવા છતાં દોષિત આહાર ક્યારેય વાપર્યો નથી.
સમય વિહારનો હોય કે સ્થિરવાસને, પૂજ્યશ્રી મળેલી ક્ષણને નકામી જવા દેતાં નહીં. આત્મશુદ્ધિ માટે ક્ષણેક્ષણને સદ્વ્યય કરી લેતાં. વડીલેની સેવા કરતાં, નાનેરાંઓને વાત્સલ્ય અને હૂંફ આપી તેમને ધમસાધનામાં પ્રેરક અને સહાયક બનતાં, અને પૂજ્યશ્રી પોતે પણ પોતાને આત્મા કેમ વધુ ને વધુ શુદ્ધ અને બુદ્ધ બને તે માટે પ્રતિપળ સાગ, સાવધ અને સમ્યક ક્રિયામાં ઓતપ્રેત રહેતાં.
પૂજ્યશ્રીનાં સંસારી પક્ષે બે બહેન, બહેનની ત્રણ પુત્રીઓ, ભાઈ-ભાભી, ભાઈના દીકરા, કુટુંબભાઈઓ-ભાભીઓ તથા મોસાળ પક્ષ સહિત લગભગ ૪૫ ભવ્યાત્માઓ સંયમજીવનની ઉત્કૃષ્ટ સાધના કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org