________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૬૮૯ દેહનું અંતિમ લક્ષ્ય ભસ્મ જ છે, પરંતુ કેટલાક પુણ્યાત્માઓ પિતાના દેહનો એ ઉપયોગ કરે છે કે ભસ્મ બાદ પણ તેમાંથી પ્રેરક અને પુનિત સ્મરણ અનેકાનેક રૂપે ચિરંજીવ બની રહે છે. પૂજ્યશ્રી આજે આપણી વચ્ચે નથી, પરંતુ અનેકનાં હૈયે તેઓશ્રીનાં અનેકાનેક પ્રેમળ અને પ્રેરક સંસ્મરણો જીવે છે.
પૂજ્યશ્રી અપ્રમત્તતાની જીવંત પ્રતિમા હતાં. તેઓશ્રી શિખ્યાઓને અવારનવાર કહેતાં, કે ચારિત્રમાં પ્રમાદ ન કરશે. પ્રમાદ કરશે તો તે આ ભવ તમે હારી જશે. પૂજ્યશ્રી કમઠ કમલેગિની હતાં, કઠોર તપસ્વિની હતાં, અપ્રમત્ત સાધિકા હતાં, વાત્સલ્યવારિધિ હતાં. સાચે જ, ઉત્તમબહેન સવોત્તમ જીવન જીવી ગયાં. દક્ષા લઈને તેઓ પ્રણમ્ય તો બન્યાં જ હતાં, દીક્ષા બાદ એવું સંયમી જીવન જીવ્યાં, કે સૌના તેઓશ્રી પ્રેરક પણ બની રહ્યાં. પ્રેરક અને પુણ્યાત્મા પૂજ્ય સાધ્વી શ્રી હર્ષલતાશ્રીજી મહારાજને સાદર કેટિશઃ વંદના !
તપ-ત્યાગમૂર્તિ, વિશાળ શિષ્યા પરિવારના વાત્સલ્યદાતા
પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ સાધતા શ્રી શત્રુંજય મહાતીર્થની સમીપે આવેલું ભાવનગર શહેર એ જેમ શ્રીસંઘની એકતા માટે ભારતભરમાં સુપ્રસિદ્ધ છે તેમ ધર્મસંસ્કાર માટે પણ એ દાખલારૂપ ગણાય છે. એવા ભાવનગર શહેરમાં ધમ સંપન્ન શ્રી સાકરચંદભાઈ વેલચંદભાઈનાં ધમપરાયણા ધમપત્ની ઉત્તમબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૮૬ ના ફાગણ સુદ ૧૧ ના રોજ એક પુત્રીરત્નને જન્મ થયે. એ બાલિકાનું હસ એવું નામ પાડવામાં આવ્યું. પાણી અને દૂધને જુદા પાડવાની શક્તિ જેમ હસમાં હોય છે એવી જ સારાસારને સમજવાની શક્તિ હંસામાં બાલ્યવયથી પાંગરી હતી. સારાનરસાન, રાધવત અને નાશવંતને ભેદ એ નાની ઉંમરે જ પામી ગઈ હતી અને આ જ કારણે તેનામાં સંસાર ઉપરનો રાગ નહીંવત્ અને ધમ ઉપર રાગ બલવત્તર જોવા મળત.
ઉત્તમબહેનને પુત્રી હંસા ઉપરાંત ભેગીલાલ અને વર્ધમાન નામે બે પુત્રો હતા. તેમણે આ ત્રણેય સંતાનોને ધર્મના સંસ્કાર સીચી ધમક્રિયા અને તપ-વ્રતાદિમાં પલેટયાં હતાં. તેમાં પુત્રી હંસા તે ભાવતું ભેજન મળ્યાનો આનંદ પામી ધર્મના રંગે વધુ ને વધુ રંગાવા લાગી.
એવામાં કાળને કરવું તે પિતા સાકરચંદભાઈનું દુઃખદ નિધન થયું. માતા ઉત્તમબહેને ઊડી ધર્મસમજને કારણે આ અસહ્ય દુ:ખમાં અને વિષમ ને વિકટ પરિસ્થિતિમાં વૈર્ય અને સમતાને ધારણ કરી ધમમાર્ગમાં વધુને વધુ પ્રવૃત્ત બન્યાં. પુત્રી હંસા પણ માતાનાં પગલે પગલે ધર્મારાધનામાં જોડાતી રહી. મુંબઈ-અધેરીમાં ઉપધાનતપની મહામંગલકારી આરાધના મા-પુત્રી બંનેએ સાથે કરી. તેમાંય હંસાબહેને આ આરાધના દરમિયાન, નાની વયમાં જ, શ્રીસંઘ સમક્ષ આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી પિતાની વૈરાગ્યભાવનાનો પરિચય કરાવ્યો હતો. સ્વપુત્રીની આવી ઉત્કૃષ્ટ ત્યાગભાવના જોઈ, તેની અનુમોદનારૂપે માએ શ્રીફળની પ્રભાવના કરી અને માળના વરઘોડામાં પ્રભુજીને લઈને બેસવાનો આદેશ લઈ પુત્રીને એ હા પણ લેવરાવ્યો.
માતા ઉત્તમબહેનની સાથે સાથે પુત્રી હંસાબહેનની પણ ધર્મારાધના ઉત્તરોત્તન વૃદ્ધિ પામવા લાગી. માતાની સાથે સમેતશિખરજી, આબુ-દેલવાડા, કેશરિયાજી, રાણકપુર તેમ જ કચ્છની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org