________________
૬૯૬ ]
વિશુદ્ધ સયમી નિરિગ્રહી, પ્રતિની પૂ. સાધ્વી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મહારાજ
બનાસકાંઠાના ચ’ડીસર ગામે સામાણી પિરવારમાં સ. ૨૦૮૨ ના કા. સુ. ૭ ના દિવસે શુભ પળે ભાવિના ઉચ્ચ એધાણ સાથે એક પરમ પુન્યવ'તા આત્માએ સામાણી ઉત્તમભાઈનાં ધર્મ પત્ની કેશરભાઈની કુક્ષિએ જન્મ લીધેા. તુરતની જન્મેલી આ બાળકીને જેને જોઈ તેને અતીવાન'દ ભર્યું.
[ શાસનનાં શ્રમણીરત્ના
કેશરબાઈની કેસરકચારી સરીખી આ બાળકી ભાવિમાં આંગણે કેસરનાં છાંટણાં કરાવશે તેવું તા જ્ઞાની વિના કણ પ્રકાશે ? પર ંતુ આ નાનકી અજબ પુષ્પ લઈ ને આપણે ઘેર આવી છે તેવું ઘરનાં પ્રત્યેક વ્યક્તિ માનતાં.
બાળવયથી જ માતા-પિતા અને વિધવા ફોઈ સાનલબાઈના મુસ`સ્કાર સિંચનથી અગમ્ય પુન્ય સાથે વિરાગદશા લઈ ને અવતરેલ આ આત્માને ધમય જીવન જીવવું જ ગમતું. નાનીવયથી જ સાંસારિક કોઈપણ પ્રવૃત્તિમાં રસ નહિ છતાં પણ વ્યવહારકુશળતાના ગુણાને કારણે પરિવારમાં બધાંને ખૂબ પ્રિય બન્યાં. મુઉપર સદાય વૈરાગ્યભાવ જ વર્તાય. ઘરનાં દરેક કાર્યમાં જીવદયા સતત પાળે. આવી ધર્મપ્રેમી બાલિકાનુ નામ ફોઈ એ ચપાબાઈ રાખેલ. ઘરમાં તે ઠીક પણ ગામમાં–સમાજમાં અને સખીઓને પણ ચંપા પ્રત્યે અપાર વ્હાલ, હૈયાને ખૂણે ચ'પાબાઈ ને ક્યારેક દીક્ષાની ઇચ્છા રહેતી પણ આટલી લાડકી અને નાનીને દીક્ષા કોણ આપે? વિચારીને શાંતભાવે મૌન રાખીને ધાર્મિક અભ્યાસ, ધ ક્રિયા કરે. જાય.
સર્વંગ શાળામાં રમતાં ચ પાબહેનને વિશુદ્ધ સંયમના ચાહક, સ્વધ્યાયમગ્ન પૂ દર્શનશ્રીજી મ. ના અનાયાસે યાગ થઈ ગયા. પૂ. દર્શનશ્રીજી મ. નું ચાતુર્માસ ચંડીસર થયુ . જલતા દીપકમાં ધૃત પુરાયુ. દીપક વધુ સતેજ બન્યા. સસારથી નિ`મ રહેતા ચ'પાબાઈ ના વૈરાગ્ય દીપક પૂ. દર્શનશ્રીજી મ. સા. ના વૈરાગ્યપૂર્ણ જીવન પ્રેરણાથી પ્રબલવત્તર બન્યા. પણ તે વૈરાગ્યને હૈયામાં સંઘર્યાં. કારણ ચપાબાઈ ને ખબર હતી કે માતા-પિતા કે કેઈ સયમની રજા આપશે જ નહિ.
નાની વયથી હિત–મિત્ર ને પ્રિયભાષી ચંપાબાઈ ને આખરે એ દિવસ આવી પુણ્યે જે દિવસે તેમના સ’પૂર્ણ વૈરાગ્યભાવને નીરખતાં કુટુબીજનોએ ખૂબ જ ધામધૂમથી ઉલ્લાસપૂર્ણાંક દીક્ષા અપાવી.
ખૂબચંદભાઈ, બાબુભાઈ, રતીભાઈ અને હજારીભાઈ, બહેન મન્તુ આ બધાંની વ્હાલસાયી બહેન ચપા સ્વ. પૂ. દયા—દ શ્રીજી મ. નાં શિષ્યા બની વિદ્યુત્પ્રભાશ્રીજી નામ ધારણ કરી ભગવાનના શાસનનાં સાચાં સાવી બન્યાં.
ચરમ તીર્થં પતિ મહાવીર પરમાત્માએ જે દિવસે ચતુવિધ સ ંઘની સ્થાપના કરી તે વૈ. સુ ૧૧-૨૦૦૭ ની સાલની હતી તે જ દિવસે તે ચ'દ્રપ્રભાશ્રી નામ ધારણ કરી સાધ્વી બન્યાં હતાં. તેમનું ચંદ્રપ્રભા નામ પણ સાદાઈ, સહિષ્ણુતા, સમતા, સરળતા, શાંતતા, સૌમ્યતા, આદિ ગુણાથી શેભતુ' હતુ. પણ ગુરુદેવ વડીદીક્ષામાં વિદ્યુત્પ્રભાશ્રીજી નામ રાખ્યું. તે નામ પણ પેાતાના તેમ જ પરના જીવનમાં અપૂર્વ પ્રકાશરૂપ બની રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org