________________
શાસનનાં શમણીરત્નો ]
પ્રશાંત પ્રકૃતિ-કુશાગ્રબુદ્ધિ-અનોખી પ્રતિભા-વિરાટ વ્યક્તિત્વ–મુખ પર લાવણ્યતા-જ્ઞાનમાંમન – ધ્યાનમાં મસ્ત બની ગ્રામનુગ્રામ વિહાર કરી અનેક બાળાઓને પ્રતિબોધી રત્નત્રયીની ભેટ આપી વિશાળ શિષ્યા-પ્રશિષ્યાના પવિાહક હોવા છતાં વાદવિવાદથી સદા દૂર રહી તપ-ત્યાગમાં સદા લીન રહી સ્વ-પરના શ્રેયને સાધી રહ્યાં છે.
એક બાજુ લગાતાર ૧૪ વર્ષ ગુરુમાતાની ભક્તિ-પરિવારની જવાબદારી અને ત્રીજી બાજુ ૫૦ વર્ષની વયે લગાતાર નાની-મોટી તપશ્ચર્યા દેહમાસી–બેમાસી–અહીમાસી–ત્રણમાસીચારમાસી–પાંચમાસી–બે માસી–બે વર્ષીતપ-કમસૂદન-લેકનાલિ-ચતુવિધ સંઘ તપ-જિનગુણસંપત્તિ નવકાદ પદ–મેરુમંદર ઓળી-વીસસ્થાનક-કલ્યાણક અછાન્ડિકા–૧૭૦ જિન-જપ આગમતપએકાંતર છજિનાલયતપ–વર્ધમાનતપ એળી પચીસ-અઠ્ઠાઈ તપ આદિ અનેક તપ દ્વારા આત્માને ચંદનસમ ઉજજ્વલ બનાવ્યા.
- પૂજ્ય આચાર્ય દેવ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયમાં પ્રવતિનીપદ માટે સર્વાશે યોગ્ય જણાતાં પૂજ્યશ્રીજી ઈચ્છા ન હોવા છતાં શખેશ્વર ૧૦૮ પાર્શ્વનાથ પ્રેરકગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી આશીર્વાદ પૂર્વક રૂનીતીથમાં પ. પૂ. આચાર્યદેવ વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે વૈશાખ સુદ પાંચમ ને શનિવાર ૧૮-પ-૯૧ ના શુભ દિવસે પ્રવર્તાિનીપદે આરૂઢ થયાં.
પરમ પૂજય જયશ્રીજી મહારાજસાહેબ ૮૮ ના પરિવાહક હતાં તે ચાર વર્ષના ટૂંકા ગાળામાં હાલ પ્રવતિની પદે પરમ પૂજ્ય લાવણ્યશ્રીજી મ. સાહેબ ૧૦૮ ના પરિવાહક બન્યાં.
હાલ ૫૫ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયનાં પરિવાહક સૌમ્યમૂતિ વિદુષીરત્ના-પ્રવતિની પ. પૂ. લાવણ્યશ્રીજી મહારાજ સાહેબ અનેકવિધ ગુણોથી અલંકૃત થઈ પિતાને જીવનબાગ મહેકાવી રહ્યાં છે.
એવા પૂજય ગુરુદેવને અનંતશઃ વંદના. લિ. પ્રથમ શિષ્યા-જીતેન્દ્રશ્રીજી મ.
સૌજન્ય : પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મહારાજની પ્રેરણાથી અમદાવાદ– શાંતિનગરગુલાબશાંતિ સ્વાધ્યાય મંદિર ધર્મભક્તિ સહાયક મંડળની બહેને તરફથી.
સોમ્યમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી ચંપકશ્રજી મહારાજ
ગુજરાતમાં કાંકરેજ તાલુકામાં પ્રસિદ્ધ ખીમાણા નગર છે. જ્યાં ભવ્ય જિનમંદિર, જૈનઉપાશ્રય, પાડશાળાઓ વગેરે ધાર્મિક સ્થાન શોભી રહ્યાં છે. જે નગરમાં નિરંતર ધર્મક્રિયા, તપસ્થાઓ, મહેન્સ અને અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલુજ હોય છે, જ્યાં અદભુત દાનરુચિ અને સાધુ-સાધ્વીઓ પ્રત્યે અપાર પ્રેમ છે.
આ નગરમાં ધમપ્રેમી શાહ ધરમચંદ પાનાચંદ ધાણધારા વસતા હતા. તેમનાં ગુણિયલ ધર્મપત્ની જમનાબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૬૪ ફાગણ સુદ-૧પના રોજ એક પુત્રીરત્નને જન્મ થયે. યેગ્ય દિવસે પૂરીબહેન નામથી વિભૂષિત કર્યા. ગળથૂથી જ ધાર્મિક સંસ્કાર મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org